Ganpat Trailer : વિકાસ બહલ દિગ્દર્શિત ફિલ્મ ‘ગણપત’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટાઇગર શ્રોફ અને કૃતિ સેનન સિવાય આ ફિલ્મમાં મહાનાયક અમિતાભ બચ્ચને પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હિન્દી સિવાય આ ફિલ્મ 20 ઓક્ટોબરે તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મનું ટ્રેલર પીવીઆર સિનેમા દ્વારા શેર કરવામાં આવ્યું છે, જેના પર ચાહકો શાનદાર પ્રતિસાદ આપી રહ્યા છે.
Ganpat Trailer
વિકાસ બહલ દિગ્દર્શિત ફિલ્મ ‘ગણપત’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટાઇગર શ્રોફ અને કૃતિ સેનન સિવાય આ ફિલ્મમાં મહાનાયક અમિતાભ બચ્ચને પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હિન્દી સિવાય આ ફિલ્મ 20 ઓક્ટોબરે તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મનું ટ્રેલર પીવીઆર સિનેમા દ્વારા શેર કરવામાં આવ્યું છે, જેના પર ચાહકો શાનદાર પ્રતિસાદ આપી રહ્યા છે.
જણાવી દઈએ કે, ‘ગણપત’ ફિલ્મના ટ્રેલરની શરૂઆતમાં એક દમદાર વોઈસઓવર છે, જેમાં કહેવાય છે કે, એક દિવસ એવો યોદ્ધા જન્મશે જે અમર રહેશે. તે શ્રીમંત અને ગરીબ વચ્ચેનો ભેદ દૂર કરશે. તે યોદ્ધા મરશે નહિ, પણ મારી નાખશે. પછી ટાઇગર સ્ક્રીન પર પોતાનું એક્શન કરતો જોવા મળે છે. અભિનેત્રી કૃતિ સેનન પણ ફિલ્મમાં એક્શન સાથે ધમાકેદાર એન્ટ્રી કરે છે.
આ પણ વાંચો : Jio એ 3 નવા પ્રી-પેડ પ્લાન લૉન્ચ કર્યા, અમર્યાદિત 5G ડેટા, મફત SonyLiv અને Zee5 સહિત મળશે ઘણા લાભો
અમિતાભ બચ્ચનનો નવો લૂક
આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન એકદમ અલગ જ અવતારમાં જોવા મળે છે. પાઘડી અને ચશ્મા પહેરીને અને એક આંખ ઢાંકીને તેઓ દેખાય છે. 2 મિનિટ 28 સેકન્ડના ટ્રેલરમાં, ભરપૂર એક્શન જોવા મળી રહી છે. આ ફિલ્મમાં VFXનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ‘બ્રહ્માસ્ત્ર’ની યાદ અપાવે છે. જણાવી દઈએ કે, તાજેતરમાં, આ ફિલ્મનું એક ટ્રેક રિલીઝ થયું હતું. તેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. ‘હીરોપંતી’ પછી હવે કૃતિ સેનન અને ટાઈગર શ્રોફની જોડી ફરી પડદા પર ધમાલ મચાવશે. આ ફિલ્મ દશેરાના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ દિવસે કંગના રનૌતની ‘તેજસ’, દિવ્યા ખોસલાની ‘યારિયાં 2’ અને ત્રીજી ‘પ્યાર હૈ તો હૈ’ ફિલ્મ પણ રિલીઝ થશે.
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.