Education
ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, ગુજરાત બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા મોકૂફ
- 15મી મેના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરી પરીક્ષાની નવી તારીખો જાહેર કરાશે
- ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે
સમગ્ર રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવતા રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લીધો છે. સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 12 ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ આગામી 10મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશના થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. તેમજ ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી 10મી મેથી 25મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે.
Read More : Click Here
ધો.-1 થી 9 અને ધો.-11માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન
રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે, તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022, ઓનલાઈન અરજી @esamajkalyan.gujarat.gov.in
-
ઘરઘંટી સહાય યોજના 2022, ઓનલાઈન અરજી @esamajkalyan.gujarat.gov.in
-
સિલાઈ મશીન માટે ઓનલાઇન ફોર્મ ભરો | Silai Machine Yojana Form Online
-
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2022,આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
-
આગામી 24 કલાકમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ ની આગાહી, જુઓ સંપૂર્ણ માહિતી
- GPSC ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @gpsc.gujarat.gov.in
-
ડેટા એન્ટ્રી ઓપરેટર ની જગ્યાઓ માટે ભરતી 2022 , વાંચો જાહેરાત @apprenticeshipindia.gov.in