Connect with us

SarkariYojna

નર્મદા કેનાલ પર નવો બ્રિજ બનાવી કેનાલ પરથી પસાર કરાયા મહાકાય રિએક્ટર

Published

on

પહેલીવાર એવુ જોવા મળ્યુ કે, કોઈ મહાકાય મશીનને પાર કરવા માટે 4 કરોડનો બ્રિજ બનાવવો પડ્યો, અને કેટલાય દિવસ કેનાલનુ પાણી બંધ કરાયું, થરાદમાં આવી ચઢેલા મહાકાય રિએક્ટરને માંડ માંડ નવા બ્રિજ પરથી પસાર કરાયા

ભરૂચના દહેજથી રાજસ્થાન જવા નીકળેલા બે મહાકાય રિએક્ટર બનાસકાંઠા આવીને અટકી પડ્યા હતા. 15 દિવસથી અહીં અટવાયેલા મહાકાય રિએક્ટર આખરે મહામહેનતે એક નાનકડી કેનાલ પાર કરાયા હતા. રિસર્ચ કરી શકાય તેવી આ રિએક્ટરને પાર કરવાની ઘટના હતી. કારણ કે, બે રિએક્ટરને પાર કરવા માટે કેનાલ પર 4 કરોડના ખર્ચે હંગામી પુલ ઉભો કરાયો હતો અને આખરે થરાદ-વાવ હાઇવે પરથી માંડ-માંડ રિએક્ટર પસાર થયાં હતા. જેને માત્ર 10 દિવસમાં ઉભો કરાયો હતો. 

  • પુલ પરથી બે ભારે ભરખમ રીએક્ટરને પસાર કરાયાં
  • નર્મદા કેનાલમાં પાણી બંધ રાખીને 300 ટન લોખંડના સ્ટ્રક્ચરનો ફોલ્ડિંગ બ્રિજ બનાવવામાં આવ્યો હતો
  • મુન્દ્રાથી રાજસ્થાન લઇ જવાઇ રહેલા મહાકાય રીએક્ટર્સને 200 કિમીનું અંતર કાપતા 7 મહિના લાગ્યા

નર્મદા કેનાલ પર નવો બ્રિજ બનાવી કેનાલ પરથી પસાર કરાયા મહાકાય રિએક્ટર

દહેજ સ્થિત કંપનીમાં બનાવેલ બે મોટા ભારેખમ રીએક્ટર્સને રાજસ્થાનના બાડમેરની પચપદ્રા રિફઇનરી કંપનીમાં બાય રોડ લઈ જવામાં આવી રહ્યા છે. જે ભારેખમ રીએક્ટર્સ થરાદ ખાતે પહોંચતા નર્મદા કેનાલ પરથી પસાર ન થઈ શકતા થરાદની નર્મદા કેનાલમાં 15 દિવસ પાણી બંધ રખાયું હતું અને કેનાલ ઉપર 4 કરોડના ખર્ચે 300 ટનનો લોખંડના સ્ટ્રક્ચરનો ફેલ્ડિંગ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. જે બ્રિજ બન્યા બાદ બે રીએક્ટર્સને તેના ઉપરથી પસાર કરીને રાજસ્થાન લઈ જવામાં આવી રહ્યા છે. દહેજ સ્થતિ ઇઝેક હીટાચી જોશેન લિ. કંપની દ્વારા નિર્માણ પામેલા આ બે મહાકાય રીએક્ટર્સને રાજસ્થાનના બાડમેરમાં આવેલી પચપદ્રાની રિફઇનરીમાં મોકલવામાં આવી રહ્યા છે. જેને લઈને આ બે મહાકાય મશીનરીની ટ્રાન્સપોર્ટેશન જર્ની પડકાર ભરી રહી છે. બંને મહાકાય રીએક્ટર્સને અત્યાર સુધી 200 કિમીનું અંતર કાપતા 7 મહિના લાગ્યા છે. આ રીએક્ટર્સને ડિસેમ્બર 2021માં દહેજથી શીપ દ્વારા રવાના કરી મુન્દ્રા લવાયા હતા. જ્યાંથી બાય રોડ રવાના કરાયા હતા. જેને મુંદ્રાથી થરાદ આવતા 7 મહિના લાગ્યા છે. જેના માટે અલગથી 28 બાયપાસ રોડ બનાવાયા હતા. રીએક્ટર્સ સાથે 50 માણસોની ટીમ છે. જેમાં કંપનીના એન્જીનિયર્સ સહિતની ટીમના સભ્યો સામેલ છે. મશીનરીના હેડ સુરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે અમે કંડલાથી 7 મહિના પહેલા નીકળ્યા હતા, અત્યારે થરાદ આવી પહોંચ્યા છીએ અને આ મશીનરી બાડમેર લઈ જવાની છે.

મશીનને રાજસ્થાન પહોંચાડવાનો ખર્ચ 20 કરોડ 

દહેજ સ્થતિ ઇઝેક હીટાચી જોશેન લિમિટેડ કંપની દ્વારા નિર્માણ પામેલા આ બે મહાકાય રીએક્ટર્સને રાજસ્થાનના બાડમેરમાં આવેલી પચપદ્રાની રિફાઇનરીમાં મોકલવામાં આવી રહ્યાં છે. જેને લઈને આ બે મહાકાય મશીનરીની ટ્રાન્સપોર્ટેશન જર્ની ખૂબ જ ચેલેન્જ ભરી રહી છે. આ મહાકાય રીએક્ટર્સને અત્યાર સુધી 200 કિમીનું અંતર કાપતા 7 મહિના લાગ્યા છે. આ રીએક્ટર્સને ડિસેમ્બર 2021 માં દહેજથી શીપ દ્વારા રવાના કરી મુન્દ્રા લાવવામાં આવ્યા હતા, જ્યાંથી 7 મહિના પહેલા મુન્દ્રાથી બાય રોડ રવાના કરાયા હતા. જેને મુંદ્રાથી થરાદ આવતા 7 મહિના લાગ્યા છે. જેના માટે અલગથી 28 બાયપાસ રોડ બનાવવામાં આવ્યા હતા, જે રીએક્ટર્સ સાથે 50 માણસોની ટીમ મોજૂદ છે, જેમાં કંપનીના એન્જિનિયરો, મિકેનિકલ, લોજિસ્ટિક તેમજ ક્વોલિટી કંટ્રોલ ટીમના સભ્યો સામેલ છે. જોકે હવે આ હેવી મશીનરી થરાદ ખાતે પહોંચતા થરાદનો નર્મદા પુલ પસાર કરવા માટે કંપનીના એન્જીનિયરો અને ટેક્નિશનો માટે એક મોટો પડકાર સામે આવીને ઉભો રહેતા આ મહાકાય મશીનોને અહીં જ રોકી દેવામાં આવ્યા હતા. થરાદ સુધી પહોંચેલા બન્ને રીએક્ટર્સને હવે નર્મદા કેનાલ પાર કરાવવાની હતી. થરાદના નર્મદા કેનાલ પરના પુલની ક્ષમતા 400 ટન વજન વહન કરવાની છે. જ્યારે આ એક રીએક્ટરનું વજન 760 મેટ્રિક ટન અને બીજાનું 1148 મેટ્રિક ટન વજન છે. જેથી નર્મદાનો પુલ તેનું વજન ન સહન કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતા હવે એન્જિનિયરો દ્વારા 4 કરોડના ખર્ચે નર્મદા કેનાલ ઉપર 300 ટન વજનનો લોખંડનો ફોલ્ડિંગ પુલ બનાવવામાં આવ્યો હતો. જેને લઈને નર્મદા કેનાલનું પાણી 12 દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે. લોખંડના બ્રિજનું કામ રાતદિવસ કરાયું હતું. જોકે, મશીનનો દહેજથી રાજસ્થાન પહોંચાડવાનો કુલ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અંદાજે 20 કરોડ આવશે.   

12 દિવસથી કેનાલનું પાણી બંધ કરાયું 

ફોલ્ડિંગ સ્ટ્રક્ચરના મુખ્ય પાંજરા જ 25 ટન વજન ધરાવશે, નર્મદા કેનાલ ઉપર પુલ બનાવવા માટે 300 ટન અને 50 ટનની ક્ષમતા ધરાવતી બે ક્રેનની મદદથી કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. જેનું વજન 350 ટન અને ઊંચાઈ 25 મીટર છે. કેનાલ ઉપર બની રહેલા લોખંડના બ્રિજની બંને સાઈડ પર ડબ્લ્યુ એમ એમ મટીરીયલ નાંખીને રોડ પણ બનાવવામાં આવ્યો હતો. મહાકાય રીએક્ટરને કેનાલ પાર કરાવવા 12 દિવસ માટે નર્મદા કેનાલનું પાણી બંધ કરવામાં આવ્યું હતું. જેના કારણે થરાદ, વાવ અને રાજસ્થાનના છેવાડાના ગામડાઓને પીવાના પાણીની હાલ પૂરતી હાલાકી ભોગવવી પડી હતી. જોકે કેનાલ ઉપર લોખંડનો ફોલ્ડિંગ બ્રિજ બન્યા બાદ બંને રીએક્ટરોને કેનાલ પાર કરાવવામાં આવી હતી. જોકે રાજસ્થાનના બાડમેરની પચપદ્રા રિફાઇનરી સુધી આ રીએક્ટરો પહોંચાડવા હજુ કેટલો સમય લાગશે તે નક્કી નથી, પરંતુ ત્યાં સુધી પહોંચાડવાનો અંદાજીત ખર્ચ 20 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. 

Source : www. sandesh .Com & zeenews . india. com

નર્મદા કેનાલ પર  નવો બ્રિજ બનાવી કેનાલ પરથી પસાર કરાયા મહાકાય રિએક્ટર
નર્મદા કેનાલ પર નવો બ્રિજ બનાવી કેનાલ પરથી પસાર કરાયા મહાકાય રિએક્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending