Connect with us

SarkariYojna

08 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

Published

on

08 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 08/08/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 08/08/2022

ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? વગેરે.

Gujarat Gyan Guru Quiz Questions Bank 08/08/2022

08 August School Quiz Bank Question No. 1 To 125

  • 1. ભારત-ઈઝરાયેલ દ્વારા હોર્ટીકલ્ચર માટે સંયુક્ત રીતે સ્થપાયેલ સેન્ટર ઓફ એકસેલન્સ ગુજરાત રાજ્યમાં કેટલા છે?
  • 2. ગુજરાતમાં દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે?
  • 3. ગુજરાતમાં શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 ક્યારે અમલમાં આવ્યો?
  • 4. લકુલીશ યુનિવર્સિટી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે?
  • 5. ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓને પ્રદર્શિત કરવા માટે વર્ષ 2022 માં દ્વિવાર્ષિક રીતે કયું સામયિક પ્રકાશિત થાય છે?
  • 6. ‘ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજનાની જાહેરાત કયા વર્ષે કરવામાં આવી?
  • 7. ક્રૂડ ઓઇલને ઓઇલ ફિલ્ડથી રિફાઇનરીઓમાં આંતરિક પરિવહન મુખ્યત્વે શેના દ્વારા કરવામાં આવે છે?
  • 8. ગુજરાત રાજયમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે નાણાકીય વર્ષ 2020-21માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે?
  • 9. ભારતમાં રિઝર્વ બેંક સ્ટાફ કોલેજ ક્યાં આવેલી છે?
  • 10. ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય તથા BPL કાર્ડ ધારકોને દર મહીને કાર્ડદીઠ કેટલાં રાહતદરે આયોડિનયુક્ત મીઠાનું વિતરણ કરવામાં આવે છે?
  • 11. કઈ યોજના દેશમાં કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સંસ્કૃતિ મંત્રાલય હેઠળની એક છત્ર યોજના છે ?
  • 12. ગુજરાતની તાપી નદી કયા દેવતાની પુત્રી માનવામાં આવે છે ?
  • 13. ગુજરાતી ભાષાની પ્રથમ બોલતી શોર્ટ ફિલ્મ કઈ છે?
  • 14. એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર કયાં આવેલું છે ?
  • 15. ભારતમાં દરરોજ થતી એકમાત્ર હેરિટેજ વોક(પદયાત્રા) કઈ છે ?
  • 16. ‘મંગળ મંદિર ખોલો’ કાવ્યના રચયિતાનું નામ જણાવો?
  • 17. મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં નિર્માણ પામ્યું હતું?
  • 18. કાકાસાહેબ કાલેલકરની માતૃભાષા કઇ હતી ?
  • 19. બૌદ્ધ ધર્મનું સાહિત્ય કયા નામે ઓળખાય છે ?
  • 20. આર્યભટ્ટે શેની શોધ કરી હતી ?
  • 21. હિંદુ પંચાંગ પ્રમાણે આવતા ચોથા મહિનાનું નામ શું છે ?
  • 22. મહાભારતના મહાનાયક કોણ છે?
  • 23. ‘જન ગણ મન’ એ રાષ્ટ્રગીત કોની રચના છે?
  • 24. સ્વતંત્ર ભારતના પ્રથમ બ્રિટિશ ગવર્નર જનરલ કોણ હતા?
  • 25. સેસ્બેનિયા ગ્રાન્ડિફ્લોરા (અગસ્ત્ય) છોડ કયા સપ્તર્ષિ (સાત ઋષિ) સાથે સંબંધિત છે?
  • 26. નીચેનામાંથી કયા વૃક્ષનો ઉપયોગ હાયપરગ્લાયસેમિયામાં થાય છે?
  • 27. 72 વર્ષીય આદિવાસી મહિલા તુલસી ગૌડા કે જે 12 વર્ષની ઉંમરથી વૃક્ષો વાવે છે, તેમને કયું સન્માન આપવામાં આવ્યું છે?
  • 28. ગુજરાતમાં આવેલ પૂર્ણા વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે?
  • 29. કયા શહેરને ‘ફૂલોનું શહેર’ કહેવામાં આવે છે?
  • 30. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-5 કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે?
  • 31. અનુસૂચિત જાતિની કન્યાઓને સાયકલ સહાય કઇ યોજના દ્વારા આપવામાં આવે છે?
  • 32. પબ્લિક ડોમેન VSAT નેટવર્કમાં VSATનું પૂરું નામ શું છે?
  • 33. સામાજિક સંરક્ષણ કલ્યાણની 12 અને રોજગારીની 6 યોજનાનો લાભ કયા કાર્ડ ધારક મેળવી શકે છે?
  • 34. જલ વિદ્યુત શક્તિને સફેદ કોલસો શા માટે કહેવામાં આવે છે?
  • 35. એરોપ્લેનની શોધ કોણે કરી હતી?
  • 36. કઈ રાષ્ટ્રીય યોજનાની ટેગલાઇન “કેચ ધ રેઈન, વ્હેર ઈટ ફોલ્સ, વેન ઈટ ફોલ” છે?
  • 37. ગૃહ મંત્રાલય અંતર્ગત સી.એ.પી.એફ (CAPF) નું પૂરું નામ શું છે?
  • 38. કાઝીરંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે?
  • 39. ઇફ્કો (ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કોઓપરેટિવ લિમિટેડ)ના ભારતના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટનું ઉદ્ઘઘાટન કોણે કર્યું?
  • 40. નીચેનામાંથી કયો બિનચેપી રોગ છે ?
  • 41. NQASનું પૂરું નામ શું છે?
  • 42. 2020 માં કોલકાતા, પશ્ચિમ બંગાળમાં એક સંકલિત સ્ટીલ કેન્દ્રની સ્થાપના કરીને પૂર્વ ભારતના વિકાસને વેગ આપવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો?
  • 43. વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઉછેર કેન્દ્ર કાર્યરત છે?
  • 44. ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત કયાં સ્થપાઈ હતી?
  • 45. ભારતમાં સૌપ્રથમ સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કયાં થઈ હતી ?
  • 46. વર્ષ 2022 સુધીમાં ભારતના કેટલા રાજ્યોમાં જન શિક્ષણ સંસ્થાન (JSS) ઉપલબ્ધ છે?
  • 47. આઈ.ટી.આઈ. ના એસ.સી,એસ.ટી. અને બક્ષીપંચ તાલીમાર્થીઓને માસિક કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે?
  • 48. ન્યાય- સામાજિક, આર્થિક અને રાજકીય બાબતનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
  • 49. બંધારણના કયા અનુચ્છેદમાં નાગરિકો માટે સમાન નાગરિક સંહિતાની જોગવાઈ છે?
  • 50. ભારતની સર્વોચ્ચ અદાલતનું અધિકારક્ષેત્ર કોના દ્વારા વિસ્તૃત થઈ શકે છે ?
  • 51. ભારતીય સંસદના નીચલા ગૃહને શું કહેવાય છે ?
  • 52. કયો અધિનિયમ ફેક્ટરીઓ, ઓઇલફિલ્ડ્સ, ખાણો અને પ્લાન્ટેશનમાં કામ કરતા કર્મચારીઓને આપવામાં આવતી સેવાઓ માટે નાણાકીય પુરસ્કાર પ્રદાન કરે છે?
  • 53. સૌપ્રથમ ભારતરત્ન મેળવનાર વિદેશી નાગરીક કોણ હતા?
  • 54. સંસદની સ્થાયી સમિતિ હેઠળ કેટલા પ્રકારની સમિતિઓ આવે છે?
  • 55. આપત્તિ પ્રતિભાવમાં સમુદાય સ્વયંસેવકોની તાલીમ (આપદા મિત્ર) ની યોજના માટે ગુજરાતમાં કયા સૌથી વધુ પૂરની સંભાવના ધરાવતા જિલ્લાની ઓળખ કરવામાં આવી છે?
  • 56. સરદાર સરોવર ડેમની લંબાઈ કેટલી છે?
  • 57. ગુજરાતમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાણી પુરવઠા યોજનાઓ માટે કઈ બે નગરપાલિકાઓને મંજૂરી મળેલ છે?
  • 58. ભારતનું પ્રથમ સ્માર્ટ સિટી કોના હસ્તે શરૂ કરાયું હતુ?
  • 59. સ્માર્ટ વિલેજ પ્રોગ્રામ માટે કેટલા ગામો પસંદ કરવામાં આવશે?
  • 60. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત મહિલાઓને અપાતી લોનની રકમનું વ્યાજ કોણ ભોગવતું હોય છે?
  • 61. આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII), અમદાવાદ એ કોનું ટેકનિકલ સપોર્ટ પાર્ટનર છે?
  • 62. સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ક્યા શહેરમાં આવેલુ છે?
  • 63. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ 20મી જૂન, 2022ના રોજ 280 કિલોમીટરના સેટેલાઇટ ટાઉનશિપ રિંગ રોડનો (STRR) ક્યાં શિલાન્યાસ કર્યો હતો?
  • 64. ફેમિલી ઓપીડી અને આઈઆરસીટીસીના સંયુક્ત ઉપક્રમ દ્વારા કેવા પ્રકારનું પ્રવાસન પૂરું પાડવામાં આવે છે?
  • 65. અમદાવાદના સાયન્સ સિટીમાં રોબોટિક ગૅલેરીનું ઉદઘાટન કોણે કર્યું છે ?
  • 66. માર્ચ 2019 સુધી ઓરિસ્સામાં વિજયવાડા-રાંચી માર્ગ પર કેટલું કામ પૂર્ણ થયેલ છે?
  • 67. નીચેનામાંથી વિકલાંગ વ્યક્તિઓ માટે રાષ્ટ્રીય ડેટાબેઝ કયો છે?
  • 68. કિન્નરો માટેનો (અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 2019 ક્યારે અમલમાં આવ્યો જે કિન્નરોના કલ્યાણની ખાતરી કરવા માટેનું પ્રથમ નક્કર પગલું છે?
  • 69. પીએમ મફત સિલાઈ મશીન યોજનાના લાભ માટે લાયક મહિલાઓની ઉંમરની કેટલી હોવી જોઈએ?
  • 70. પી.એમ.કે.વી.વાય. યોજનાનું આખું નામ શું છે?
  • 71. ગુજરાત સ્પોર્ટ પોલીસી 2022 – 2027 અંતર્ગત નવા ઉચ્ચ પ્રદર્શન કેન્દ્ર (HPCS)માંથી એક ખાસ કેન્દ્રનો હેતુ કઇ રમતનાં પ્રશિક્ષણ માટે હશે?
  • 72. ગુજરાતના કયા શહેરના સ્ટેડિયમાં ક્રિકેટર સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પોતાના 30,000 રન પૂરા કર્યા હતા?
  • 73. ‘બકરાં એકમની સ્થાપના’ માટે અનુસૂચિત જનજાતિની કઈ મહિલા લાભાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે?
  • 74. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘મિશન શક્તિ યોજના’ હેઠળ મહિલાઓ માટે સંકલિત રાહત અને પુનર્વસન ગૃહનું નામ શું છે?
  • 75. કારની બેટરીમાં વપરાતો ઇલેક્ટ્રોલાઇટ શું છે ?
  • 76. સાયલન્ટ કિલર તરીકે ઓળખાતા કેન્સરનું નામ જણાવો?
  • 77. પદાર્થની ઘનતા કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે?
  • 78. મહાત્મા ગાંધીએ કેટલા સ્વયંસેવકો સાથે દાંડીકૂચ શરૂ કરી હતી?
  • 79. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) કયા મંત્રાલય હેઠળ આવે છે ?
  • 80. ભારતનેટ પ્રોજેક્ટ અગાઉ કયા નામથી ઓળખાતો હતો?
  • 81. ઘણી સરકારી સેવાઓ મેળવવા માટેની એપ કઈ છે ?
  • 82. ગુજરાતનું સૌથી જૂનું તોરણ ક્યાં આવેલું છે ?
  • 83. માનસ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ?
  • 84. ભારતમાં કયું શહેર મોતીનું શહેર તરીકે ઓળખાય છે?
  • 85. ‘કરો યા મરો’ આ સૂત્ર કઈ લડતે આપ્યું છે?
  • 86. ચંદ્રગુપ્ત મૌર્યએ કયા ગ્રીક શાસકને હરાવ્યો હતો?
  • 87. ‘કૌટિલ્ય’ નામથી કોણ જાણીતું છે?
  • 88. કઈ નદી ‘ સૂર્યપુત્રી ‘તરીકે ઓળખાય છે ?
  • 89. હિમાલયન બર્ડ પાર્ક ક્યાં આવેલું છે ?
  • 90. સુમો નીચેનામાંથી કયા દેશની રાષ્ટ્રીય રમત છે?
  • 91. 2023 ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) સત્રના યજમાન તરીકે કયા ભારતીય શહેરની પસંદગી કરવામાં આવી છે?
  • 92. ઓલિમ્પિક દિવસ કયા દિવસે ઉજવવામાં આવ્યો હતો?
  • 93. કયા પ્રાચીન ભારતીય ચિકિત્સકને સર્જરીના પિતા તરીકે ઓળખવામાં આવે છે?
  • 94. નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબત બંધારણના કયા ભાગમાં આવે છે ?
  • 95. ‘વિશ્વ નૃત્ય દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 96. દિવસમાં કયારે વાતાવરણમાં સાપેક્ષ ભેજનું પ્રમાણ ઓછામાં ઓછું હોય છે?
  • 97. પૂરને અટકાવવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?
  • 98. ભારતીય વાયુસેનાના પહેલા અને એકમાત્ર ફાઈવ સ્ટાર ઓફિસર કોણ હતા?
  • 99. શ્રી વર્ગીસ કુરિયનને વર્ષ 1999માં કયા ક્ષેત્ર માટે પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો?
  • 100. ભારત સરકાર દ્વારા આપવામાં આવતા રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કારોની વયમર્યાદા કેટલી છે?
  • 101. ભૂપેન હઝારિકાને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા?
  • 102. વિશ્વમાં ઑક્ટોબર મહિનાનો બીજો બુધવાર કયા દિવસ તરીકે ઉજવાય છે?
  • 103. ‘આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 104. સાંકેતિક ભાષાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે હોય છે ?
  • 105. પેનિસિલિનની શોધ કોણે કરી?
  • 106. કાંકરાપર બંધ કઈ નદી પર છે?
  • 107. ISSF જુનિયર વર્લ્ડ કપ 2022માં ભારતે કયા દેશમાં કુલ 33 મેડલ જીત્યા છે?
  • 108. ‘મુખડાની માયા લાગી રે મોહન પ્યારા’ પ્રસિદ્ધ પંક્તિ કયા મધ્યકાલીન કવિની છે ?
  • 109. કયો દેશ તાજેતરમાં જર્મનીને પછાડીને ચોથું સૌથી મોટું ઓટોમોટિવ માર્કેટ બન્યું?
  • 110. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. સિન્ધુવિજય સબમરીન કયા વર્ગની સબમરીન છે?
  • 111. ‘ભૂલો ભલે બીજું બધુ માં-બાપને ભૂલશો નહી’ લોક્ભોગ્ય રચનાના રચયિતા કોણ છે ?
  • 112. ગૌતમ બુદ્ધનું મૂળ નામ શું હતું ?
  • 113. મહાભારત કેટલા પર્વમાં વહેંચાયેલું છે ?
  • 114. પંચગની હિલ સ્ટેશન ક્યાં આવેલું છે?
  • 115. કેરળનું રાજ્ય વૃક્ષ કયું છે?
  • 116. સંસ્કૃતમાં પંચતંત્રના રચયિતા કોણ છે?
  • 117. જમિની રોય સાથે નીચેનામાંથી શું સંબંધિત છે?
  • 118. કમ્પ્યુટર સાથે જોડાયેલ સ્કેનરનો ઉપયોગ શું છે?
  • 119. નીચેનામાંથી કઈ નોન-વોલેટાઈલ મેમરી ચિપ છે?
  • 120. કયો શબ્દ ‘પેન્ટિયમ’ સાથે સંબંધિત છે?
  • 121. ભારતની કેટલી પર્વતીય રેલ્વેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિયુક્ત કરવામાં આવી છે?
  • 122. આબુમાં આવેલ દેલવાડાના જૈન મંદિર બનાવવામાં કયા પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે?
  • 123. ચુંબકીય ક્ષેત્રનો એકમ શું છે ?
  • 124. એપલ (Apple) ના સહ-સ્થાપકો કોણ છે ?
  • 125. ગુજરાતમાં સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો કયો છે?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 08 ઓગષ્ટ 2022

08 August Collage Quiz Bank Question No. 1 To 125

  • 1. સીડ સ્પાઇસીસ અને રાઇઝોમેટીક સ્પાઇસ એ કયા પાકોના પ્રકારો છે?
  • 2. કચ્છ જિલ્લાના કયા શહેરમાં “ખારેક સંશોધન કેન્દ્ર ” છે?
  • 3. ગુજરાતમાં સ્વદેશી ઓલાદના શ્રેષ્ઠ પશુઓની જાળવણી અને શ્રેષ્ઠ વ્યવસ્થાપન પદ્ધતિઓનો અભ્યાસ કરતા ખેડૂતોને કયો એવોર્ડ આપવામાં આવે છે?
  • 4. વિદ્યાર્થીની ઉદ્યોગ સાહસિકતા અને શોધશક્તિ વધે તે માટેની યોજના કઈ છે ?
  • 5. NCERT દ્વારા રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું?
  • 6. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન-2020માં કઈ સંસ્થાએ પ્રથમ ઇનામ જીત્યું?
  • 7. ગુજરાતના એકમાત્ર શિક્ષણમંત્રી કોણ છે જેમને રાષ્ટ્રપતિનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે?
  • 8. કયા પ્રોગ્રામમાં ગ્રામીણ વિસ્તારોમાં સિંચાઈ અને રહેણાંક/કોમર્શિયલ લોડ ના અલગીકરણનું મુખ્ય પાસું છે જેથી કરીને વીજ ચોરી અટકાવવા પગલાં લઈ શકાય?
  • 9. કિસાન કૃષિ સર્વોદય યોજના હેઠળ ખેડૂતોને કયા સમય દરમિયાન વીજળી મળે છે?
  • 10. ચારણકા સોલર પાર્ક હેઠળ કેટલા વિકાસકર્તાઓને મંજૂરી આપવામાં આવી છે?
  • 11. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત કયા કારણોસર થયેલા મૃત્યુના કિસ્સામાં વીમાની રકમ મળવાપાત્ર છે?
  • 12. GSFSનું પૂરું નામ શું છે ?
  • 13. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત પાંચમી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે?
  • 14. ગુજરાત રાજ્યમાં તા: 31-12-2021ની સ્થિતિએ બે બેટરીબોટો ધરાવતા માછીમારોને ઇલેકટ્રીક સગડી ખરીદવા માટે કેટલી નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે ?
  • 15. સિદ્ધહેમશબ્દાનુશાસન ગ્રંથ કોણે રચ્યો છે?
  • 16. વર્ષ ૧૮૯૫માં બિરસા મુંડાને અંગ્રેજ સરકારે કેટલા વર્ષની સજા કરેલી ?
  • 17. ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે ?
  • 18. અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો?
  • 19. ગુજરાતી ગઝલના ‘ગાલિબ’ તરીકે કોણ જાણીતા છે?
  • 20. ‘રાઉત નાચ’ લોકનૃત્ય મુખ્યત્વે કયા રાજ્યના આદિવાસી સમુદાયો દ્વારા કરવામાં આવે છે?
  • 21. વાયકોમ સત્યાગ્રહ કયા રાજયમાં થયો હતો?
  • 22. તાસ્કંદ કરાર સમયે ભારતના વડાપ્રધાન કોણ હતા?
  • 23. ભારતમાં સૌપ્રથમ રિઝર્વ બાયોસ્ફિયર કયુ છ ?
  • 24. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Sipuncula જોવા મળે છે?
  • 25. ગુજરાતમાં આવેલ બાલારામ અંબાજી વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
  • 26. ‘મોતિયા દેવ’ તરીકે પણ ઓળખાતા મોતીલાલ તેજાવતનું શહીદ સ્મારક ગુજરાત સરકારે ક્યા નામે બનાવ્યું છે?
  • 27. નીચેનામાંથી કયું શિખર ગીરની ટેકરીઓમાં આવેલ છે?
  • 28. સરકારના કયા મિશનનો ઉદ્દેશ ભારતીય સનદી અધિકારીઓને વધુ સર્જનાત્મક, રચનાત્મક, કાલ્પનિક, નવીન, સક્રિય, વ્યાવસાયિક, પ્રગતિશીલ, ઊર્જાવાન, સક્ષમ, પારદર્શક અને ટેકનોલોજી-સક્ષમ બનાવીને ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે?
  • 29. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ગ્રીન મિશન યોજના અંતર્ગત કઈ-કઈ સેવાઓનો સમાવેશ કરવામાં આવેલ છે?
  • 30. ગુજરાત સરકાર દ્વારા ‘ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ’ની રચના ક્યારે કરવામાં આવી હતી?
  • 31. માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ‘STRIDE ‘ યોજના ક્યારે મંજૂર કવામાં આવી?
  • 32. ભારતનું પ્રથમ ‘NVIDIA AI ટેક્નોલોજી સેન્ટર’ સ્થાપવા માટે કઈ ભારતીય સંસ્થાએ બહુરાષ્ટ્રીય ટેકનોલોજી કંપની ‘NVIDIA’ સાથે ભાગીદારી કરી છે?
  • 33. ભારતમાં ગૃહ મંત્રાલય દ્વારા સાયબર અને માહિતી સુરક્ષા (CIS) વિભાગની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી?
  • 34. ભારતમાં સૌથી લાંબામાં લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય કયું છે ?
  • 35. ભારતનું કયું બંદર અરબી સમુદ્રની રાણી તરીકે ઓળખાય છે?
  • 36. ‘આયુષ્યમાન ભારત યોજના’નો હેલ્પલાઇન નંબર કયો છે?
  • 37. ‘માતા યશોદા ગૌરવ નિધિ’નો હેતુ શું છે?
  • 38. ૨૦૨૨ના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ શું હતી?
  • 39. ગુજરાતના જામનગર ખાતે કયા વર્ષમાં આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી?
  • 40. નીચે આપેલા વિકલ્પોમાંથી ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીસ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) યોજના માટે કોણ અરજી કરી શકે છે?
  • 41. કૃષિ ઉત્પાદનોના પરિવહનમાં ખેડૂતોને મદદ કરવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માર્ગો પર કઈ યોજના શરૂ કરવામાં આવી છે?
  • 42. બેઝ લાઇન સર્વેક્ષણ અને આંબેડકર હસ્તશિલ્પ વિકાસ યોજના, જે નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી)ના ઘટકોમાંનો એક છે તેનો હેતુ શો છે?
  • 43. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત, કઈ પ્ર્વૃતી કરવામાં આવે છે?
  • 44. વેરાવળ કયા પ્રકારના કાપડના ઉત્પાદન માટે જાણીતું છે ?
  • 45. ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના’ હેઠળ વીમાધારકના આંશિક શારીરિક અશક્તતાનાં કિસ્સામાં કેટલું કવરેજ પૂરું પાડવામાં આવે છે?
  • 46. અટલ પેંશન યોજના હેઠળ લાભાર્થીએ ભરવાની પ્રીમિયમની રકમ જે તે વર્ષમા કયા મહિનામા વધારી કે ઘટાડી શકાય છે?
  • 47. ભારત સરકારની SHREYAS યોજના નીચેનામાંથી ક્યા મંત્રાલયના નેજા હેઠળ કાર્ય કરે છે?
  • 48. ભારત સરકાર દ્વારા શરુ કરેલી P.M.K.V.Y યોજનાનુ પૂરું નામ શું છે?
  • 49. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના ઉપ-રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે?
  • 50. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ પર કઇ હાઇકોર્ટનું અધિકારક્ષેત્ર છે?
  • 51. સુપ્રીમ કોર્ટના જજ ઓછામાં ઓછા કેટલા વર્ષથી હાઈકોર્ટના જજ હોવા જોઈએ?
  • 52. ગુજરાત સરકાર દ્વારા રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી?
  • 53. વર્તમાન સમયમાં નીતિ પંચના ઉપાધ્યક્ષ કોણ છે?
  • 54. હાલની પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ભારત સરકારે લોકડાઉન દરમિયાન ખેડૂતોને કેટલા પૈસા આપ્યા હતા?
  • 55. માનવ વિકાસ અહેવાલ કોણ બહાર પાડે છે?
  • 56. સ્માર્ટ સિટી મિશન કોની સાથે સંબંધિત છે?
  • 57. પાણી પૂરવઠા યોજના અંતર્ગત કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે?
  • 58. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ મકાનો કોના નામ પર મંજૂર કરવામાં આવે છે?
  • 59. મહીથી ઢાઢરના મુખપ્રદેશની વચ્ચે આવેલી કાંપથી રચાયેલી કરાડ કયા નામે ઓળખાય છે?
  • 60. ગરીબી ઘટાડવાની વ્યૂહરચનાના ભાગ રૂપે બિનજોડાણ ધરાવતાં રહેઠાણોને જોડાણ આપવા માટે કઈ યોજના અમલમાં છે?.
  • 61. કઈ યોજના નાના અને સીમાંત ખેડૂતોને વૃદ્ધાવસ્થા સુરક્ષા અને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે?
  • 62. મિશન અંત્યોદય કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે?
  • 63. ગુજરાતના કચ્છ જિલ્લામાં કઈ વર્લ્ડ હેરિટેજ સાઈટ આવેલી છે?
  • 64. નીચેનામાંથી ‘UDAN’ યોજનાનું પૂરૂ નામ કયું છે?
  • 65. પ્રવાસન શેના મુખ્ય ચાલકબળ તરીકે ઉભરી આવ્યું છે?
  • 66. શંકરાચાર્યે દ્વારકામાં સ્થાપેલો મઠ કયા નામે ઓળખાય છે?
  • 67. શહેરી વિસ્તારોમાં ‘પંડિત દિનદયાળ આવાસ યોજના’ માટેના લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે?
  • 68. ગુજરાતના કયા શહેરોમાં નવી મેડિકલ કૉલેજ બાંધવામાં આવનાર છે?
  • 69. નીચેનામાંથી કયા પ્રોજેક્ટને હાઇવે માટેના ‘સિગ્નેચર પ્રોજેક્ટ્સ’ હેઠળ ગણતરીમાં લઈ શકાય નહી?
  • 70. કઈ યોજનાનો હેતુ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે OBC વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે?
  • 71. બાબુ જગજીવન રામ છાત્રાલય યોજના હેઠળ છાત્રાલયોના બાંધકામ/સંપૂર્ણતાની પ્રગતિની દેખરેખ અને સમીક્ષા કોણ કરે છે?
  • 72. પીએમ આવાસ યોજનાનું શ્રેષ્ઠ લક્ષણ કયું છે?
  • 73. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની યોજના ‘ધ્રુવ’ કયા બે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે?
  • 74. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે રાજ્યમાં કુલ કેટલા હેલ્પ સેન્ટર્સ કાર્યરત છે?
  • 75. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સામાન્ય પ્રવાહમાં શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજનાનો લાભ લેવા માટે ધોરણ 10માં કેટલા ટકા હોવા જોઈએ?
  • 76. અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની IIM/NIFT/ CEPT/NLU પરીક્ષાના તાલીમ વર્ગો માટે નાણાંકીય સહાય યોજનાનો લાભ લેવા વિદ્યાર્થી કયા ધોરણમાં અભ્યાસ કરતો હોવા જોઈએ?
  • 77. ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે કેટલી નગર રોજગાર વિનિમય કચેરી કાર્યરત છે?
  • 78. आजादी का अमृतमहोत्सव અંતર્ગત સ્પેશિયલ ઓલમ્પિક ભારત સંસ્થા દ્વારા ભારતભરના કેટલા દિવ્યાંગોનો હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું?
  • 79. ‘મમતા ડોળી યોજના’ અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે?
  • 80. ‘મમતા સખી યોજના’ અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે?
  • 81. ગ્રામીણ વિસ્તારમાં લૈંગિક અને શૈક્ષણિક તફાવત દૂર કરવાના ઉદ્દેશ માટે કઈ યોજના કાર્યરત છે ?
  • 82. ઈલોરાની ગુફા સ્થળનું મૂળ નામ શું છે ?
  • 83. સાયમન કમિશન વિરોધી આંદોલનમાં ક્યાં નેતાનું અવસાન થયું?
  • 84. ક્રાંતિકારી નાયિકા રાણી ગાઇડેલ્યુ ક્યાંના હતા?
  • 85. નીચેનામાંથી ‘કોલાર ગોલ્ડફિલ્ડ ધારવાડ પ્રણાલીની કઈ શ્રેણીનું છે?
  • 86. ભારતના હવામાન વિભાગનું વડું મથક ક્યાં આવેલું છે
  • 87. ટોક્યો ઓલિમ્પિકમાં કુસ્તીમાં સિલ્વર મેડલ જીતનાર રવિ દહિયા કયા રાજ્યના છે?
  • 88. થોમસ કપ સાથે કઈ રમત સંબંધિત છે?
  • 89. માનવ શરીરની અંદરની કઈ પ્રક્રિયા હૃદયનો અવાજ પેદા કરે છે?
  • 90. ભારતના રાષ્ટ્રીય વૃક્ષનું નામ શું છે ?
  • 91. રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી ફરજિયાત છે ?
  • 92. ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું ?
  • 93. નીચેનામાંથી કયું બ્રાઇન દ્રાવણના વિદ્યુતવિભાજનનું ઉત્પાદન છે?
  • 94. મધની મુખ્ય શર્કરા કઈ છે?
  • 95. ડૉ. પાંડુરંગ વામન કાણેને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા?
  • 96. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા કલાના ક્ષેત્રમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
  • 97. ‘વિજય દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 98. ભારતમાં ‘રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 99. આસામ થઈને ત્રિપુરા સાથે કયા રાજ્યને જોડતી પ્રથમ જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેન જાન્યુઆરી 2022 માં શરૂ થઈ હતી?
  • 100. નવી દિલ્હીમાં ‘ગરવી ગુજરાત ભવન’નું ઉદ્ઘાટન કોણે કર્યું?
  • 101. ‘ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે ?
  • 102. ચંદ્રયાન-2 દ્વારા કેટલા મોડ્યુલ વહન કરવામાં આવ્યા હતા?
  • 103. ગુજરાત સરકાર દ્વારા 2021 માં રાજ્યના વિકાસમાં નદીઓના યોગદાન તેમજ તેમના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા માટે કયો તહેવાર ઉજવવામાં આવ્યો હતો?
  • 104. નીચેનામાંથી કયો જૈનોનો સૌથી મહત્વપૂર્ણ વાર્ષિક પવિત્ર પર્વ છે?
  • 105. ભારતનું કયુ શહેર ‘સિલિકોન સિટી’ તરીકે પ્રખ્યાત છે?
  • 106. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ‘ગોવર્ધન મઠ’ કયા સ્થળે આવેલું છે?
  • 107. નીચેનામાંથી કોણ બાળ મજૂરી વિરુદ્ધ ઝુંબેશ ચલાવનાર સામાજિક કાર્યકર્તા છે?
  • 108. માનવ શરીરમાં નખ શેમાંથી બને છે?
  • 109. સ્પ્રેડશીટમાં આમાંથી કયો મિશ્ર સંદર્ભ છે?
  • 110. ‘ગિફ્ટ સિટી’નું પૂરું નામ શું છે?
  • 111. જૈન સ્થાપત્ય ‘હઠિસિંહના દેરાં’ ક્યાં આવેલ છે?
  • 112. ભૂમિતિમાં ત્રિકોણનો સૌથી પ્રખ્યાત સિદ્ધાંત કયો છે?
  • 113. પોરબંદર જિલ્લામાં માધવરાયનો મેળો કયા સ્થળે ભરાય છે?
  • 114. ટોક્સિકોલોજી શું છે?
  • 115. નીચેનામાથી ભારતની પ્રથમ કોલસાની ખાણ ક્યા આવેલ છે?
  • 116. ‘કીડી બિચારી કીડલી કીડીનાં લગનિયાં લેવાય….હાલોને કીડીબાઈની જાનમાં ‘- રચના કોની છે ?
  • 117. નીચેનામાંથી કયો પદાર્થ પૃથ્વી પરનો સૌથી સખત પદાર્થ છે?
  • 118. ‘વિશાળે જગ વિસ્તરે નથી એક જ માનવી’ કયા કવિની પંક્તિ છે?
  • 119. યુનેસ્કો દ્વારા વિશ્વ માનવ ધરોહરને દર્શાવતા સાહિત્યની યાદીમાં નીચેનામાંથી કયા ગ્રંથનો સમાવેશ કરવામાં આવ્યો છે?
  • 120. ‘ત્રિપિટક’ કઈ ભાષામાં લખાયેલું છે?
  • 121. જો કોઈ વ્યક્તિ કોઈ ખોરાક ગળતી વખતે અચાનક ઉધરસ શરૂ કરે, તો તે કયા અંગની અયોગ્ય હિલચાલના પરિણામે હોઈ શકે છે?
  • 122. કમ્પ્યુટરમાં રીડુ (Redo) કરવા માટે કઈ ટૂંકી કીનો ઉપયોગ થાય છે?
  • 123. નીચેનામાંથી કઈ કોશિકા શ્વસન પ્રક્રિયાનું વહન કરે છે?
  • 124. સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું?
  • 125. ભક્ત કવિયિત્રી ગંગાસતી ક્યાંનાં હતાં?

મહત્વપૂર્ણ લિંક

પ્રેસ નોટ જુઓઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ પરિપત્ર વાંચોઅહીં ક્લિક કરો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશનઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Disclaimerઅહીં મુકવામાં આવેલ તમામ પ્રશ્નો ઓફિશ્યિલ વેબસાઈટ પરથી લીધેલ છે , આ પ્રશ્નો તમારી જાણ માટે મુકવા માં આવેલ છે
Source : https://quiz.g3q.co.in/quizbank

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો કઈ તારીખ ના છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો 08 ઓગષ્ટ 2022ના છે

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 પર ગૂગલ પર સર્ચ કરો.
સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
સ્ટેપ 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is g3q.co.in

08 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
08 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending