Connect with us

Trends

ગુજરાતમાં ચોમાસામાં ફરવાલાયક ધોધ , જુઓ સંપૂર્ણ માહિતી

Published

on

ગુજરાતમાં ચોમાસામાં ફરવાલાયક ધોધ | ગુજરાતમાં બહુબધા ધોધ છે જ્યાં તમે પ્રકૃતિ નો ખુબ આંનદ લઇ શકો છો ,એક વાર આપણા ગુજરાત ના આ ધોધો ની મુલાકાત જરૂર લેજો

ગુજરાતમાં ચોમાસામાં ફરવા લાયક ધોધ

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. બધાને ચોમાસાની મોસમમાં વરસાદમાં પલળવાની ખૂબ જ મજા આવતી હોય છે. કુદરત પણ મસ્ત મોસમ ની રચના કરી છે .ઠંડી, તડકો અને પાણી ખરેખર ભગવાને ઝાડ પાન, પ્રકૃતિ, નદી, ઝરણા, અને સાગર, મહાસાગર આ બધી રચનાઓમાં જાણે કુદરત હાજર હોય એવો અહેસાસ થાય છે.
ગુજરાતમાં એટલી બધી ખૂબસૂરત જગ્યાઓ છે કે તમે ફરવાનો આનંદ ક્યારેય ભૂલી નહીં શકો. વીક એન્ડ પ્લાન માટે ગુજરાતમાં ચોમાસા માં ફરવા લાયક ખૂબસૂરત વોટરફોલ તમે પ્લાન કરી શકો છો મિત્રો અને ફેમિલી સાથે.


ચોમાસાની ઋતુમાં ઠંડા પવન ચારે બાજુ હરિયાળી અને વરસાદ મનને પ્રફુલ્લિત કરી દે છે. વરસાદ પછી વાતાવરણ એકદમ રોમાન્સ થી ભરેલું બની જાય છે. વરસાદ માં ફરવાની બધા જ લોકોને ખૂબ જ ઇચ્છા હોય છે. ચોમાસું શરૂ થતાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ધોધ સક્રિય થઈ જાય છે. ગુજરાતના ઘણા બધા ધોધ એવા છે કે વરસાદ શરૂ થતાં એટલા રમણીય દ્રશ્યો સર્જાય છે. કે ત્યાં જઈને બધાનું મન ખુશ થઈ જાય છે. વરસાદ શરૂ થતાં પ્રવાસીઓની અવરજવર પણ શરૂ થઈ જાય છે. ગુજરાતમાં ઘણા બધા કુદરતી સૌંદર્ય પર આધારિત સ્થળો આવેલા છે. દેશ-વિદેશથી ગુજરાતમાં પ્રવાસ માટે ઘણા બધા પ્રવાસીઓ આવે છે.

આમ તો આપણા ગુજરાતમાં ઘણા બધા ધોધ છે પણ અહીં કેટલાક મુખ્ય ધોધ ની વાત કરવામાં આવી છે.

ગીરાધોધ ( સાપુતારા)

ગીરાધોધ ગુજરાતમાં આવેલા ડાંગ જિલ્લાના વઘઇ થી પાંચ કિલોમીટર ના અંતરે ગીરાધોધ આવેલો છે. અને સાપુતારા થી 50 કિલોમીટરના અંતરે આવેલું છે. ગીરાધોધ એ અંબિકા નદી કિનારે આવેલો છે. તેની લગભગ 75 ફૂટની ઊંચાઈએથી નદીમાં પડે છે. ગીરા ધોધ એ કુદરતી સૌંદર્ય અને લીલાછમ ઝાડ ની વચ્ચે જોવા મળે છે. ગીરા ધોધ એ ગુજરાતનો ખૂબ જ જાણીતો ધોધ છે. ચોમાસામાં અહીંયા ઘણા બધા પ્રવાસીઓ આવતા હોય છે. વરસાદના સમયે પાણીનો પ્રવાહ ખૂબ જ વધતો હોય છે માટે અહીંયા ખૂબ જ મજા આવે છે.

ગીરાધોધ માં સવારના સમયે ધુમ્મસ અને મેઘ ધનુષ થી છવાયેલું વાતાવરણ જોવા મળે છે. ગીરાધોધ માં વરસાદી પાણી ઝરણા, નદી , પર્વત છે . ગુજરાતના આ ધોધ માં સૌથી વધુ પ્રવાસીઓ ગીરાધોધ માં આવે છે.

ગીરા નદીના નામ પરથી જ આ ધોધને ગીરાધોધ ના નામે ઓળખવામાં આવે છે ધોધ સ્વરૂપે નીચે પડતા પહેલા તેના પાણીને રોકવા માટે ચેકડેમ પણ ત્યાં બનાવવામાં આવ્યો છે. ૩૦ મીટરની ઊંચાઈએથી પડતા આ ધોધની ગર્જના દૂર દૂર સુધી સંભળાય છે.

ગીરાધોધની મુલાકાત માટે ચોમાસાની ઋતુ સૌથી બેસ્ટ ગણાય છે. તમે તો ચોમાસામાં કોઈભી સમયે ધોધની સુંદરતા ને માણી શકો છો. તેની આજુબાજુનો સુંદર કુદરતી નજારો મન મોહી લે તેવો છે. આ ચોમાસામાં એક વીક એન્ડમાં જરૂરથી ગીરાધોધ ની મુલાકાત લેજો.

ગીરાધોધ જવા માટે ગૂગલ મેપ

ગીરાધોધ જવા માટે તમે અહીં આપેલા ગૂગલ મેપ ની મદદ લઇ શકો છો તેમજ ગીરાધોધ ના વિઝિટરો ના રીવ્યુ પણ જોઈ શકો છો .મેપ ની મદદ થી તમે તમારી જગ્યા થી ત્યાંનું અંતર ભી માપી શકો છો .

ઝરવાણી ધોધ ( વડોદરા)

ઝરવાણી ધોધ એ નર્મદા જીલ્લામાં આવેલો છે. ઝરવાણી ધોધ જોવા માટે રાજપીપળાથી કેવડિયા કોલોનીની બાજુમાં 28 કિલોમીટરના અંતરે જવું પડે છે . થાવડાયા ચેકપોસ્ટ સાત કિલોમીટર દૂર આવેલો છે. અને વડોદરા શહેર થી 90 કિલોમીટર ના અંતરે આવેલો છે.

કુદરતી સૌંદર્યથી ભરેલો આ જરવાણી ધોધ બારેમાસ વહે છે. પરંતુ ચોમાસામાં ઝરવાણી ધોધ જોવાની અનેરી મજા છે. ઝરવાણી ધોધ જંગલ માં આવેલો હોવાના કારણે તેની આજુબાજુ ખુબજ વૃક્ષો અને વનસ્પતિઓ જોવા મળે છે.ઝરવાણી ધોધનો વહેતું પાણી ખૂબ જ સ્વચ્છ છે ત્યાં નાહવાની ખૂબ જ મજા આવે છે. ઝરવાણી ધોધ નું પાણી ખૂબ ઉંચાઈએથી વહે છે. ઝરવાણી ધોધ યુવાનો માટે ખાસ સ્થળ છે. તેની બાજુમાં સુરપાણેશ્વર વાઇલાઇફ અભયારણ્ય આવેલું છે. તે પ્રાણીઓ નું ઘર છે તેમાં રીંછ, હરણ, ચિતા, વાંદરાઓ અને પક્ષીઓ જોવા મળે છે.

આ ધોધ કુદરતના ખોળે આવેલું અદભુત નજારો છે આખા વર્ષ દરમિયાન તમે ગમે ત્યારે ભી આ ધોધની મુલાકાત લઈ શકો છો.
ઝરવાણી ધોધ જોવા માટે યુવાનો સૌથી વધારે આવે છે ત્યાં ફોટા અને સેલ્ફી પાડવા ની ખૂબ જ મજા આવશે આ એક ખુબ જ સુંદર જગ્યા છે અને કુદરતી વાતાવરણમાં બેસીને જમવાનો આનંદ એક અનેરો અનુભવ છે .ઘણા લોકો ઘરેથી જમવાનું બનાવીને લાવે છે. દૂર-દૂરથી ઘણા પ્રવાસીઓ અહીંયા ચોમાસામાં આવે છે. જો તમે ઝરવાણી ધોધ ના ગયા હોય તો એકવાર આ સ્થળની મુલાકાત જરૂરથી લેજો. તમને ખૂબ જ મજા આવશે.

ઝરવાણી ધોધ માટે ગૂગલ મેપ

ઝરવાણી ધોધ જવા માટે તમે અહીં આપેલા ગૂગલ મેપ ની મદદ લઇ શકો છો તેમજ ઝરવાણી ધોધ ના વિઝિટરો ના રીવ્યુ પણ જોઈ શકો છો .મેપ ની મદદ થી તમે તમારી જગ્યા થી ત્યાંનું અંતર ભી માપી શકો છો .

હાથણી માતા ધોધ (વડોદરા)

ગુજરાતમાં આવેલા પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ની બાજુમાં હાથણી માતાનો ધોધ આવેલો છે. જાંબુઘોડા થી 16 કિલોમીટર અને ધોધંબા થી 18 કિલોમીટર દૂર સરસવા ગામ પાસે હાથણી માતાનો ધોધ આવેલો છે.આ સિવાય આ સ્થળે જવા માટે હાલોલ થી પાવાગઢ અને શિવરાજપુર થઈને પણ જવાય છે. ગોધરાથી આ ધોધનું અંતર 56 કિલોમીટર જેટલું છે અને વડોદરાથી 80 કિલોમીટર જેટલું દૂર છે.

હાથણી માતાના ધોધ ની સુંદરતા વરસાદ પડતાં એટલી સુંદર થઈ જાય છે કે લીલીછમ ચુંદડી ઓઢી લીધી હોય એવું લાગે છે. અનેક સ્થળો થી નાના નાના ઝરણાઓ વહે છે. આ સિવાય અહીંયા હાથણી માતાનું મંદિર અને ગુફા આવેલી છે હાથણી માતાનો ધોધ ખૂબ જ પ્રખ્યાત છે.

ચોમાસામાં ભક્તો શિવના દર્શન કરવા અને કુદરતી સૌંદર્ય માણવા માટે આ ધોધની મુલાકાત લે છે. આ ધોધ આગળ ખૂબ ઊંચી ટેકરીઓ આવેલી છે એમાંથી એક ટેકરી પરથી આવતું પાણી ટેકરી ની ઉભી કરાર પર થઈને ધોધરૂપે નીચે પડે છે. સામે ઊભા રહીને ટેકરીના વાંકાચૂકા ખડકો પરથી ઉછળતો અને નીચે પડતો આ ધોધ જોવાની ખૂબ જ મજા આવે છે. તેની આજુબાજુ વૃક્ષો અને ગીચ ઝાડીઓ છે. જ્યાં ધોધ પડે છે ક્યાં એક ગુફા આવેલી છે તેમાં હાથણી ના આકાર નો મોટો પથ્થર છે એટલે આ ધોધને હાથણી માતાનો ધોધ કહેવામાં આવે છે.

ઘણા લોકો આ ગુફામાં હાથણી માતા ની પૂજા કરે છે અને આ જ મંદિરમાં શિવજીનું શિવલિંગ પણ છે.શનિ-રવિ હાથણી માતાના ધોધ પર ખૂબ જ પબ્લિક હોય છે. અહીંયા નું દ્રશ્ય જોઈને તમને તો વિશ્વાસ થશેજ નહીં કે આ કોઈ ગુજરાતનું હિલ સ્ટેશન છે અહીંયા પહેલો વરસાદ પડતાં જ આ વહેણ ખૂબ જ સુંદર સ્વરૂપ ધારણ કરી લે છે.

હાથણી માતા ના ધોધે શિવભક્તોની આસ્થાનું પ્રતિક અને સહેલાણીઓને ફરવા નો ખુબ જ સરસ સ્થળ છે. એક વાર મિત્ર કે ફેમિલી સાથે હાથણી માતાના ધોધ ની અવશ્ય મુલાકાત લેજો.

હાથણી માતા ધોધ માટે ગૂગલ મેપ

હાથણી માતા જવા માટે તમે અહીં આપેલા ગૂગલ મેપ ની મદદ લઇ શકો છો તેમજ હાથણી માતા ના વિઝિટરો ના રીવ્યુ પણ જોઈ શકો છો .મેપ ની મદદ થી તમે તમારી જગ્યા થી ત્યાંનું અંતર ભી માપી શકો છો .

બરડા ધોધ (પંચમહાલ)

ડાંગના જંગલમાં આવેલો આ બરડા ધોધ પંચમહાલ તરફ જતા10 કિલોમીટર દૂર આવેલો છે ચોમાસામાં વરસાદના લીધે આ ધોધનો પ્રવાહ ખૂબ જોવા મળે છે.. ચનખલ ગામથી બરડા ધોધ ચાલતા જવા માટે પણ રસ્તો છે 30 મિનિટનો સમય લાગે છે. આ ધોધને જોઇને કોઇનું પણ મન મોહી લે એવું દ્રશ્ય સર્જે છે. અહીં ખડકો પરથી પડતું પાણી નીચે તળાવ માં આવે છે. ધોધ ની આજુબાજુ ખુબ સરસ હરિયાળી અને ત્યાં બેસીને આ નઝારો જોવાની ખૂબ જ મજા આવે છે.

બરડા ધોધ (પંચમહાલ) માટે ગૂગલ મેપ

બરડા ધોધ જવા માટે તમે અહીં આપેલા ગૂગલ મેપ ની મદદ લઇ શકો છો તેમજ બરડા ધોધ ના વિઝિટરો ના રીવ્યુ પણ જોઈ શકો છો .મેપ ની મદદ થી તમે તમારી જગ્યા થી ત્યાંનું અંતર ભી માપી શકો છો .

ચીમેર નો ધોધ (ડાંગ)

ચિમેર નો ધોધ ડાંગ જીલ્લામાં આવેલો છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈને બધા ને ત્યાં જ રહી જવાનું મન થઈ જાય છે. આ ધોધ ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલો છે. ચિમેર નો ધોધ 300 મીટરની ઉંચાઈએથી સીધો જ પડે છે. ચોમાસામાં આ ધોધ જંગલોની વચ્ચે હોવાથી ખુબ જ સુંદર લાગે છે. આને ગુજરાતના નાયગ્રા ફોલ પણ કહેવામાં આવે છે. આ ની મુલાકાત એકવાર અવશ્ય લેજો

ચીમેર નો ધોધ (ડાંગ) માટે ગૂગલ મેપ

ચીમેર નો ધોધ જવા માટે તમે અહીં આપેલા ગૂગલ મેપ ની મદદ લઇ શકો છો તેમજ ચીમેર નો ધોધ ના વિઝિટરો ના રીવ્યુ પણ જોઈ શકો છો .મેપ ની મદદ થી તમે તમારી જગ્યા થી ત્યાંનું અંતર ભી માપી શકો છો

 ઝાંઝરી ધોધ (દહેગામ)

ઝાંઝરી ધોધ અમદાવાદથી 74 કિલોમીટરના અંતરે દહેગામ પાસે આવેલો છે અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ ની બાજુમાં વાત્રક નદીના કિનારે આવેલો છે. બાયડ થી આશરે 12 કિલોમીટર દૂર છે. ઝાંઝરી ધોધ બારે માસ માટે નથી હોતો પરંતુ ચોમાસામાં તે નો નજારો ખૂબ જ નયનરમ્ય હોય છે. આ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. વરસાદના સમયે પાણીનો પ્રવાહ ખૂબ વધી જાય છે તેથી ત્યાં ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર પડે છે. પરિવાર અને મિત્રોની સાથે આ જવા જેવી જગ્યા છે ફોટોગ્રાફી માટે પણ આ સુંદર સ્થળ છે.

ગાંધીનગર અને અમદાવાદના પ્રવાસીઓ વીકેન્ડમાં અહીં ફરવા માટે આવે છે

ઝાંઝરી ધોધ (દહેગામ) માટે ગૂગલ મેપ

ઝાંઝરી ધોધ જવા માટે તમે અહીં આપેલા ગૂગલ મેપ ની મદદ લઇ શકો છો તેમજ ઝાંઝરી ધોધ ના વિઝિટરો ના રીવ્યુ પણ જોઈ શકો છો .મેપ ની મદદ થી તમે તમારી જગ્યા થી ત્યાંનું અંતર ભી માપી શકો છો

નિનાઈ ધોધ (ભરૂચ)

નર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકામાં નિનાઈ ધોધ આવેલો છે. ડેડીયાપાડા થી આશરે35 કિલોમીટર અને સુરતથી143 કિલોમીટર દૂર છે. તેની ઊંચાઈ 20 ફૂટથી વધુ છે. રમણિય જંગલોની વચ્ચેથી આ નિનાઈ ધોધ વહે છે. ચોમાસામાં આ ધોધનો નજારો અવિસ્મરણીય છે. નીચાણવાળા ચેહરા પર લોકો નાહવાની મજા અહીં માણે છે હજારો લોકો માટેનું આ ફરવાનું સુંદર સ્થળ છે.

નિનાઈ ધોધ (ભરૂચ) માટે ગૂગલ મેપ

નિનાઈ ધોધ જવા માટે તમે અહીં આપેલા ગૂગલ મેપ ની મદદ લઇ શકો છો તેમજ નિનાઈ ધોધ ના વિઝિટરો ના રીવ્યુ પણ જોઈ શકો છો .મેપ ની મદદ થી તમે તમારી જગ્યા થી ત્યાંનું અંતર ભી માપી શકો છો

આ સિવાય પણ ગુજરાતમાં ઘણા બધા ધોધ આવેલા છે જેમકે જમજીર ધોધ તે જુનાગઢ ની બાજુમાં આવેલો છે. ખુણીયા મહાદેવ ધોધ એ પાવાગઢ ની બાજુમાં આવેલો છે. ત્રંબક ધોધ એ ભાવનગરથી 20 કિલોમીટરના અંતરે આવેલો છે ત્યાં બાળકોને રમવા માટે ખૂબ જ મોટી જગ્યા છે.

જંજીર ધોધ એપ સૌરાષ્ટ્રની અંદર આવેલા ગીરના જંગલોમાં આ ધોધ આવેલો છે અહીં આવવાની ખૂબ જ મજા માણી શકાય છે. આ સિવાય પણ ગુજરાતમાં ઘણા બધા ધોધ આકર્ષણનું કેન્દ્ર બને છે. ચોમાસામાં હરિયાળી અને ખુશનુમા વાતાવરણ વચ્ચે ખૂબ જ મજા આવે છે.વરસાદની સિઝનમાં મિત્રો કે ફેમિલી સાથે કુદરતી સૌંદર્ય માણવા એકવાર જરૂર જવું જોઈએ

નોંધ : મિત્રો પાણીનો ક્યારેય પણ ભરોસો કરવો જોઈએ નહીં, અમારી સરકારી માહિતી ટીમ તરફથી વિનંતી છે કે તમે કોઈ પણ ધોધ કે પાણી વાળી જગ્યાએ ચોમાસામાં જાઓ તો ખૂબ જ તકેદારી રાખજો.

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending