google news

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી, 24 જુલાઈ સુધી વરસાદ ભૂક્કા કાઢશે જુઓ અહીં ક્લિક કરીને

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પહેલ ફરી ગુજરાત રાજ્યમાટે આગામી 24મી જુલાઈ સુધી ભારે થી અતિ ભારે વરસાદ રહેવાની આગાહી કરી છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે ભારે વરસાદનો ના લીધે ખેડૂતોને સાવધાની રાખવાની સલાહ પણ આપી છે. અંબાલાલ પટેલે 24મી જુલાઈ સુધી ભારે વરસાદ રહેવાની આગાહી કરી છે.

ગુજરાત રાજ્યમાં ગીર સોમનાથ માં તો મેઘરાજા ની ગાડી માં પંચર પડી ગયું હોઈ એમ મન મૂકી ને વરસી ગયા છે, હજુ પણ વરસાદનુ જોર યથાવત છે. છેલ્લા 27 દિવસમાં ગુજરાતમાં સરેરાશ 61 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે. હજી પણ એક પછી એક સિસ્ટમ આવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. ગુજરાતમાં વરસાદની સ્થિતિ યથાવત રહેશે જેના કારણે વરસાદનું જોર હાલ ઘટવાની શક્યતાઓ નથી.

સમગ્ર રાજ્યના ખેડુતો હવે મેઘરાજા એમની બેટીંગ પૂર્ણ કરે એવી આશા લઈને બેઠા છે પરંતુ હજુ પણ સમગ્ર રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટલે અગાઉ હાલના સમય માટે આગાહી કરીને ભારે વરસાદનો વરતારો કર્યો હતો, જોકે હજુ પણ તેમણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રાજ્યભના વિવિધ ભાગોમાં થવાની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં તેમણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે એવી શક્યતાઓ વ્યક્ત કરી છે.

સમગ્ર રાજ્યમાં આજે પણ દમણ દાદરાનગર હવેલી, વલસાડ માં ભારે વરસાદની સંભાવનાઓ છે. તેમજ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત , તાપી, સુરેન્દ્રનગર જુનાગઢ ગીર સોમનાથ અને બોટાદમાં ભારે વરસાદ થશે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, છેલ્લા કેટલાય દિવસથી વરસાદ રાજ્યમાં વરસી રહ્યો છે. હજુ આગામી દિવસમાં વરસાદની સ્થિતિ યથાવત રહેશે. આજથી 24 જુલાઈ સુધી ભારે વરસાદ રહેશે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના આહવા ડાંગ વલસાડ, નવસારી, સુરતમાં પણ ભારે થી અતિ ભારે વરસાદ રહેશે તેવી સંભાવનાઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે.

અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલ
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો