google news

ગુજરાતમાં આપ-કોંગ્રેસ કરશે ગઠબંધન, લોકસભાની ચૂંટણી બન્ને પક્ષો સાથે મળી લડશે, ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન

લોકસભાની ચૂંટણીની તડામારા તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત આ ચૂંટણી લડશે. આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગુજરાતમાં પણ ઈન્ડિયાનું ગઠબંધન છે તેમ કહ્યું હતું. 

લોકસભાની ચૂંટણીની તડામારા તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત આ ચૂંટણી લડશે. તેમ આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું હતું. 

પ્રેસ મીડિયાને સંબોધન કરતા આપ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, આપ અને કોંગ્રેસ એટલે કે, ઈન્ડિયાનું ગઠબંધન ગુજરાતમાં પણ લાગું છે. ગુજરાતમાં પણ અમે સીટોની તપાસ કરી રહ્યા છે. વિપક્ષોથી બનેલા ગઢબંધન ઈન્ડિયાથી ભાજપ ડરી ગયું છે. ભાજપને ખબર છે કે, ઈન્ડિયા એનડીએને હરાવી દેશે. તેમ કહ્યું હતું. વધુમાં જણાવ્યું કે, આ જ ગઠબંધન ગુજરાતમાં પણ લાગું પડશે. અમે ગઠબંધનની સીટોમાં સીટોની વહેંચણી કરીને લડીશું. આગળ જતા ઈન્ડિયાના ગઠબંધનમાં ચૂંટણી લડાશે. ભાજપ આ વખતે 26માંથી 26 બેઠકો નહીં લઈ જઈ શકે એ ચોક્કસ છે. તેમ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષમાં આ વાત કહી હતી.

વધુમાં ઈસુદાન ગઢવીએ પત્રિકા કાંડને લઈને પણ કેટલાક આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપના શાસનમાં તેના નેતાઓએ ભ્રષ્ટાચાર કર્યા હોય તેવું સામે આવ્યું છે. અગાઉ પણ આવી ઘટનાઓ બની છે. તાજેતરમાં જ ભાજપમાં ઉકળતો ચરુ બહાર આવ્યો છે. વિવિધ યુનિવર્સિટીના ટેન્ડર, જમીન કૌભાંડોમાં ભાજપના નેતાઓના નામ ઉછળ્યાની ચર્ચા છે. રાજીનામા પડ્યા તે આંતરીક બાબત છે. રાજીનામાં એ આંતરીક બાબત છે તેનાથી આપને કોઈ લાગુ નથી પડતું. ગુજરાતની જનતાના ટેક્સના પૈસાનો હિસાબ નથી મળતો તો તેની તપાસ થવી જોઈએ. પત્રિકા કાંડમાં નામો ઉછળતા રાજીનામાં કેટલાક પડ્યા છે. આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે કે કોનું શું કૌભાંડ છે. 

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનું કામ કે જે સુરક્ષાને લઈને જે કામગિરી છે તેનાથી અલગ જો બીજા નેતાઓ મામલે તપાસ થાય તો ખુલાસો કરવો જોઈએ. એ અમારી માગ છે. જો કે, તેમનું કામ સુરક્ષાને લગતું છે આ નહીં. જેથી આ મામલે પણ સવાલો ઉઠાવ્યા હતા. 

કૌભાંડ મામલે તપાસની કરી માગ
વધુમાં કહ્યું કે, બીજી માગ એ છે કે, માત્ર રાજીનામાંથી કે પદ ઝૂંટવી લેવાથી ગુજરાતની જનતાને ન્યાય નથી મળવાનો. પદમાં ક્યાંય ગડબડ થઈ અને કઈ રીતે થઈ કેટલાનું કૌભાંડ છે તેની યોગ્ય તપાસ થવી જોઈએ. મોટા રુપિયાની હેરફેર હોય તો ઈડીને વિનંતી છે કે તેઓ ગુજરાતમાં તપાસ કરે. તાજેતરમાં જ પૂર્વ અધિકારીની ધરપકડ થઈ. આ જમીન મામલે કોણ તેમની પાછળ છે. તેની પણ તપાસ થવી જોઈએ. જો આમાં યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો ઈડીની ઓફિસે જઈને રજૂઆત અમે કરીશું. 

દિલ્હી પર કબ્જો કરવા માટે અધ્યાદેશ લવાઈ રહ્યો છે
દિલ્હીમાં આપ પાર્ટીની સરકાર છે. દિલ્હીમાં ભાજપને છેલ્લા 25 વર્ષથી ભાજપને સત્તા સોંપી નથી. ગુજરાતની ચૂંટણી બચાવવા માટે એમસીડી અને હિમાચલમાં હારનો સામનો કરવો પડ્યો. એમસીડીમાં જે કામ થયું રહ્યું છે. જેથી એલજી દ્વારા દિલ્હીની જનતા આપની સરકાર પર કબ્જો કરવા માટે અધ્યાદેશ લવાઈ રહ્યો છે. જેનો અમે વિરોધ કરીએ છીએ. રેવન્યુ, પોલીસ ડીપાર્ટમેન્ટની સત્તા દિલ્હી સરકાર પાસે જ હતી. સરકાર રાજ્યસભામાં એવો અધ્યાદેશ લાવી રહી છે જે લોકતંત્રની વિરુદ્ધમાં છે. મેની ફેસ્ટોમાં અગાઉ પૂર્ણ રાજ્ય આપવાની પેરવી ભાજપે અગાઉ કરી છે. સુપ્રીમકોર્ટે અગાઉ ચૂકાદો આપ્યો હતો કે, સરકારના અનુસંધાને બઢતી અને બદલી થવી જોઈએ. હાલમાં જ ડમી સ્કૂલો મામલે આપે સ્ટીંગ ઓપરેશન બહાર પાડ્યા છે. આ મામલે શિક્ષણ વિભાગ મૌન છે. આની યોગ્ય તપાસ કરવી જોઈએ તેવી પણ અમારી માગ છે.  

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો