Ambalal Patel Cyclone Alert Prediction : ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય છતાં નવરાત્રિ દરમિયાન એક એવી મજબૂત સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેનાથી વરસાદ આવશે. નવરાત્રિના કેટલાક નોરતાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને 17 થી 19 સપ્ટેમ્બરની વચ્ચે ભારે પવન અને કરા સાથે વરસાદ પડી શકે છે. આનુ કારણ વાવાઝોડાની અસર છે. બિપોરજોય વાવાઝોડા બાદ ગુજરાતમાં વધુ એક વાવાઝોડું દસ્તક આપી રહ્યું છે, જેની સીધી અસર ગુજરાતીઓના સૌથી મોટા તહેવાર નવરાત્રિ પર પડશે. આ નવરાત્રિમાં મેઘરાજા ખેલૈયાઓનો ખેલ બગાડશે.
હવામાન વિભાગ અને અંબાલાલ દ્વારા નવરાત્રિમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, 17થી 19 વચ્ચે પશ્ચિમી વિક્ષેપને લઈ વરસાદની શક્યતા છે. હિમાચલથી ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. આગામી સમયને લઈ હવામાન વિભાગની આગાહી છે. આગામી 14 તારીખ સુધી વરસાદની શક્યતા નહિવત છે. પરંતું 14 ઓક્ટોબર બાદ વેસટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે. 14 ઓક્ટોબર બાદ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હાલ રાજ્યમાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ચીન તરફ એક સાયક્લોન બન્યું છે જે તાઇવાનના ભાગથી બંગાળના ઉપસાગરમાં આવશે. જેના કારણે આ સિસ્ટમ ફરી બંગાળના ઉપસાગરમાં ફરી હલચલ મચાવી શકે છે. જેથી 10મી ઓક્ટોબરની આસપાસ બંગાળના ઉપસાગરમાં ફરી ચક્રવાતનું એંઘાણ છે. આ સાથે અરબ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. આ સિસ્ટમ 10થી 12 ઓક્ટોબરમાં ફરી અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય બનીને મજબૂત થઇ શકે છે.
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.