google news

કુસલ મેન્ડિસે વર્લ્ડ કપમાં રચ્યો ઈતિહાસ, માત્ર 65 બોલમાં ફટકારી સદી, આ ખેલાડીનો તોડ્યો રેકોર્ડ!

Kusal Mendis : હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમ આમને-સામને છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની શરૂઆત સારી રહી ન હતી, પરંતુ તે પછી કુસલ મેન્ડિસ ટીમને મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. કુસલ મેન્ડિસે માત્ર 65 બોલમાં સદીનો આંકડો પાર કરી લીધો હતો. આ રીતે કુસલ મેન્ડિસ વિશ્વ કપમાં શ્રીલંકા માટે સૌથી ઓછા બોલમાં સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. 

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમ આમને-સામને છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની શરૂઆત સારી રહી ન હતી, પરંતુ તે પછી કુસલ મેન્ડિસ ટીમને મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. કુસલ મેન્ડિસે માત્ર 65 બોલમાં સદીનો આંકડો પાર કરી લીધો હતો. આ રીતે કુસલ મેન્ડિસ વિશ્વ કપમાં શ્રીલંકા માટે સૌથી ઓછા બોલમાં સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. 

આ ખેલાડીનો તોડ્યો રેકોર્ડ!

જણાવી દઈએ કે, આ પહેલા આ રેકોર્ડ કુમાર સંગાકારાના નામે હતો. કુમાર સંગાકારાએ 70 બોલમાં સદી ફટકારી હતી. તેણે આ સદી વર્લ્ડ કપ 2015માં ફટકારી હતી, પરંતુ હવે કુસલ મેન્ડિસે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કુસલ મેન્ડિસે 77 બોલમાં 122 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 14 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. પાકિસ્તાની ફાસ્ટ બોલર હસન અલીએ કુસલ મેન્ડિસને આઉટ કર્યો હતો.

શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી

આ પહેલા શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમની શરૂઆત સારી રહી ન હતી. શ્રીલંકાને પહેલો ફટકો માત્ર 5 રનના સ્કોર પર લાગ્યો હતો. કુસલ પરેરા કોઈ રન બનાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. પરંતુ, આ પછી કુસલ મેન્ડિસ અને પથુમ નિશાંક વચ્ચે બીજી વિકેટ માટે 102 રનની ભાગીદારી થઈ હતી. સમાચાર લખાય છે ત્યાં સુધી શ્રીલંકાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 344 રન બનાવી લીધા છે.

હાલમાં શ્રીલંકા તરફથી 50 ઓવરમાં 9 વિકેટે 344 રન બનાવી લીધા છે. તે જ સમયે, હસન અલી પાકિસ્તાન માટે અત્યાર સુધીનો સૌથી સફળ બોલર રહ્યો છે. હસન અલીએ 4 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સિવાય શાદાબ ખાનને 1 સફળતા મળી છે.

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો