SarkariYojna
Royal Enfield લાવી રહ્યું છે ઇલેક્ટ્રિક બાઇક! બાઇકની પહેલી તસવીર થઇ લીક
Royal Enfieldની આ આવનારી ઈલેક્ટ્રિક બાઈકનું નામ ‘Electrik01‘ રાખવામાં આવ્યું છે. તે હાલમાં કંપની જેને ક્વોલિટી ફંક્શન ડેવલપમેન્ટ (QFD) કહે છે તે તેના શરૂઆતના તબક્કામાં છે. કંપનીએ આ બાઇકમાં ગર્ડર સસ્પેન્શનનો ઉપયોગ કર્યો છે.
દેશમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે ત્યારે મોટાભાગના લોકો એ જોવાની રાહ જોઈ રહ્યા છે કે આખરે રોયલ એનફિલ્ડ તેની પહેલી ઇલેક્ટ્રિક બાઇક ક્યારે લૉન્ચ કરશે. વેલ રોયલ એનફિલ્ડનું પહેલુ ઇલેક્ટ્રિક વ્હીકલ આકાર લેવાનું શરૂ કરી દીધું છે અને હવે તેની પ્રથમ તસવીરો પણ ઇન્ટરનેટ પર સામે આવી છે. અહેવાલ મુજબ, રોયલ એનફિલ્ડની આ પહેલી ઇલેક્ટ્રિક બાઇકનું નામ ‘ઇલેક્ટ્રિક01′ રાખવામાં આવ્યું છે અને તે હાલમાં પ્રારંભિક તબક્કામાં છે. જોકે તસવીરમાં બાઈકનો થોડો ભાગ જ દેખાઈ રહ્યો છે, પરંતુ મોટરસાઈકલ એકદમ આકર્ષક લાગે છે.
ઓટોકારના એક રિપોર્ટમાં રોયલ એનફિલ્ડની બાઇકની તસવીર જાહેર કરવામાં આવી છે. જો કે રોયલ એનફિલ્ડે હજુ સુધી આ અંગે કોઈ ઓફિશિયલ માહિતી શેર કરી નથી. અગાઉ રોયલ એનફિલ્ડે સંકેત આપ્યો હતો કે કંપની ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ કરી શકે છે. હાલમાં કંપની ભારતીય બજારમાં તેના વ્હીકલ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. થોડા દિવસો પહેલા કંપનીએ રાઇડર મેનિયા ખાતે તેની આગામી સુપર મીટીઅર 650 રજૂ કરી હતી અને તેનું બુકિંગ પણ કેટલાક પસંદગીના લોકો માટે શરૂ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : બજાજે લોન્ચ કરી નવી લાઇટવેઇટ પલ્સર P150! આ ખાસ ફીચર્સ સાથે કિંમત છે આટલી
Royal Enfield Electrik 01 કેવી છે
જો તમે આ લીક થયેલી તસવીરને જુઓ તો બાઇકના ફ્રન્ટ સાઇડમાં સસ્પેન્શન જેવું ગર્ડર જોઇ શકાય છે. ટેન્કમાં રોયલ એનફિલ્ડ બેજિંગ અને ફ્રેમ પર ‘Electrik01′ લખેલું છે. રાઉન્ડ હેડલેમ્પ, એલોય વ્હીલ્સ અને યુનિક ચેસીસ સાથે ટ્રેડિશનલ ફ્યુઅલ ટેંકનો આકાર બાઇકને પ્રીમિયમ લુક આપે છે. સંપૂર્ણ બાઇકની તસવીર હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, તેથી તેની ડિઝાઇન વિશે અત્યારે વધુ કહેવું મુશ્કેલ છે.
તમને જણાવી દઈએ કે રોયલ એનફિલ્ડની આ ઈલેક્ટ્રિક બાઈક હાલમાં તેના શરૂઆતના તબક્કામાં છે, જેને કંપની ક્વોલિટી ફંક્શન ડેવલપમેન્ટ (QFD) કહે છે. એટલે કે QFD એક એવું મોડેલ છે, જેને જોઈને કસ્ટમરની જરૂરિયાતો અને અપેક્ષાઓ પર કામ કરવામાં આવે છે, જેનો ઉપયોગ અંતિમ પ્રોડર્શનમાં કરી શકાય છે. આ તસવીર હવે ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી હોવાથી તેના વિશેની પ્રતિક્રિયાઓ પણ ઝડપથી આવવા લાગશે.
આ પણ વાંચો : ખજુરભાઇ ઉર્ફે નીતિન જાની એ સગાઇની તસ્વીર શેર કરી , જુઓ કોણ છે તેમની મંગેતર
બાઇક ક્યારે લોન્ચ થશે
અત્યારે રોયલ એનફિલ્ડની આ આવનારી ઈલેક્ટ્રિક બાઈકની લોન્ચિંગ ટાઈમલાઈન વિશે કંઈપણ કહેવું વહેલું ગણાશે. તે પ્રારંભિક તબક્કામાં હોવાથી તેને વિવિધ પ્રકારના ટેસ્ટિંગ અને ડેવલપિંહમાંથી પસાર થવું પડે છે. સામાન્ય રીતે, રોયલ એનફિલ્ડ તેના વ્હીકલને બજારમાં ઉતારતા પહેલા ઘણી વખત રોડ ટેસ્ટ પણ કરાવે છે અને જરૂરિયાત મુજબ અંતિમ પ્રોડક્શનમાં ફેરફાર પણ કરવામાં આવે છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે તેને આવતા વર્ષ સુધીમાં રજૂ કરવામાં આવી શકે છે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in