Connect with us

SarkariYojna

બજાજે લોન્ચ કરી નવી લાઇટવેઇટ પલ્સર P150! આ ખાસ ફીચર્સ સાથે કિંમત છે આટલી

Published

on

અગ્રણી ટુ-વ્હીલર નિર્માતા બજાજ ઓટોએ લાંબી રાહ જોયા બાદ આખરે પલ્સર સીરીઝમાં તેની નવી બાઇક બજાજ પલ્સર 150P લોન્ચ કરી છે. કંપનીએ નવા પલ્સરમાં કેટલાક ખાસ ફેરફારો કર્યા છે, જે તેને તેના સેગમેન્ટમાં વધુ સારા બનાવે છે. એટ્રેક્ટિવ લૂક અને મજબૂત એન્જિન કેપેસિટીથી સજ્જ આ બાઇકને બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. તેના સિંગલ-ડિસ્ક વેરિઅન્ટની કિંમત 1.16 લાખ રૂપિયા અને ટ્વિન-ડિસ્ક વેરિઅન્ટની કિંમત 1.19 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે F250 અને N160 પછી આ ત્રીજી પલ્સર છે જેને નવા પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. કંપનીનો દાવો છે કે બાઇકને સ્પોર્ટી લુક અને ડિઝાઇન આપવા ઉપરાંત તેનું વજન પણ ઓછું કરવામાં આવ્યું છે. Pulsar P150માં કંપનીએ સ્પોર્ટી, શાર્પ ડિઝાઇન એલિમેન્ટનો ઉપયોગ કર્યો છે, આ સિવાય 3D ફ્રન્ટ, ડ્યુઅલ કલર આ બાઇકને વધુ સારી બનાવે છે. જ્યારે સિંગલ-ડિસ્ક વેરિઅન્ટ અપરાઇડ સ્ટાંસ સાથે આવે છે, જ્યારે ટ્વિન-ડિસ્ક સ્પોર્ટી સ્ટાંસ સાથે આવે છે અને સ્પ્લીટ સીટ સાથે પણ મળે છે.

પલ્સર P150માં કંપનીએ નવા 149.68cc એન્જિનનો ઉપયોગ કર્યો છે જે 14.5 Psનો પાવર અને 13.5 Nmનો ટોર્ક જનરેટ કરે છે. અગાઉના મોડલની સરખામણીમાં બાઈકનું વજન લગભગ 10 કિલો જેટલું ઓછું કરવામાં આવ્યું છે અને કંપનીનું કહેવું છે કે આનાથી પાવર-ટુ-વેટ રેશિયોમાં લગભગ 11%નો વધારો થયો છે. બજાજ ઓટો દાવો કરે છે કે 790mm સીટની ઊંચાઈ અને મોનોશોક સસ્પેન્શન બાઇકના રાઇડિંગ એક્સપિરિયન્સમાં સુધારો કરે છે. આ બાઇકને 5 અલગ-અલગ કલર ઓપ્શન સાથે રજૂ કરવામાં આવી છે. જેમાં રેસિંગ રેડ, કેરેબિયન બ્લુ, એબોની બ્લેક રેડ, એબોની બ્લેક બ્લુ અને એબોની બ્લેક વ્હાઇટ સામેલ છે.

દિલ્હીમાં પલ્સર P150ના સિંગલ ડિસ્ક વેરિઅન્ટની કિંમત 1,16,755 રૂપિયા અને ટ્વિન-ડિસ્ક વેરિઅન્ટની કિંમત 1,19,757 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે કોલકાતામાં, સિંગલ ડિસ્કની કિંમત 1,16,563 રૂપિયા અને ટ્વીન-ડિસ્કની કિંમત 1,19,565 રૂપિયા (એક્સ-શોરૂમ કોલકાતા) નક્કી કરવામાં આવી છે. આ મોટરસાઇકલ આજે કોલકાતામાં લોન્ચ કરવામાં આવી હતી અને આગામી અઠવાડિયામાં તેને દેશભરમાં લોન્ચ કરવામાં આવશે.

Bajaj launched the new Pulsar P150

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending