Connect with us

SarkariYojna

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 ફેબ્રુઆરીએ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 મેચ, ટિકિટનું બુકિંગ શરૂ

Published

on

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 ફેબ્રુઆરીએ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 મેચ : T20 મેચની ટિકિટનું બુકિંગ શરૂ: વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 ફેબ્રુઆરીના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 મેચ રમાવવાની છે. 3જી T20મેચની ઓનલાઇન ટિકિટનું બુકીંગ bookmyshow પર શરૂ કરી દેવામાં આવ્યું છે. 500થી લઇ 10,000 સુધીના ટિકિટના ભાવ રાખવામાં આવ્યા છે. સોમવારથી ઓનલાઇન ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે જેને લઈ હવે ક્રિકેટરસિકો ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી અને પોતાની ટિકિટ મેળવી શકશે.

ટિકિટનો ભાવ 500 રૂપિયા

ટિકિટનો દર 500 રૂપિયાથી લઈ 10,000 રૂપિયા નક્કી કરાયો છે. 500, 1000, 2000, 2500, 4000, 6000 તેમજ 10000 રૂપિયાની એક ટિકિટ મળશે. મેદાનની ડાબી અને જમણી બાજુ આવેલા ઉપરના ભાગના K-L અને Q બ્લોકનો ટિકિટનો ભાવ 500 રૂપિયા રહેશે. મેદાનના ચારેતરફ આવેલા B-C-E- F બ્લોકની ટિકિટનો ભાવ 1000 રૂપિયા છે.

એક ટિકિટ 10,000 રૂપિયામાં

મેદાનની ચારેતરફ નીચેના ભાગમાં આવેલી રિલાયન્સ D- E બ્લોકની ટિકિટોનો ભાવ 4000 રૂપિયા નક્કી કરાયો છે. અદાણી પેવેલિયન પ્રીમિયમ વેસ્ટ લેફ્ટ અને રાઈટની ટિકિટનો ભાવ 6000 રૂપિયા છે. જયારે અદાણી બેંકવેટ સીટની એક ટિકિટ 10,000 રૂપિયામાં મળશે. મેદાનમાં ઉપરની તરફ આવેલા R અને J બ્લોકનો ટિકિટનો ભાવ 2000 તેમજ 2500 રૂપિયા નક્કી કરાયો છે.

ફિઝિકલ વેચાણ બંધ

GCAના સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારથી bookmyshowમાં ઓનલાઈન ટિકિટનું બુકિંગ શરૂ થઈ ગયું છે. માત્ર ઓનલાઇન જ ટિકિટ બુક કરી શકાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર ટિકિટનું કોઈપણ ફિઝિકલ વેચાણ કરવામાં આવશે નહીં. Bookmyshow મારફતે ટિકિટ બુક કરી અને ટિકિટ હોમ ડિલિવરી પણ મેળવી શકશે. તેઓએ બુકિંગ ચાર્જ આપવાનો રહેશે.

સૌથી મોટા સ્ટેડિયમમાં મેચ યોજાશે

ટિકિટ બુક કરાવનાર વ્યક્તિને ક્યાંથી ટિકિટ મેળવવાની રહેશે તેની જાણ કરવામાં આવશે. 1 લાખથી વધુ કેપેસિટી ધરાવતા આ સૌથી મોટા સ્ટેડિયમમાં મેચ યોજાવા જઈ રહી છે. ત્યારે મોટી સંખ્યામાં લોકોએ મેચ જોવા માટે ટિકિટ બુકિંગ શરૂ કરી દીધું છે

સોર્સ : દિવ્ય ભાસ્કર

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 ફેબ્રુઆરીએ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 મેચ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 ફેબ્રુઆરીએ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 મેચ

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending