SarkariYojna
24 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in
24 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 19/08/2022 |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |
આ પણ વાંચો : રક્ષાબંધન કઈ તારીખે છે અને જાણો શુભ મુહૂર્ત
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 24/08/2022
ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? વગેરે.
આ પણ વાંચો : તમારી જમીનના જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં ઘરે બેઠા
Gujarat Gyan Guru Quiz Questions Bank 24/08/2022
24 August School Quiz Bank Question No. 1 To 125
- 1. ઑપરેશન ‘ફ્લડ’ શેની સાથે સંકળાયેલું છે ?
- 2. બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધસંઘની ડેરી કયા નામથી જાણીતી છે ?
- 3. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા દીક્ષા પોર્ટલને કેવી રીતે ઉપયોગ કરી શકાય ?
- 4. ગુજરાતની પ્રથમ કૉલેજનું નામ જણાવો.
- 5. ‘સ્વરોજગાર’ યોજનામાં અરજી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલ મહિલા અરજદાર માટે વ્યાજ દર શું છે ?
- 6. ગુજરાત સરકાર દ્વારા ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્યક્રમોના પ્રસારણની કઈ ચેનલ છે?
- 7. ‘સૂર્ય ઉર્જા રૂફ ટોપ સ્કીમ’ માટે સ્વીકાર્ય સબસિડી કેટલી છે?
- 8. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવેલા કુલ વાસ્તવિક ખર્ચમાંથી કેટલા ટકા વિકાસ ખર્ચ થયો છે ?
- 9. ગુજરાત રાજ્યમાં ક્યારથી ‘પીએનજી / એલપીજી સહાય યોજના’નો શુભારંભ કરવામાં આવેલ છે ?
- 10. સાહિત્યક્ષેત્રમાં પ્રથમ ભારતીય નોબેલ વિજેતા કોણ હતા?
- 11. ગુજરાતમાં કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની ?
- 12. આશાવલના આશા ભીલને હરાવી કર્ણાવતી શહેરની સ્થાપના કોણે કરી ?
- 13. સોમનાથનું જ્યોતિર્લિંગ કયા જિલ્લામાં સ્થિત છે ?
- 14. કાગડાનૃત્ય કયા દેવને પ્રસન્ન કરવા માટે થાય છે ?
- 15. ગુજરાતમાં શ્રીરંગ અવધૂત મહારાજનું સ્મારક કયાં આવેલું છે ?
- 16. ‘લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય’ – આ પંક્તિના રચયિતા કોણ ?
- 17. ગુરુદક્ષિણામાં એકલવ્યે શું આપ્યું હતું ?
- 18. ભારતીય રાષ્ટ્ર ચિન્હમાં અંકિત ‘સત્યમેવ જયતે’ શબ્દો કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યા છે ?
- 19. ‘વંદે માતરમ્’ ગીત કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું હતું ?
- 20. ઉત્તરાયણનો તહેવાર કયા મહિનામાં આવે છે ?
- 21. ભારતીય રાષ્ટ્રગીતના રચયિતા કોણ છે ?
- 22. સિમલા કરાર ક્યારે થયા હતા ?
- 23. સેલિક્સ કેપ્રિયા (વિલોનો) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
- 24. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના મત્સ્ય જોવા મળે છે ?
- 25. વન્ય પશુના હુમલામાં દુધાળું ઊંટ મૃત્યુ પામે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
- 26. ગુજરાતમાં આવેલ પાણીયા વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
- 27. દક્ષિણ ગુજરાતમાં કયું હવાખાવાનું સ્થળ આવેલું છે ?
- 28. લવિંગ એ વૃક્ષનો કયો ભાગ છે ?
- 29. વન વિભાગમાંથી ‘સોલર કૂકર વિતરણ યોજના’નો લાભ મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ?
- 30. ‘ઍસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ’ હેઠળ સમગ્ર ભારતમાંથી કેટલા જિલ્લાઓને ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ’ તરીકે તારવવામાં આવ્યા છે ?
- 31. નીચેનામાંથી કયા કાર્યક્રમનું પ્રસારણ માત્ર રાષ્ટ્રીય કૃત ચેનલમાં થાય છે ?
- 32. ગુજરાતના ભૌગોલિક સંકેત(Geographical Indication – ટેગ) હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
- 33. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલકલામ ઉપર કયા ગુજરાતી વૈજ્ઞાનિકનો વિશેષ પ્રભાવ હતો ?
- 34. ગુજરાતમાં 1100થી વધુ પેટન્ટ અને કૉપીરાઈટ છેલ્લા પાંચ વર્ષમાં કઈ પૉલિસી હેઠળ ફાઈલ કરવામાં આવેલ છે ?
- 35. મહિલાઓને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપતું પુસ્તક ‘સાયબર સેફ ગર્લ’ કોણે લખ્યું છે ?
- 36. ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર કઈ નદીના કિનારે આવેલું છે ?
- 37. 30 મી જાન્યુઆરીને ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
- 38. ‘જેલ : ઈતિહાસ અને વર્તમાન’ પુસ્તકનું વિમોચન ગુજરાતના કયા માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું ?
- 39. નૅશનલ હેલ્થ મિશન (એનએચએમ)ના બે પેટા-મિશન નીચેનામાંથી કયા છે ?
- 40. શિપિંગ મંત્રાલયનો કયો કાર્યક્રમ, જળમાર્ગો અને દરિયાકિનારાની સંભવિતતાના દ્વાર ખૂલ્લા કરીને દેશના લૉજિસ્ટિક્સ ક્ષેત્રની કામગીરીને વધારવા માટેનો છે ?
- 41. સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાથી કોણ નાણાકીય લાભો મેળવી શકે ?
- 42. રાજસ્થાનમાં આવેલ ખેતરી શેના માટે પ્રખ્યાત છે ?
- 43. ભારતનું સૌથી વધુ કોલસાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?
- 44. સ્ટાર્ટઅપ ઈન્ડિયા હેઠળની પહેલ નીચેનામાંથી કયા સરકારી વિભાગ/મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે ?
- 45. બાંધકામ શ્રમયોગીના બાળકોને ગજરાત સરકાર દ્વારા પીએચ.ડી.અભ્યાસ માટે કેટલું માસિક સ્ટાઇપેન્ડ મળે છે ?
- 46. આઈ.ટી.આઈ.માં મહિલા તાલીમાર્થીઓને ‘વિદ્યાસાધના સહાય યોજના’ હેઠળ કઈ વસ્તુની સહાય આપવામાં આવે છે ?
- 47. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા લોકસભામાં કેટલા સભ્યોને નામાંકિત કરી શકાય છે ?
- 48. ભારતમાં સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર કોણ હોય છે ?
- 49. 1 જાન્યુઆરી, 1992ના રોજ રચાયેલા મહિલા આયોગના પ્રથમ પ્રમુખ કોણ હતા ?
- 50. “કોર્ટની અવમાનના અધિનિયમ, 1971” માં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
- 51. મંત્રી પરિષદ નીચેનામાંથી શેના માટે જવાબદાર છે ?
- 52. નૅશનલ કમિશન ઑન કેટલની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી?
- 53. સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ (SSA) હેઠળ વ્યાજ દરની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે?
- 54. ગુજરાતમાં નર્મદા પ્રોજેક્ટનો ફાયદો શો છે ?
- 55. નર્મદા કેનાલનું ઉદ્ઘાટન કયા વર્ષમાં થયું હતું ?
- 56. કઈ નદી અરવલ્લી પર્વતમાળામાંથી નીકળી ખંભાતના અખાતમાં વહે છે ?
- 57. ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ કેટલા તબક્કામાં હાથ ધરવામાં આવશે ?
- 58. કયા વેબ પોર્ટલનો હેતુ વિકેન્દ્રિત આયોજન, પ્રગતિ અહેવાલ અને કાર્ય આધારિત એકાઉન્ટિંગમાં વધુ સારી પારદર્શિતા લાવવાનો છે ?
- 59. પેપર આધારિત મેન્યુઅલ પ્રક્રિયાને બદલીને, સમ્પૂર્ણ સ્વયંસંચાલિત ઓનલાઈન વર્કફ્લો આધારિત ગ્રામસભા મેનેજમેન્ટ સિસ્ટમની સુવિધા કયું પોર્ટલ આપે છે ?
- 60. પ્રોજેક્ટ ઉન્નતિ હેઠળ 12 મોટા બંદરો માટે ક્યાં માપદંડ સુધારવા માટે વૈશ્વિક બેન્ચમાર્ક અપનાવવામાં આવ્યા હતા ?
- 61. ‘સ્વદેશ દર્શન યોજના’ હેઠળ રાજસ્થાનના ઈતિહાસના રાજપૂતના ગૌરવ અને બહાદુરીને દર્શાવતો લાઈટ એન્ડ સાઉન્ડ શો ક્યાં શરૂ કરવામાં આવ્યો છે ?
- 62. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના પ્રોજેક્ટ્સમાં કઈ ઈજનેરી શાખાના વિદ્યાર્થીઓ ઈન્ટર્નશિપનો લાભ લઈ શકશે ?
- 63. પ્રવાસન મંત્રાલયે કયા પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે નેશનલ મેડિકલ એન્ડ વેલનેસ ટુરિઝમ બોર્ડની રચના કરી છે ?
- 64. ગુજરાતમાં કેટલા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો બનાવવામાં આવશે ?
- 65. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘ઇન્ડોર પ્રેક્ટિસ પિચ’ ની સંખ્યા કેટલી છે ?
- 66. ભારત અને વિશ્વના વિજ્ઞાન અને નવીનતાની દ્રષ્ટિએ VAIBHAVનું પૂરું નામ શું છે ?
- 67. એવરેસ્ટ સર કરનાર સૌપ્રથમ ઈન્ડો નેપાળી પર્વતારોહક કોણ હતા ?
- 68. અનુસૂચિત જાતિના કાયદાના સ્નાતકોને વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન તથા સહાય સરકારશ્રીની કઇ યોજના હેઠળ આપવામાં આવે છે ?
- 69. ગુજરાતમાં ‘કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી’ દ્વારા કેટલા ડિગ્રી અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે ?
- 70. ‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી ?
- 71. પર્વતારોહણ ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરનારને ‘‘રાજ્ય પર્વતારોહણ પારિતોષિક’’ (State Mountaineering Award) યોજના અન્વયે પ્રતિ વર્ષે કેટલાં રૂપિયાનું રોકડ પારિતોષિક આપવામાં આવે છે ?
- 72. OSC (સખી યોજના) નું પુરું નામ શું છે ?
- 73. શ્રીમતી સરોજિની નાયડુની સ્મૃતિમાં ભારતમાં 13 મી ફેબ્રુઆરીને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?
- 74. બે અંતિમ બિંદુઓને જોડતી રેખાને શું કહેવામાં આવે છે ?
- 75. નીચેનામાંથી કયું વિધાન પ્લાઝમા વિશે સાચું છે ?
- 76. કયા સાધન દ્વારા ચુંબકીય ક્ષેત્રની હાજરી નક્કી કરવામાં આવે છે ?
- 77. ગાંધીજીના ચશ્માંની છેલ્લી હયાત જોડી કયા શહેરના મ્યુઝિયમમાં સચવાયેલી છે ?
- 78. ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા ?
- 79. ખાદી ફેબ્રિકની વિશિષ્ટ વિશેષતા શું છે ?
- 80. ATL લેબમાં ATLનું પૂરું નામ શું છે ?
- 81. NeSDAનું પૂરું નામ શું છે ?
- 82. નીચેનામાંથી ગુજરાતનો કયો વિસ્તાર ‘લીલી નાઘેર’ તરીકે ઓળખાય છે ?
- 83. વિશ્વમાં એકમાત્ર ઘુડખરનું અભયારણ્ય ક્યાં આવેલું છે ?
- 84. ભારતમાં દર કેટલા વર્ષે વસ્તીગણતરી થાય છે ?
- 85. ભારતમાં બ્રિટિશ તાજનું શાસન કઈ સાલથી સ્થપાયું ?
- 86. આઝાદ ભારતની પ્રથમ પાર્લામેન્ટના અધ્યક્ષની કામગીરી કોણે બજાવી હતી ?
- 87. દક્ષિણ ભારતના હોયસળ વંશની રાજધાની કઈ હતી ?
- 88. જે જળ વિસ્તાર ત્રણ બાજુ ભૂમિથી ઘેરાયેલો હોય તેને શું કહેવામાં આવે છે ?
- 89. ભારતનું કયું શહેર ગુલાબી નગરી તરીકે જાણીતું છે ?
- 90. કયા રાજ્યએ સૌપ્રથમ ‘ખેલો ઈન્ડિયા’ યુનિવર્સિટી ગેમ્સનું આયોજન કરેલ છે ?
- 91. ભારતે T20 સહિત કેટલી વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો ?
- 92. યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ) ની રાષ્ટ્રીય રમત કઈ છે ?
- 93. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ અને પ્રોફાઇલિંગ તકનીકો વિકસાવવા માટે કોણ જાણીતું છે?
- 94. ‘ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મના સ્થાનના કારણે કરાતા ભેદભાવોનો નિષેધ’ બંધારણના કયા ભાગમાં આવે છે ?
- 95. વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે છે ?
- 96. કામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના ગ્લોવ્સનો ઉપયોગ કરે છે ?
- 97. નીચેનામાંથી કયું પ્રવાહી સૌથી વધુ ઘટ્ટ (સ્નિગ્ધ) છે ?
- 98. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા ?
- 99. વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, પર્યાવરણીય વિજ્ઞાન, ઇજનેરી, ગણિત, ચિકિત્સા અને ભૌતિકશાસ્ત્રમાં નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ સંશોધન, એપ્લાઇડ અથવા મૂળભૂત માટે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (સીએસઆઇઆર) દ્વારા ભારતમાં દર વર્ષે આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે ?
- 100. લતા મંગેશકરને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- 101. ‘વિશ્વ કાચબા દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 102. ‘વિશ્વ સુનાવણી દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 103. ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ આર્મર્ડ સિસ્ટમ કૉમ્પ્લેક્સ (ASC)નું ઉદ્ઘાટન ક્યાં કર્યું ?
- 104. OJAS નું પૂરું નામ શું છે ?
- 105. ભગવાની દેવીએ વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ મીટમાં સિટીઝન કેટેગરીમાં કેટલા મીટર સ્પ્રિન્ટમાં ગોલ્ડ જીત્યો ?
- 106. નીચેનામાંથી સાહિત્યકાર અને સાહિત્યસ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?
- 107. ભારતનું રાષ્ટ્રીય પ્રતીક ક્યારે અપનાવવામાં આવ્યું હતું ?
- 108. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. શંકુશ સબમરીન કયા વર્ગની સબમરીન છે?
- 109. સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી હિંમતવાન અને મુસદ્દી રાજા કોણ હતો ?
- 110. સૂર્યપુત્ર તરીકે કોને ઓળખવામાં આવે છે ?
- 111. આર્યોનું મૂળ વતન કયું હોવાનું મનાય છે ?
- 112. ભારતમાં સુવર્ણ મંદિર ક્યાં આવેલું છે ?
- 113. જેસલ તોરલની સમાધિ ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે ?
- 114. ભીમાશંકર જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે ?
- 115. જમ્મુ-કાશ્મીરનું રાજ્ય ફૂલ કયું છે ?
- 116. ઝારખંડનું રાજ્ય વૃક્ષ કયું છે ?
- 117. વેદોમાં અગ્નિના દેવતા કોણ છે ?
- 118. કયા દેશના પૂર્વ વડાપ્રધાનનું પ્રચાર કાર્યક્રમમાં ગોળી વાગવાથી દુ:ખદ મોત નીપજ્યું ?
- 119. કૉમ્પ્યુટરમાં ડેટા કયા ફોર્મમાં સંગ્રહિત થાય છે ?
- 120. જો તમે બ્રોડબેન્ડ ઈન્ટરનેટ કનેક્શન શેર કરવા ઈચ્છો છો તો નેટવર્ક પર શું ઈન્સ્ટોલ કરવું જોઈએ ?
- 121. અજંતા અને ઇલોરાની ગુફાઓના ચિત્રો કયા રાજવંશની કલાના વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે ?
- 122. કઈ સ્થાપત્ય શૈલી નાગર શૈલી અને દ્રવિડ શૈલીનું મિશ્રણ છે ?
- 123. ઇસરો દ્વારા કયું રાષ્ટ્રીય ભૂ-પોર્ટલ વિકસાવવામાં આવ્યુ છે, જેમાં ભૂ-અવકાશીય ડેટા, સેવાઓ અને વિશ્લેષણ માટેનાં સાધનો સામેલ છે ?
- 124. માનવ શરીરમાં નીચેનામાંથી કયું અવશેષ (વેસ્ટિજિયલ) અવયવ છે ?
- 125. અટીરા શાના માટે જાણીતું છે ?
આ પણ વાંચો – ગુજરાતમાં ચોમાસામાં ફરવાલાયક ધોધ , જુઓ સંપૂર્ણ માહિતી
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 24 ઓગષ્ટ 2022
24 August Collage Quiz Bank Question No. 1 To 125
- 1. ભારતમાં ખેડૂતોના ખેતરમાં ટ્રાન્સમિશન લાઈન તથા ટાવર ઉભા કરવાના કિસ્સામાં ખેડૂતને નોંધપાત્ર આર્થિક લાભ થાય તે માટે કેટલા ટકા વળતર આપવામાં આવે છે ?
- 2. મત્સ્યઉદ્યોગમાં PMMSY નો અર્થ શું થાય છે ?
- 3. Agri-DIKSHA શું છે ?
- 4. દેશભરમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ઉપલબ્ધ ‘DIKSHA’માં હાલમાં કેટલી ભારતીય ભાષા સમાવિષ્ટ છે ?
- 5. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ઉલ્લેખિત વિશેષ જરૂરિયાતવાળા બાળકોનું બીજું સૂચવેલ નામ શું છે ?
- 6. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ કઈ યોજનામાં SEBCના ફક્ત છોકરા વિદ્યાર્થીઓ જ ‘પોસ્ટ એસ.એસ.સી. સ્કોલરશીપ’ મેળવવા માટે અરજી કરી શકશે ?
- 7. ગુજરાત સરકાર દ્વારા ‘સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન પૉલિસી 2.0 (SSIP-2.0)’ ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
- 8. ગુજરાત સરકારે જાહેર કરેલી ઈ-વ્હીકલ પૉલિસી-ર૦ર૧નું લક્ષ્ય શું છે ?
- 9. ગુજરાતમાં પવનચક્કી વીજળીના ખેતરો ક્યાં છે ?
- 10. અમદાવાદના સ્લમ વિસ્તારોમાં વીજ જોડાણ આપવા માટે AMC અને NGO દ્વારા કઈ યોજના અમલમાં મુકવામાં આવી છે ?
- 11. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની પેટા યોજના ‘શિશુ’ હેઠળ કેટલી લોન આપવામાં આવે છે ?
- 12. જુલાઈ 2022ની સ્થિતિએ RBI ના ગવર્નર કોણ છે ?
- 13. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં બાળકી કેટલા વર્ષની થાય ત્યારબાદ ખાતું બંધ કરવી શકાય છે ?
- 14. SIDBIનું પૂરું નામ શું છે ?
- 15. ભારત વિશ્વમાં સૌથી વધુ હેરિટેજ સાઇટ ધરાવતો કયા નંબરનો દેશ બન્યો છે ?
- 16. ચાંપાનેરના સ્થાપક કોણ હતા ?
- 17. અમદાવાદ કઈ નદીના કિનારે વસેલું છે ?
- 18. અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો ?
- 19. ભવાઇના આદ્યપિતા અસાઈત ઠાકર નાત બહાર મૂકાયા બાદ કયાં આવીને વસ્યા હતા ?
- 20. હાલમાં પણ અસ્તિત્વ ધરાવતી ભારતની સૌથી પ્રાચીન શૈલગુફા ?
- 21. નાટ્યશાસ્ત્રના રચયિતા કોણ છે ?
- 22. પદ્યવાર્તાના સ્વરૂપમાં કોનું મોટું પ્રદાન છે ?
- 23. સિઝીજિયમ ક્યુમીની (જાંબુ)નો છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
- 24. ભારતીય વન સર્વેક્ષણ સંસ્થા (Forest Survey of India) દ્વારા શેની મદદથી વનોની ગીચાતાનું મૂલ્યાંકન દર બે વર્ષે કરવામાં આવે છે ?
- 25. ગુજરાતમાં આવેલ ગીર વાઈલ્ડલાઈફ સેન્ચુરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
- 26. અકબરના સૂબા મિર્ઝા અઝીઝ અને સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્યવીરો વચ્ચે ખેલાયેલા ભૂચર મોરી યુદ્ધના સ્થળે રાજય સરકારે ક્યા નામે સ્મારક બનાવ્યું છે ?
- 27. ફ્લોર્સ્પાર શુદ્ધિકરણનું કારખાનું ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
- 28. ભારત સરકારે દિવ્યાંગો માટે ઉચ્ચ શિક્ષણમાં અનામતમાં કેટલા ટકાનો સુધીનો વધારો કર્યો છે ?
- 29. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ગ્રીન મિશન યોજના અંતર્ગત કઈ સેવાઓનો સમાવેશ કરવામાં આવેલ છે ?
- 30. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘ગો ગ્રીન યોજના’નો લાભ મેળવવા માટે લાયકાતના માપદંડ કયા છે ?
- 31. નીચેનામાંથી કયો પ્રોજેક્ટ ‘ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ’ દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે ?
- 32. કયા ભારતીય વૈજ્ઞાનિકને સ્કૂલ ઓફ મેથેમેટિક્સના સ્થાપક ફેકલ્ટી સભ્ય તરીકે ઓળખવામાં આવે છે ?
- 33. કયો અધિનિયમ માદક દ્રવ્યોની ગેરકાયદેસર હેરફેરમાં વપરાતી અથવા ઉપયોગમાં લેવામાં આવતી મિલકતના દંડની જોગવાઈ કરે છે ?
- 34. સૈનિક કુમાર છાત્રાલય / કુમાર ભવન કે જે ગુજરાતના સેવારત અને સેવા નિવૃત્ત સૈનિકોના સંતાનો માટે નિ:શુલ્ક રહેવાની તથા રીયાયતી દરે ભોજનની વ્યવસ્થા કરે છે એ હાલમાં ક્યાં આવેલ છે ?
- 35. ‘આપણી વસ્તીગણતરી, આપણું ભવિષ્ય’ નારો કઈ વસ્તીગણતરીનો છે ?
- 36. કિશોરીઓને લોહતત્વની ગોળીઓ કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?
- 37. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએફડબ્લ્યુ) દ્વારા જાહેર આરોગ્ય સુવિધાઓમાં બાળ-મૈત્રીપૂર્ણ સેવાઓ સુનિશ્ચિત કરવા માટે નીચેનામાંથી કઈ સેવા શરૂ કરવામાં આવી હતી ?
- 38. ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (પીએમબીજેપી)’ મુજબ કેટલા જનઔષધિ કેન્દ્ર હોવા જોઈએ ?
- 39. વર્ષ 2015માં શિમલામાં આયોજિત બીજી “નેશનલ સમિટ ઓન ગુડ, રેપ્લિકાબલ પ્રેક્ટિસીસ એન્ડ ઇનોવેશન્સ ઇન પબ્લિક હેલ્થકેર સિસ્ટમ્સ” દરમિયાન કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું ?
- 40. સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાનો ઉદ્દેશ શો છે ?
- 41. વ્યાજ સબસિડી પાત્રતા પ્રમાણપત્ર માટે કોણ અરજી કરી શકે છે ?
- 42. નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી) ના ઘટક હેન્ડલૂમ માર્કેટિંગ સહાયનો ઉદ્દેશ શો છે ?
- 43. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?
- 44. નીચેનામાંથી જામનગરમાં કયું બંદર આવેલું છે ?
- 45. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આપવામાં આવતા રાજ્ય શ્રમભૂષણ પારિતોષિક અંતર્ગત કેટલી રોકડ રકમ આપવામાં આવે છે ?
- 46. સ્ત્રી શ્રમયોગી લગ્ન યોજના અંગેનો અંતિમ નિર્ણય કોણ કરી શકે છે ?
- 47. વર્ષ 2014 માં ગુજરાત સરકાર દ્વારા શ્રમયોગી કલ્યાણ મેળો કઈ તારીખે યોજાયો હતો ?
- 48. ગુજરાત સરકાર દ્વારા ‘શ્રમયોગી કલ્યાણ મેળો-2014’ માં કેટલા જિલ્લાઓએ ભાગ લીધો હતો ?
- 49. ભારતનું બંધારણ શા માટે સંસદીય સરકારના સ્વરૂપને મૂર્તિમંત કરે છે ?
- 50. કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ પર કઇ ઉચ્ચ અદાલતનો અધિકારક્ષેત્ર છે ?
- 51. ભારતીય લોકસભાનું સૂત્ર શું છે ?
- 52. ગુજરાત સરકાર દ્વારા પશુ ચિકિત્સા અને પ્રાણી વિજ્ઞાનના વિકાસ માટે 2009માં કઈ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી ?
- 53. નવા કાયદા સંબંધિત રિપોર્ટ વખતોવખત કાયદા મંત્રાલયને સોંપવાનું કાર્ય કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?
- 54. ભારતીય નૌકાદળની અભય વર્ગની કોર્વેટ કઈ છે ?
- 55. નીચેનામાંથી કયો કર દર GST હેઠળ લાગુ પડતો નથી ?
- 56. પર્યાવરણને હકારાત્મક અસર આપતી નર્મદા યોજના દ્વારા વૃક્ષારોપણનું કેટલું લક્ષ્ય હાંસલ કરી શકાશે ?
- 57. ગુજરાત રાજ્ય સરકારની કઈ યોજના આદિવાસી વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડે છે ?
- 58. કાકરાપાર ડેમ ક્યા જિલ્લામાં આવેલો છે ?
- 59. કચ્છનો અખાત કઈ માછલીના સંવર્ધન માટે જાણીતો છે ?
- 60. પંચાયતીરાજમાં અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકો શેનાં આધારે રાખવામાં આવે છે ?
- 61. દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના(DDUGJY) કયા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે ?
- 62. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત પર્વતીય વિસ્તારમાં કેટલાં રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
- 63. કૈલાશ માનસરોવર યાત્રા માટે ગુજરાતના યાત્રિકોને કેટલી રકમ આપવામાં આવે છે ?
- 64. ગરીબ અને વંચિતોને પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા અને શહેરી પરિવહન જેવી સુવિધાઓ સુધારવા અને પૂરી પાડવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
- 65. ભારત સરકારની કઈ પહેલ હેઠળ ભારતના પરિવહન મંત્રાલયે BH-BHARAT શ્રેણી હેઠળ વાહનની નોંધણી શરૂ કરી છે?
- 66. દ્વારકાધીશ મંદિરની ધજા દિવસમાં કેટલી વાર બદલાવામાં આવે છે ?
- 67. 2013-14 થી 2020-21 સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કમાં કેટલો વધારો થયો છે ?
- 68. બોગીબીલ પુલ ક્યાં આવેલો છે ?
- 69. ગુજરાત રાજ્યમાં તમામ સ્ટાર્ટઅપ હિતધારકો માટે ‘માઇન્ડ-ટુ-માર્કેટ’ થી શરૂ કરીને એન્ડ-ટુ-એન્ડ ઇનોવેશન અને ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ વિકસાવવા માટે કયું કેન્દ્ર વિકસાવવામાં આવ્યું છે ?
- 70. RPWD Act 2016 શું વ્યાખ્યાયિત કરે છે ?
- 71. એક પરિવારની કેટલી દીકરીઓ સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ મેળવી શકે છે ?
- 72. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી મિશન સાગર યોજનાનો હેતુ શું હતો ?
- 73. વિજ્ઞાન અને ઈજનેરી સંશોધનમાં લિંગ અસમાનતાને ઘટાડવા માટે SERB POWER યોજનાનું પુરૂ નામ શું છે ?
- 74. વનબંધુ કલ્યાણ યોજના ક્યારે શરૂ થયેલ છે ?
- 75. સ્વામી વિવેકાનંદ સ્ટાઇપેંડ સ્કીમ યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારના એન.ટી.ડી.એન.ટી વિદ્યાર્થીઓની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?
- 76. ઇન્ડિયન નૅશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઑથોરાઇઝેશન સેન્ટરની સ્થાપના અમદાવાદના કયા સ્થળે કરવામાં આવનાર છે ?
- 77. કઈ યોજનાનો હેતુ 10 થી 18 વર્ષની વય જૂથના જુનિયર સ્તરના રમતવીરોને તૈયાર કરવાનો છે ?
- 78. ભિક્ષા નહીં શિક્ષા એ મંત્ર સાથે શહેરના સિગ્નલ પર ભિક્ષાવૃત્તિ કરતા કે અધવચ્ચે શાળા છોડી ગયેલા દરિદ્ર બાળકોને શિક્ષણ આપતા સરકારશ્રીના પ્રોજેક્ટ નું નામ શું છે? .
- 79. ‘કુંવરબાઈનું મામેરું યોજના’નું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
- 80. સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરનું સ્ક્રિનિંગ નિદાન અને સારવાર કાર્યક્રમ હેઠળ લાભાર્થી કોણ છે ?
- 81. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશની ગરીબ મહિલાઓને ગેસ ચૂલો મળે એ સપનાંને સાકાર કરવાના ઉદ્દેશથી કઈ યોજના શરૂ કરેલ છે ?
- 82. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન જિયોગ્રાફર્સ સંસ્થાનું વડું મથક ક્યાં આવેલું છે ?
- 83. કયું શહેર ભારતનું ચા શહેર તરીકે ઓળખાય છે ?
- 84. રોક ગાર્ડન ક્યાં આવેલો છે ?
- 85. નીચેનામાંથી કઈ સંસ્થાની પ્રવૃત્તિ પુનરૂત્થાનવાદી ગણાતી નથી ?
- 86. જૂના કાંપવાળા મેદાનો શેના તરીકે ઓળખાય છે ?
- 87. પીરોટન ટાપુ ભારતના કયા રાજ્યમાં આવેલા છે ?
- 88. NBA નું પૂરું નામ શું છે ?
- 89. વિશ્વની સૌથી જૂની ફૂટબોલ ક્લબ કઇ છે ?
- 90. ફિલેરીઆસિસ રોગને એલિફન્ટિઆસિસ તરીકે પણ શા માટે ઓળખવામાં આવે છે ?
- 91. કોવિડ-19ની માહિતી પૂરી પાડવા માટે WHO એ કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી છે ?
- 92. કેન્દ્રીયમંત્રીઓની નિમણુંક કોણ કરે છે ?
- 93. ‘મૂળભૂત હકો સાથે અસંગત હોય તેવા અથવા તેમાં ઘટાડો કરતા કાયદા ‘ બંધારણની કઈ કલમમાં છે ?
- 94. ભારત નીચેનામાંથી કયા મુખ્ય ઉત્પાદકોમાંનું એક છે ?
- 95. સૌપ્રથમ યાંત્રિક પ્રિન્ટીંગ ક્યાં શરૂ થયું હતું ?
- 96. કયા ભારતીય વૈજ્ઞાનિકને રેડિયો સાયન્સના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે ?
- 97. ઉપગ્રહ સંચાર માટે કયા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનો ઉપયોગ થાય છે ?
- 98. ભારત રત્ન એવોર્ડ મેળવનારને મેડલની સાથે નીચેનામાંથી શું પ્રાપ્ત થાય છે ?
- 99. સચિન તેંડુલકરને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- 100. સુશાસન દિવસની ઉજવણી કયા વર્ષથી કરવામાં આવી હતી ?
- 101. ભારતમાં ‘આયુધ નિર્માણ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 102. હુમલાથી શિક્ષણના રક્ષણ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ?
- 103. કોમન સર્વિસ સેન્ટર્સ (CSC) દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં યુવાનો અને નાગરિકોને વ્યાવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વૃદ્ધિની તકો પૂરી પાડવા માટે કઈ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે ?
- 104. ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે કોની ગણના થાય છે ?
- 105. સહજાનંદ સ્વામીનો ઉપદેશ પ્રવચનોનો ગ્રંથ કયો છે ?
- 106. આપણે “વિશ્વ સાયકલ દિવસ” ક્યારે ઉજવીએ છીએ ?
- 107. અવકાશ તકનીકના સંદર્ભમાં ‘ભુવન’ શું છે ?
- 108. ભારતના 9 રાજ્યોને વીજળીનો લાભ આપવા માટે 2012 માં કઈ નદી પર ચમેરા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી હતી ?
- 109. જ્ઞાનપીઠ પારિતોષિક પ્રાપ્ત કરનાર પન્નાલાલ પટેલની કઈ નવલકથા શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પણ વખણાય છે ?
- 110. નીચેનામાંથી કયા સંપ્રદાયની સ્થાપના સંત તુકારામે કરી હતી ?
- 111. જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર કોણ છે ?
- 112. ઇસ્ટર તહેવાર કોણ ઉજવે છે ?
- 113. ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે?
- 114. ઉત્તર ભારતમાં આદિ શંકરાચાર્યએ કયા ‘મઠ’ની સ્થાપના કરી હતી ?
- 115. કેરળનું રાજ્ય ફૂલ કયું છે ?
- 116. ગુરુ ગોપી કૃષ્ણ નીચેનામાંથી કયા નૃત્ય પ્રકારમાં ઉસ્તાદ હતા ?
- 117. નીચેનામાંથી ભારતમાં સેન્ટ્રલ બેંકિંગનું કાર્ય કોણ કરે છે ?
- 118. કમ્પ્યુટરમાં અક્ષરોની રજૂઆત માટે યુનિકોડમાં કેટલો બીટ કોડ જરૂરી છે ?
- 119. કમ્પ્યુટરમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ (IC) નો ઉપયોગ શું છે ?
- 120. ભારતમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
- 121. દ્રવિડ સ્થાપત્યના પિતા કોને કહેવામાં આવે છે ?
- 122. ગુજરાતની બહાર રહેતા ગુજરાત મૂળના લોકો માટે કામ કરતા NRGFનું પૂરું નામ શું છે?
- 123. વિજ્ઞાનની કઈ શાખા કે જે અવકાશી પદાર્થો, અવકાશ અને સમગ્રતયા ભૌતિક બ્રહ્માંડ સાથે કામ કરે છે ?
- 124. વિશ્વ યોગ દિવસે બોલવામાં આવતો ‘संगच्छध्वम् ‘ મંત્ર કયા ગ્રંથમાં થી લેવામાં આવેલો છે ?
- 125. ગુજરાતનું સુપ્રસિદ્ધ હમીરસર તળાવ કયા શહેરમાં આવેલું છે ?
આ પણ વાંચો- તમારા જિલ્લાની નોકરીની માહિતી મેળવો , અનુબંધમ રોજગાર પોર્ટલ પર
મહત્વપૂર્ણ લિંક
પ્રેસ નોટ જુઓ | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ પરિપત્ર વાંચો | અહીં ક્લિક કરો |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશન | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
Disclaimer – અહીં મુકવામાં આવેલ તમામ પ્રશ્નો ઓફિશ્યિલ વેબસાઈટ પરથી લીધેલ છે , આ પ્રશ્નો તમારી જાણ માટે મુકવા માં આવેલ છે
Source : https://quiz.g3q.co.in/quizbank
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો કઈ તારીખ ના છે ?
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો 24 ઓગષ્ટ 2022ના છે
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 પર ગૂગલ પર સર્ચ કરો.
સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
સ્ટેપ 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is g3q.co.in

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in