google news

બિપોરજોય વાવાઝોડાની અતિ ભયંકર ચેતવણી, ઓખા બંદર પર અતિ ભયંકર 10 નંબરનું સીગનલ લગાવાયું, વાંચો શું છે આ સીગનલ

બિપોરજોય વાવાઝોડાની અતિ ભયંકર ચેતવણી : ગુજરાતવાસીઓ બિપોરજોય વાવાઝોડાથી સાવધાન, આવી રહ્યું છે ખતરનાક વાવાઝોડું બિપોરજોય, બિપોરજોય વાવાઝોડું ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠે ટકરાય એવી પૂરી શક્યતાને લઈને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ઓખા બંદર પર 10 નંબરનું અતિ ભયંકર સીગનલ લગાવી દેવામાં આવ્યું છે, આ 10 નંબરનું સ્ટ્રોમ વોર્નિંગ સીગનલ સૂચવે છે કે પવનની ઝડપ 120-220 કિમીની છે અને બિપોરજોય વાવાઝોડું અતિભયંકર પરિસ્થિતમાં છે.

બિપોરજોય વાવાઝોડાની અતિ ભયંકર ચેતવણી

આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બિપોરજોય વાવાઝોડા અંગે જણાવ્યું છે કે, બિપોરજોય વાવાઝોડાને હળવાશથી લેવાની જરૂર નથી. પરંપરાગત મૃક્ષિક નક્ષત્રમાં આ વાવાઝોડું આવી રહ્યું છે.

જોજો હો આ બિપોરજોય વાવાઝોડાને હળવાથી ન લેતા : અંબાલાલ પટેલ

બિપરજોય વાવાઝોડું વધુ ભયાનક રહેવાની શક્યતા છે. માંડવીની આસપાસ વાવાઝોડાના લેન્ડફોલ થવાની શક્યતા છે. વાવાઝોડા દરમિયાન 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે બિપોરજોય વાવાઝોડું આવશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં વાવાઝોડાની વધુ અસર થશે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી વાવાઝોડાની અસર થશે. આજથી 2 દિવસ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે.

ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે વાવાઝોડું આવશે. વાવાઝોડા દરમિયાન થંડરસ્ટ્રોમનું પ્રમાણ ભયાનક રહેશે. વાવાઝોડામાં માલહાનિની શક્યતા હોવાથી તકેદારી રાખવી જરૂરી છે.

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત આજના હવામાન સમાચાર જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

બિપોરજોય વાવાઝોડાની અતિ ભયંકર ચેતવણી
બિપોરજોય વાવાઝોડાની અતિ ભયંકર ચેતવણી
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો