SarkariYojna
આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો ભારતમાં ક્યાં અને કેટલા વાગ્યે દેખાશે?
આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ : આજે કારતક પૂનમ અને દેવ દિવાળી (8 નવેમ્બર)ના રોજ સાંજે પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. દેશના પૂર્વ ભાગ સિવાય અન્ય શહેરોમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે, જે 6.19 કલાકે પૂર્ણ થશે. તે પછી ઉપછાયા ચંદ્રગ્રહણ શરૂ થશે અને તે 7.26 વાગ્યા સુધી રહેશે.
આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ
ગ્રહણને લઈ ધર્મસ્થાનોના દરવાજા ભક્તો માટે બંધ : નવા વર્ષમાં એક જ વર્ષમાં બે વખત ગ્રહણના યોગ સર્જાયા છે. સૂર્ય ગ્રહણ બાદ હવે દેવ દિવાળી એટલે કે પૂનમના દિવસે ચંદ્ર ગ્રહણનો યોગ સર્જાયો છે. આ ચંદ્ર ગ્રહણને લઈ સુરતના તમામ ધર્મસ્થાનો બંધ રહેશે. જેને લઇ તેની આગલી સાંજથી જ ધર્મ સ્થાનોના પૂજારીઓ અને સંસ્થાપકો દ્વારા ધર્મસ્થાનોને વિધિવત દર્શન માટે બંધ કર્યા હતા. દેવી-દેવતાઓના ધર્મસ્થાનોની વ્યવસ્થિત સાફ-સફાઈ કરીને દેવી દેવતાઓને નવરાવીને ગ્રહણના લાગતા વેધ પહેલા કપડું ઢાંકીને દર્શન માટે બંધ રાખવા પડતા હોય છે. જેને લઇ સુરતના મોટા મોટા દેવી-દેવતાઓના ધર્મસ્થાનોને ધર્મગુરુઓ દ્વારા આગલા દિવસથી જ તૈયારી સાથે ભક્તોના દર્શન માટે બંધ કર્યા હતા.

ચંદ્ર ગ્રહણનો સવારે છ વાગ્યાથી લાગશે વેધ
સુરતના અડાજનમાં આવેલ પ્રખ્યાત ગંગેશ્વર મહાદેવ મંદિરના મહારાજ દીપકભાઈ જોશીએ જણાવ્યું હતું કે, આ વખતે એક જ મહિનામાં બે વખત ગ્રહણના યોગ સર્જાયા છે. કારતક સુદ પૂનમને દિવસે ખગ્રાસ ચંદ્ર ગ્રહણનો યોગ સર્જાયો છે. આ ચંદ્ર ગ્રહણ બપોરે 2:40 વાગે સ્પર્શવાનું છે તેના આઠ કલાક પહેલા ગ્રહણનો વેદ લાગતો હોય છે જેને લઇ ચંદ્રગ્રહણ નો વિવિધ સવારે 6:00 વાગ્યાથી શરૂ થઈ જશે અને જેને લઇ તમામ ધર્મસ્થાનોના દેવી દેવતાઓને ચોખા કપડાં વડે ઢાંકી દેવા પડતા હોય છે. આ દિવસે જ્યાં સુધી ચંદ્ર ગ્રહણ મોક્ષમાં ન જાય ત્યાં સુધી ધર્મસ્થાનોના દરવાજા ભક્તોના દર્શન માટે ખોલાતા નથી. જેને લઇ ગ્રહણનો મોક્ષ સાંજે 6:19 કલાકે છે. જેથી ગંગેશ્વર મહાદેવ મંદિરના દરવાજા સાંજે 7:30 વાગે ખોલવામાં આવશે.
આ પણ વાંચો – મફત પ્લોટ યોજના 2022 , ફોર્મની માહિતી માટે અહીં ક્લિક કરો

ભક્તો માટે ગ્રહણના સમયની મંદિરમાં આપી જાણકારી
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલું ધાર્મિક આસ્થા સાથે જોડાયેલું પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ચંદ્ર ગ્રહણ વિશેની તમામ માહિતી ભક્તોને પૂરી પાડવામાં આવી હતી. ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે કારતક સુદ પૂનમને ખગ્રાસ ચંદ્ર ગ્રહણનો જે યોગ સર્જાયો છે તેની અસર ક્યારથી શરૂ થશે અને તે ક્યારે પૂર્ણ થશે તે તમામ બાબતની માહિતી દર્શાવી હતી. જેને લઇ આ સમય દરમિયાન મંદિરોના ધાર્મિક સ્થાનો શા માટે બંધ રહેશે તે પણ દર્શાવવામાં આવ્યું હતું. જેને લઇ ગંગેશ્વર મંદિર સાથે જોડાયેલ ભક્તોની આસ્થા બની રહે અને ભક્તો ચંદ્ર ગ્રહણ વિશેની માહિતીથી પણ જાણકાર થાય તેવો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો : ગુજરાતના નવા નકશા ઓનલાઇન જુઓ, જાણો સંપૂર્ણ માહિતી
જાણો ભારતમાં ચંદ્રગ્રહણ ક્યાં અને કેટલા વાગ્યે દેખાશે?
આજે સાંજે 4.23 વાગ્યાથી અરૂણાચણ પ્રદેશના ઈટાનગરમાં પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. દેશના પૂર્વ ભાગ સિવાય અન્ય શહેરોમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે, જે 6.19 કલાકે પૂર્ણ થશે. તે પછી ઉપછાયા ચંદ્રગ્રહણ શરૂ થશે અને તે 7.26 વાગ્યા સુધી રહેશે.

સવારે 6થી સાંજે 6:19 સુધી ચંદ્ર ગ્રહણની અસર વર્તાશે
સુરતના અડાજન વિસ્તાર ખાતે આવેલ સુપ્રસિદ્ધ ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ચંદ્ર ગ્રહણની માહિતી આપતા ભક્તોને જણાવવામાં આવ્યું હતું કે, ગ્રહણ બપોરે 2:40 કલાકે સ્પર્શ કરવાનું છે. તેના આઠ કલાક પહેલા સવારે 6:00 કલાકે ગ્રહણનો વેધ લાગી જશે. જેથી ગ્રહણની શરૂઆત વહેલી સવારથી જ શરૂ થઈ જશે. ત્યારબાદ સાંજે 4:29 કલાકે ગ્રહણ મધ્ય પહોંચશે અને સાંજે 6:19 કલાકે ચંદ્ર ગ્રહણનું મોક્ષ થઈ જશે. જેથી આ સમય દરમિયાન મંદિર ભક્તોના દર્શન માટે બંધ રહેશે. મંદિર સાંજે 7:30 કલાકે ભક્તો માટે ખોલવામાં આવશે. ત્યારબાદ દિવસની મુખ્ય આરતી સાંજે 8:00 કલાકે કરવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
ચંદ્રગ્રહણમાં આ કામ અવશ્ય કરવું
ચંદ્રગ્રહણ દરમિયાન ગ્રહણના સમયે દાન કરવું જોઈએ અને કોઈપણ જરૂરિયાતમંદને ભોજન, વસ્ત્ર કે પૈસા દાન કરવા જોઈએ. ગ્રહણ સમયે, વ્યક્તિએ તેમના પ્રિય દેવતાઓની પ્રાર્થના કરવી જોઈએ અથવા ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. તે જ સમયે, ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરવું જોઈએ. ગ્રહણ પછી ગંગાજળનો મંદિર અને આખા ઘરમાં છંટકાવ કરવો જોઈએ. આમ કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.
ચંદ્રગ્રહણ શા માટે થાય છે?
દીપક માલવિયાએ જણાવ્યું કે વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ ભારત, દક્ષિણ પૂર્વ યુરોપ, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા અને હિંદ મહાસાગર સહિત ઘણા એશિયન દેશોમાં દેખાશે. ખગોળશાસ્ત્ર અનુસાર, જ્યારે પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે છે, ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે અને તે દેખાતો નથી, આ સ્થિતિને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. જો કે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ એક ભૌગોલિક ઘટના છે, પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં તેનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે.
Source : www divyabhaskar co in
નોંધ – Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. માહિતીએપ તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ચંદ્રગ્રહણ 2022 તારીખ
ચંદ્રગ્રહણ આ વર્ષે 8 નવેમ્બરના રોજ સાંજે પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે.
ભારતમાં ચંદ્રગ્રહણ ક્યાં અને કેટલા વાગ્યે દેખાશે?
આજે સાંજે 4.23 વાગ્યાથી અરૂણાચણ પ્રદેશના ઈટાનગરમાં પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. દેશના પૂર્વ ભાગ સિવાય અન્ય શહેરોમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે, જે 6.19 કલાકે પૂર્ણ થશે. તે પછી ઉપછાયા ચંદ્રગ્રહણ શરૂ થશે અને તે 7.26 વાગ્યા સુધી રહેશે.
મહત્વપૂર્ણ કડીઓ
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in