ભારતનું સૌથી નાનું રેલવે રૂટ : ટ્રેનમાં મુસાફરી કોને ન ગમે? આજકાલ ભારતીય રેલવે તેની સુવિધાઓ અને ઝડપના મામલે ઘણા નવા રેકોર્ડ બનાવી રહી છે. જેના કારણે હવે પ્લેનમાં મુસાફરી કરતા લોકો પણ ટ્રેનમાં લાંબા અંતરની મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યાં છે. રેલવેના સૌથી લાંબા રૂટ વિશે તો દરેકને ખબર જ હશે, પરંતુ શું તમે સૌથી ટૂંકા રૂટ વિશે જાણો છો. રસપ્રદ વાત એ છે કે, આ માર્ગ માત્ર 3 કિ.મી. નો છે. આજે અમે તમને આ રસપ્રદ રૂટ વિશે વિગતવાર જણાવીએ.
મહારાષ્ટ્રમાં છે સૌથી નાનો રેલ રૂટ
ભારતીય રેલવેનો આ સૌથી ટૂંકો રેલ રૂટ (Shortest Indian Rail Route) મહારાષ્ટ્રમાં છે. આ રૂટ પર માત્ર 2 રેલવે સ્ટેશન છે, જેનું નામ નાગપુર અને અજની છે. આ બે સ્ટેશન વચ્ચેનું અંતર 3 કિમી છે. એટલે કે ટ્રેન માત્ર 3 કિ.મી. ના આ ટૂંકા રૂટ પર જઈને ખતમ થઈ જાય છે. આશ્ચર્યની વાત એ છે કે, આટલા ઓછા અંતર હોવા છતાય મોટી સંખ્યામાં લોકો ટ્રેનનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો : Jio એ 3 નવા પ્રી-પેડ પ્લાન લૉન્ચ કર્યા, અમર્યાદિત 5G ડેટા, મફત SonyLiv અને Zee5 સહિત મળશે ઘણા લાભો
ચુકવવું પડે છે 60 રૂપિયા ભાડું
રેલવે સંબંધિત ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ Ixigo મુજબ, નાગપુર અને અજની વચ્ચેની સફર વાયા ટ્રેન (Shortest Indian Rail Route) માત્ર 9 મિનિટમાં પૂર્ણ થાય છે. આ યાત્રા માટે લોકોએ જનરલ ક્લાસ માટે 60 રૂપિયાનું ભાડું ચૂકવવું પડે છે. અને સ્લીપર ક્લાસનું ભાડું 175 રૂપિયા છે.
વિશ્વનું ચોથુ સૌથી લાંબુ નેટવર્ક
આપને જણાવી દઈએ કે ભારતીય રેલવેના સમગ્ર નેટવર્કની લંબાઈ 67 હજાર રૂટ કિ.મી. થી વધુ છે. તે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. તેના દ્વારા દેશભરમાં દરરોજ કરોડો લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. હવે ભારતીય રેલવે વંદે ભારત અને આવનારી બુલેટ ટ્રેન દ્વારા પોતાને કાયાકલ્પ કરવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો – ધોરણ 11 થી કોલેજ તથા માસ્ટર ડીગ્રી કરતા વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.