google news

હાંસોટ તાલુકાના છેવાડા ના ગામની દિકરીએ 95% મેળવી તાલુકા માં પ્રથમ, જુઓ કેવી રીતે મેળવીયો A1 ગ્રેડ

મહેનતનું ફળ ચોક્કસ મળે જ છે,આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૪ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) આજે પરિણામ જાહેર કરવામાં આવ્યુ એમાં આજે પિતા વગરની દીકરી કસ્તી જયેશભાઈ પટેલ એ કરી હાંસોટ તાલુકા, ( જિલ્લો ભરૂચ ) માં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો.

  • શાળામાં પ્રથમ
  • હાંસોટ તાલુકામાં પ્રથમ
  • કોળી સમાજ નુ ગૌરવ.
  • 95.00 %
  • 99.41 પર્સનટાઈલ

95.00 % મેળવી તાલુકા માં પ્રથમ

હાંસોટ ની યોગી વિદ્યામંદિરમાં અભ્યાસ કરીને તાલુકામાં પ્રથમ ક્રમાંક હાંસલ કરીયો છે કસ્તી રોજ 15 કિલોમીટર દૂર હાંસોટ યોગી વિદ્યામંદિર માં અપડાઉન કરતી હતી. માતા સાથે રહેતી કસ્તી જે હાંસોટ તાલુકાના છેવાડાનું ગામ જતપોર ગામની વતની છે, એમ જોવા જઇએ તો એ હજાત (અંકલેશ્વર ) ગામની દીકરી થાય છે પણ પિતાના મૃત્યુ બાદ એ એમની માતા સાથે જતપોર ગામએ રહે છે.

કસ્તીના માતા અને એમના કુટુંબીજનોમાં પણ તેમની દીકરીના આ પ્રદર્શનથી ખૂબ જ ખુશ થયા છે અને આજે કસ્તી ના સમગ્ર પરિવારમાં ખુશીની લહેર ઉઠી છે. આગળ સાયન્સમાં એડમિશન લઈને આગળ વધીશ અને સમાજનું નામ રોશન કરીશ એમ કસ્તી જયેશભાઈ પટેલ એ ટેલિફોનિક વાતચીત માં જણાવ્યુ હતું

ધોરણ 10માં ઉતીર્ણ થનાર તમામ વિધાર્થીઓને હાર્દિક અભિનંદન. આપ સૌ વિધાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને ઉચ્ચ કારકિર્દી માટે હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું. ઉતીર્ણ ન થયેલ વિદ્યાર્થીઓને ખંતપૂર્વક વધુ મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ.

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો