google news

પાવર ટીલર સહાય યોજના 2023, જાણો ઓનલાઇન અરજી કરવાની વિગતવાર માહિતી @ikhedut.gujarat.gov.in

પાવર ટીલર સહાય યોજના 2023 : કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ પર મુકવામાં આવેલ છે. આઈ ખેડૂત પોર્ટલ પર, જેમાં ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના , મત્સ્ય પાલન ની યોજનાઓ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ વગેરે ખેડૂતો માટેની યોજનાઓ મૂકવામાં આવેલ છે. આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી પાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય & પાવર ટીલર (૮ BHP થી ઓછા) સહાય યોજના વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

પાવર ટીલર ખરીદી સહાય યોજના 2023 | Power Tiller Sahay Yojana 2023 | Power Tiller subsidy In Gujarat | Power Tiller Subsidy scheme Gujarat 2023 | Power Tiller Set Subsidy Scheme In Gujarat 2023 | Ikhedut yojana 2023 | Power Tiller Subsidy Scheme In Gujarat 2023 | I khedut Portal 2023 | ખેડૂતલક્ષી યોજનાઓ ગુજરાત | ગુજરાત સબસીડી યોજના 2023 | આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત યોજનાની માહિતી | પાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય | પાવર ટીલર (૮ BHP થી ઓછા) ખરીદી સહાય

પાવર ટીલર સહાય યોજના 2023 વિગતો

યોજનાનું નામપાવર ટીલર સહાય યોજના 2023
હેઠળગુજરાત રાજ્ય સરકાર
યોજનાનો હેતુબાગાયતિ પાકનું વાવેતર વધારવાના હેતુથી સાધન સહાય
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકારઓનલાઇન
સત્તાવાર પોર્ટલhttps://ikhedut.gujarat.gov.in/
 અરજી કરવાની છેલ્લી તારીખ31/10/2023
મળવાપાત્ર લાભ8 HP થી ઓછા & વધુ પાવર ટીલરની ખરીદી પર પર  ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૫૦ લાખ/એકમ સુધીની સબસિડી 
જાતિ મુજબ લાભસામાન્ય ખેડુત , અનુ. જન જાતિના ખેડુત , અનુ.જાતિ ખેડુત, અનુસુચિત જનજાતિ ખેડુત  , અનુસુચિત જાતિ ખેડુત

ગુજરાતમાં પાવર ટીલર સબસિડી યોજના 2023

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal 2023 બનાવેલ છે. જેમાં બાગાયતી વિભાગ દ્વારા પાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય & પાવર ટીલર (૮ BHP થી ઓછા) વગેરે પર સહાય આપવામાં આવે છે. Power Tiller Subsidy Scheme in Gujarat 2023 નો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી, કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીશું.

પાવર ટીલર સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

ગુજરાત સરકાર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય & પાવર ટીલર (૮ BHP થી ઓછા) સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. પમ્પ સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી આઈ-ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે. ખેડૂતોને આ પાવર ટીલર સહાય યોજનાનો લાભ મેળવવા માટે બાગાયતિ વિભાગ દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.

  1. ખેડૂત ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.
  2. લાભાર્થી ખેડૂત હોવો જોઈએ..
  3. કૃષિ ખાતા દ્રારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે. ખાતાદીઠ એક જ વાર
  4. ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે.

પાવર ટીલર (૮ BHP થી વધુ) યોજનામાં મળવાપાત્ર લાભ

  • HRT-14(MIDH-TSP)
    • અનુ. જન જાતિનાલાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
  • HRT-2
    • સામાન્ય ખેડુતને ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ. ૦.૪૫ લાખ/એકમ બે માંથી જે ઓછું હોય તે સહાય • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
  • HRT-3(અનુસુચિત જનજાતિ માટે )
    • અનુ. જન જાતિનાલાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
  • HRT-4(અનુસુચિત જાતિ માટે )
    • અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
  • HRT-9
    • સામાન્ય ખેડુતને ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ. ૦.૪૫ લાખ/એકમ બે માંથી જે ઓછું હોય તે સહાય • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
  • HRT-13(MIDH-SCSP)
    • અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે

પાવર ટીલર (૮ BHP થી ઓછા) યોજનામાં મળવાપાત્ર લાભ

  • HRT-9
    • યુનિટ કોસ્ટ- રૂ.૧.૦૦ લાખ / એકમ • ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ. ૦.૪૦ લાખ/એકમ
  • HRT-3(અનુસુચિત જનજાતિ માટે )
    • અનુ. જન જાતિનાલાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૫૦ લાખ/એકમસામાન્ય વર્ગના ખેડૂતો માટે:•(૮ બ્રેક હોર્સ પાવરથી નીચે): કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૫૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.•(૮ બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર): કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૭૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.અનુ .જાતિ/જન જાતિ સિવાયના સામાન્ય વર્ગના નાના/ સિમાંત; મહિલા ખેડૂતો માટે•(૮ બ્રેક હોર્સ પાવરથી નીચે): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.•(૮ બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૮૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  • HRT-4(અનુસુચિત જાતિ માટે )
    •  અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૫૦ લાખ/એકમ
  • HRT-14(MIDH-TSP)
    • અનુ. જન જાતિનાલાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૫૦ લાખ/એકમ
  • HRT-13(MIDH-SCSP)
    • અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૫૦ લાખ/એકમ
  • HRT-2
    • સામાન્ય ખેડુતને ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ. ૦.૪૦ લાખ/એકમ, બે માંથી જે ઓછું હોય તે સહાય

પાવર ટીલર સબસિડી યોજના 2023 માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા અત્યારે આઈ-ખેડૂત પોર્ટલ પર ચાલતી પાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય & પાવર ટીલર (૮ BHP થી ઓછા) સહાય યોજના2 023 નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની કરવાની હોવાથી. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ અરજદાર પાસે પાસે હોવા જોઈએ.

  1. ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  2. ખેડૂતનો આધારકાર્ડ
  3. બેંક ખાતાની પાસ બુક ની પહેલા પેજની ઝેરોક્ષ
  4. જો ખેડૂત SC જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
  5. જો ખેડૂત ST જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
  6. અરજદારના રેશનકાર્ડની નકલ
  7. જો ખેડૂત ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું સર્ટિફિકેટ
  8. જો ખેડૂત લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો જ )
  9. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  10. ખેડૂત જો સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
  11. ખેડૂત જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  12. ખેડૂતનો મોબાઈલ નંબર

પાવર ટીલર સબસિડી યોજનાની ઓનલાઈન કરવાની પ્રક્રિયાHow to Apply for Power Tiller Online Registration Process

ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.

  • સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “ikhedut Portal ” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • આઈ-ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ “બાગાયતી ની યોજનાઓ” પર ક્લિક કરવું. ત્યારબાદ ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” જમણી બાજુ પર લખેલ – વિગતો માટે અહીં ક્લિક કરો પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કર્યા પછી તમને વિવિધ બાગાયતી યાંત્રિકરણ લિસ્ટ તમને બતાવશે.
  • જેમાં અનુક્રમ નં 2 & 3 – “પાવર ટીલર” માં “અરજી કરો” લખેલ આવે તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • નવું વેબ પેજ પછી તમને પૂછવામાં આવશે તમે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હો કે ના ધરાવતા હો, તો પણ અરજી કરી શકો છો.
  • જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
  • “નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
  • અરજીમાં સુધારા વધારા માટે “અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
  • અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી
  • જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.
  • અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
  • જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો.
  • અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
  • જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
  • અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ/ Last Date for Online Application Power Tiller Sahay Yojana 2023

પાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય & પાવર ટીલર (૮ BHP થી ઓછા) સહાય યોજનામાં અરજદારે 06/10/2023 થી 31/10/2023 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.

ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

પાવર ટીલર સહાય યોજના 2023 છેલ્લી તારીખ કઈ છે ?

પાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય & પાવર ટીલર (૮ BHP થી ઓછા) સહાય યોજનામાં અરજદારે 06/10/2023 થી 31/10/2023 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે

પાવર ટીલર સહાય યોજના નો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?

પાવર ટીલર યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ( I khedut Portal ) પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો