google news

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ પુસ્તિકા 2024 , જુઓ તમારા જિલ્લાનું વિગતવાર પરિણામ

આજ રોજ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (HSCE) માર્ચ-2024 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ પ્રસિદ્ધ કરતા અમો આનંદની લાગણી અનુભવીએ છીએ.સમગ્ર રાજ્યનું પરિણામ 82.45% જેટલું પ્રાપ્ત થયેલ છે,

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ પુસ્તિકા 2024

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ આવું સફળ પરિણામ પ્રાપ્ત થવા બદલ સૌને અભિનંદન. સમગ્ર વર્ષ દરમ્યાન સુચારું અભ્યાસ અને પુરુષાર્થ થકી સફળ (E.Q.C.) થયેલ ઉમેદવારોને હાર્દિક અભિનંદન સહ ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ, તેમજ પરિણામ સુધારણાની જરૂરિયાત વાળા (N.I.) ઉમેદવારોને સખત પુરુષાર્થ થકી આજના પરિણામને સફળ સ્વરૂપમાં પરિવર્તિત કરવા માટે અમારી શુભકામના. બોર્ડની પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી, તમારી અંદર અથાગ શક્તિ અને ભરપુર સામર્થ્ય છુપાયેલું છે

સ્વામી વિવેકાનંદજીના વચનો છે કે, “પોતાના પર ભરોસો રાખો, અડગ રહો અને મજબુત બનો આપણને એની જ જરૂર છે.” આથી જીવનની દરેક પરીક્ષાના પગથિયાં પર ઘડતર પામી તમારી આંતરિક શક્તિઓને ઉજાગર કરવા સંકલ્પબદ્ધ બનો તેવી શુભેચ્છા. આ સાથે રાજ્યની તમામ શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકશ્રીઓને પણ રાજ્યનું ઊંચું પરિણામ પ્રાપ્ત કરવા માટેના પુરષાર્થ બદલ આભાર સહ અભિનંદન.

જિલ્લા કક્ષાએ પરીક્ષાનું પાયાનું વ્યવસ્થા તંત્ર સંભાળનાર જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, ઝોનલ અધિકારીશ્રીઓ, સ્થળ સંચાલકશ્રીઓ અને પરીક્ષા સાથે સંકળાયેલા તમામ શિક્ષકમિત્રો તેમજ કર્મચારીઓની કાર્ય પરત્વેની નિષ્ઠાએ માર્ચ-૨૦૨૪ ની પરીક્ષાના સુચારું સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે તે બદલ હાર્દિક ધન્યવાદ. તેમજ પરીક્ષા બાદ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના નિયામકશ્રીઓ અને મૂલ્યાંકન કાર્ય સાથે જોડાયેલ શિક્ષકોના સતત અને નિષ્ઠાપૂર્વકના યોગદાન થકી આપણે સમયસર પરિણામ પ્રસિદ્ધ કરી શક્યા તે બદલ પણ ધન્યવાદની લાગણી અનુભવીએ છીએ.

બોર્ડના માન.અધ્યક્ષશ્રી સહિત અન્ય વરિષ્ઠ અધિકારીશ્રીઓના સતત માર્ગદર્શન બદલ સહૃદય આભારી છીએ, તેમજ સતત ખંતથી પરીક્ષા કાર્ય સાથે સંકળાયેલા બોર્ડના સાથી અધિકારીશ્રીઓ અને તમામ કર્મચારીઓનો ધન્યવાદ. આમ આ વર્ષે માર્ચ માસમાં પરીક્ષા લેવાયેલ હતી ત્યારે સમયસર પરિણામ પ્રસિદ્ધ થવું તે પરીક્ષાના સફળ સંચાલનમાં ભાગીદાર સૌની શિક્ષણ પ્રત્યેની સંગઠનાત્મક સમર્પણ ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે, તે બદલ સહયોગી સૌનું બોર્ડ પરિવાર વતી અંતઃ કરણપૂર્વક ઋણ સ્વીકાર સાથે આજનું પરિણામ પ્રસિદ્ધ કરતા અભિનંદન સહ આભાર વ્યક્ત કરીએ છીએ.

મહત્વપૂર્ણ લિંક્સ

ધોરણ 12 રીઝલ્ટ 2024અહીં ક્લિક કરો
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ પુસ્તિકા 2024અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો