SarkariYojna
શિયાળા માં ચટાકેદાર પૌષ્ટિક પોંક ની મજા માળતાં શહેરી જનો,ભરૂચ માં ઠેરઠેર પોંન્ક સેન્ટરો ખુલ્યા
શિયાળામાં ચટાકેદાર પૌષ્ટિક પોંન્ક ની લિજ્જત-ભરૂચ જિલ્લામાં ઠેરઠેર લાગ્યા પોંન્ક સેન્ટરો, મઢી,મસાલા વારા પોંન્ક આરોગવાની મજા લેતા શહેરી જનો
શિયાળો આવે ત્યારે પૌષ્ટિક ગરમ પોંન્ક ખાવાનો આનંદ જ કંઈક અલગ હોય છેઃ દક્ષિણ ગુજરાતમાં શિયાળો જામી ગયો છે અને સાથે જ લોકો જેની આતુરતા થી રાહ જોઇને બેઠા હતા એ પોંન્ક નું પણ ભરૂચ જિલ્લામાં આગમન થઇ ચૂક્યું છે.. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પોંન્ક નું ભરુચ જિલ્લા માં આગમન થયું છે,ભરૂચ જિલ્લાના શહેરી વિસ્તાર અને હાઇવે ઉપર પોંન્ક નું વેંચાણ શરૂ થયું છે,
દક્ષિણ ગુજરાતમાં નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી પોંન્ક નું વેચાણ થાય છે,ખાસ ભરુચ જિલ્લામાં જુવાર ના પાક માંથી આ પોંન્ક તૈયાર થાય છે,આ વખતે આ પોંન્ક નો ભાવ કિલો ના રૂપિયા 480 છૅ, જેમજેમ ઠંડીનો ચમકારો તેમતેમ તેના ભાવો પણ વધી રહ્યા છે,ભરુચ જિલ્લામાં આ પોંન્ક ની દુકાનની સંખ્યા પણ વધી જશે,પોંન્ક ખાવા માટે ભરૂચી ઓ એક વર્ષ સુધી રાહ જોતા હોય છે,
જુવારના દંડા ને કાપી તેને ભઠ્ઠી માં નજીવી ગરમી અપાતા જ પોંન્ક તૈયાર થઈ જાય છે,જુવાર ના દુન્ડા માંથી પોંન્ક નો દારો વેડફાઈ ન જાય તે માટે એક કાપડ ની મોટી કોથળીમાં તેને એક લાકડી વડે જાટકવામાં આવે છે,તેથી દાણા કોથણીમાં એકઠા થાય છે,પોંન્ક ના દાણા ને સુપડાથી અલગ ટાળવી તેનું વેચાણ કરવામાં આવે છે,
આ પણ વાંચો: જો તમે શિયાળામાં ફિટ રહેવા માંગતા હોવ તો આજથી જ ખાવાનું શરૂ કરો
કોરોના મહામારી ને લઈ ગત સિઝન માં પોંન્ક સેન્ટરો ઉપર પૂરતા પ્રમાણમાં ગ્રાહકો ન આવતા હતા જેથી પોંન્ક ના વેપારીઓમાં મુજવણ ઉભી હતી,જોકે આ સિઝન ના માર્કેટ રાબેતા મુજબ હોવાથી વેપારીઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે,
ભરુચ જિલ્લા માં ભરુચ અંકલેશ્વર નેશનલ હાઇવે અને શહેરી વિસ્તારોમાં હાલ તો શિયાળાની શીત લહેર વચ્ચે મઢી મસાલા થી ભરપૂર અને ઉપર થી લીંબુ ના નિચોર સાથે ચટાકેદાર સુરતી વાણી ના પોંન્ક ની લિજ્જત ભરુચિઓ માણી રહ્યા છે.ઠેરઠેર પોંન્ક સેન્ટરો પર સવાર થી જ નાસ્તા સ્વરૂપે ઠંડીના ચમકારા વચ્ચે પોંન્ક ની વાનગી આરોગી ભરૂચિઓ સ્વસ્થ અને તંદુરસ્ત મન સાથે પોતાના દિવસની શરુઆત કરી રહ્યા છે.
આ પણ વાંચો: મામાનું ઊંબાડિયું ભરૂચવાસીઓના જીભે વળગ્યું,જાણો કેવી રીતે બને છે સ્વાદિષ્ટ ઊંબાડિયું

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
મહત્વપૂર્ણ નોંધ : આ માહિતી અમે વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી સત્તાવાર વેબસાઈટ પર જઈને માહિતી ચેક કરી લેવી
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in