SarkariYojna
Vivoનો વિસ્ફોટ ! ત્રણ દમદાર સ્માર્ટફોન લોન્ચ, કેમેરાથી લઈ પ્રોસેસર છે ખાસ, જાણો કિંમત
Vivo X90 Series Launched: Vivoએ તેની નવી સ્માર્ટફોન સિરીઝ લૉન્ચ કરી છે. Vivo X90 Pro Plus એ કંપનીનો લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન છે. આમાં Qualcomm Snapdragon 8 Gen 2 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે Vivo X90 Pro અને X90 માં MediaTek Dimensity 9200 ચિપસેટ આપવામાં આવી છે.
Vivoએ પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન X90 સિરીઝ લૉન્ચ કરી દીધો છે. કંપનીએ આ શ્રેણીમાં ત્રણ મોડલ રજૂ કર્યા છે. આમાં Vivo X90 Pro Plus, Vivo X90 Pro અને Vivo X90 સામેલ છે. Vivo X90 Pro Plus માં લેટેસ્ટ Qualcomm Snapdragon 8 Gen 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો – Drishyam 2 : દ્રશ્યમ 2 એ સતત 5મા દિવસે બોક્સ ઓફિસ પર દબદબો જમાવ્યો, આટલા કરોડની કમાણી કરી…
Vivo X90 Pro Plusના ફીચર્સ
Vivo X90 Pro Plusમાં 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે 6.78-ઇંચ વક્ર LTPO 4 AMOLED સ્ક્રીન છે. આ પેનલમાં 2K પિક્સલ રિઝોલ્યુશનને સપોર્ટ આપવામાં આવ્યું છે. કંપનીએ તેમાં Qualcomm Snapdragon 8 Gen 2 ચિપસેટનો ઉપયોગ કર્યો છે.
આ ફોન 12GB સુધી LPDDR5X RAM અને 512GB સુધી UFS4.0 સ્ટોરેજ સાથે આવે છે. આ ફોન Android 13 આધારિત OriginOS 3 પર કામ કરે છે. ફોટોગ્રાફી માટે તેના પાછળના ભાગમાં ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. તેનો પ્રાથમિક કેમેરા 50-મેગાપિક્સલનો છે.
આ સાથે, 65-મેગાપિક્સલ સેન્સર, 50-મેગાપિક્સલ સેન્સર અને 48-મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ લેન્સ આપવામાં આવ્યા છે. તેના ફ્રન્ટમાં સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 80W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે 4,700mAh બેટરી છે.
Vivo X90 Pro અને X90ના ફીચર્સ
Vivo X90 Pro અને X90 પાસે 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે 6.78-ઇંચની સ્ક્રીન છે. બંને ફોનમાં MediaTek Dimensity 9200 ચિપસેટ આપવામાં આવી છે. આ બંને એન્ડ્રોઇડ 13 આધારિત OriginOS 3 પર પણ કામ કરે છે.
આ પણ વાંચો : તમારો મિત્ર ક્યાં ફરે છે, શું છે કોઈના લોકેશનને ટ્રેક કરવાની રીત ?
X90 Proમાં 50-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા છે. આ સાથે 12-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ લેન્સ અને 50-મેગાપિક્સલનો પોટ્રેટ લેન્સ આપવામાં આવ્યો છે. જ્યારે X90માં 50-મેગાપિક્સલનો મુખ્ય, 12-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ અને 12-મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ છે. બંનેના ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
X90 Proમાં 120W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે 4,870mAh બેટરી છે. X90માં 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 4,810mAh બેટરી છે.
Vivo X90 Pro Plus, X90 Pro, X90 કિંમત
આ ત્રણેય ફોન હાલમાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યા છે. વૈશ્વિક ઉપલબ્ધતા વિશે હજુ સુધી માહિતી આપવામાં આવી નથી. Vivo X90 Pro Plusની કિંમત ચીનમાં આશરે રૂ. 74,500 થી શરૂ થાય છે. Vivo X90 Pro ની કિંમત લગભગ 57,250 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે Vivo X90 ની કિંમત લગભગ 42,500 રૂપિયાથી શરૂ થાય છે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in