સોનાની કિંમત : ભારત આજે આઝાદીના 76 વર્ષ પૂર્ણ કરીને 77મો સ્વતંત્રતા દિવસ ઉજવેલ છે. ત્યારે આઝાદીના સમયથી લઈને અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં કેટલો વધારો થયો એ વિષે આજે આપણે આ આર્ટિકલ માં માહિતી મેળવીશું.
આપણા દાદાએ 76 વર્ષ પેહલા જો સોનું ખરીદીને રાખ્યું હશે તેઓ માટે આજે સોનું ખૂબ લાભકારક હશે. કેમ કે, જો તમે આઝાદી સમયે એટલેકે 76 વર્ષ પેહલા રૂપિયા 10,000 નું સોનું ખરીધું લીધું હોત તો આજે તમારા સોનાના રોકાણની કિંમત હાલના ભાવ મુજબ 66,47,500 રૂપિયા થઈ ગયા હોત. જો કે, આઝાદીના સમયથી લઈને અત્યાર સુધી સોનાના ભાવમાં વધારો થયો તેના આજે રસપ્રદ આંકડાઓ વિષે માહિતી મેળવીશું.
આ પણ વાંચો : Jio એ 3 નવા પ્રી-પેડ પ્લાન લૉન્ચ કર્યા, અમર્યાદિત 5G ડેટા, મફત SonyLiv અને Zee5 સહિત મળશે ઘણા લાભો
વર્ષ 1942માં પ્રતિ 10 ગ્રામની એટલેકે એક તોલાની કિંમત ફક્ત 44 રૂપિયા હતી. ત્યારબાદ વર્ષ 1947માં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત વધીને 88.62 રૂપિયા થઈ ગઈ હતી. પછીથી ભાવ ઘટતા વર્ષ 1964માં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 63.25 રૂપિયા પર આવી ગયો હતો. આ પછી સોનાના ભાવમાં ઝડપથી વધારો થયો હતો. વર્ષ 1970માં સોનું પ્રતિ 10 ગ્રામ 184 રૂપિયા પર પહોંચી ગયું હતું. આ પછી, વર્ષ 1975માં તે પ્રતિ 10 ગ્રામ 540 રૂપિયા અને 1980માં પ્રતિ 10 ગ્રામ 1,333 રૂપિયા પર પહોંચી ગયો હતો.
પછી સોનાની કિંમતોમાં ખુબજ ઝડપથી વધારો થતા વર્ષ 1985માં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 2,130 રૂપિયા હતી વર્ષ 1990માં તે વધીને પ્રતિ 10 ગ્રામ 3200 રૂપિયા થઈ ગઈ. વર્ષ 2000માં સોનાની કિંમત વધીને પ્રતિ 10 ગ્રામ 4,400 રૂપિયા થઈ ગઈ હતી. ત્યારબાદ વર્ષ 2005 અને 2010 વચ્ચે સોનાના ભાવમાં જબરદસ્ત વધારો થયો હતો. 2005માં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 7000 રૂપિયા હતી. તે વધીને વર્ષ 2010માં પ્રતિ 10 ગ્રામ 18,500 રૂપિયા થઈ ગઈ. વર્ષ 2020 સુધીમાં આ કિંમત પ્રતિ 10 ગ્રામ 48,651 રૂપિયા થઈ ગઈ છે. હવે આજે સોનું 58,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. આજથી થોડા દિવસો પહેલા આજ જ સોનાનો ભાવ 62,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગયો હતો.
આ પણ વાંચો : પાવર ટીલર સહાય યોજના 2023, જાણો ઓનલાઇન અરજી કરવાની વિગતવાર માહિતી
(Disclaimer: સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પૂરી પાડે છે. કોઈ પણ રોકાણ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો. અમે આ માહિતીની જવાબદારીનો દાવો કરતા નથી.)
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.