Connect with us

SarkariYojna

Geely Panda : 150 કિમીની રેન્જવાળી મિની ઇલેક્ટ્રિક કાર લોન્ચ, કિંમત 5 લાખ રૂપિયા

Published

on

Geely Panda – ગીલી પાંડા, સમગ્ર વિશ્વમાં ઇલેક્ટ્રિક વ્હીકલ માંગ સતત વધી રહી છે. વ્હીકલ મેન્યુફેક્ચરર પણ આ સેગમેન્ટમાં વધુને વધુ નવા મોડલ રજૂ કરવાનું શરૂ કરી રહ્યા છે. દરમિયાન, ચીનની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક ગીલીએ તેના લોકલ બજારમાં નવી મિની ઇલેક્ટ્રિક કાર ગીલી પાંડા લોન્ચ કરી છે. ખૂબ જ એટ્રેક્ટિવ લૂક અને સુંદર ડિઝાઇનવાળી આ કારની કુલ લંબાઈ માત્ર 3 મીટર છે અને રસપ્રદ વાત એ છે કે તેમાં ચાર લોકો માટે બેઠક વ્યવસ્થા આપવામાં આવી છે. ચીનના બજારમાં નાના ઈલેક્ટ્રિક વ્હીકલ ખૂબ માંગ છે, જેના કારણે કંપનીએ તેના નવા પાંડાને લોન્ચ કરી છે.

Geely Panda – ગીલી પાંડા

તમને જણાવી દઈએ કે ગીલી ઓટો ચીનના માર્કેટમાં જાણીતી કંપની છે અને તે વોલ્વો કાર્સ, લોટસ કાર્સ, લંડન ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની અને કિઆનજિયાંગ મોટરસાઇકલ જેવી દિગ્ગજ બ્રાન્ડ્સની પેરેન્ટ કંપની છે. શરૂઆતમાં એવી જાણ કરવામાં આવી હતી કે ગીલી જિયોમેટ્રી બ્રાન્ડ હેઠળ પાંડાને રજૂ કરશે, પરંતુ આખરે તેને પેરેન્ટ કંપની તરફથી મોડેલ તરીકે રજૂ કરવામાં આવી છે.

કેવી છે મિની ગીલી પાંડા?

નવી મિની ઇલેક્ટ્રિક કાર વિશે વાત કરીએ તો, તેને ટાયરની જેમ જ બ્લેક-વ્હાઇટ એક્સેન્ટથી સજાવવામાં આવી છે. તેમાં બ્લેક રૂફ, રાઉન્ડ હેડલાઇટ, ટુ ડોર, ચાર સીટ છે. આ નાની કારની લંબાઈ માત્ર 3,065mm છે, જેનાથી તમે તેને નાની જગ્યામાં પણ આસાનીથી પાર્ક કરી શકો છો. આ સિવાય ભારે ટ્રાફિકવાળા શહેરોમાં પણ તેને સરળતાથી ચલાવી શકાય છે. લંબાઈમાં, તે ટાટા નેનો કરતા પણ નાની છે જે ભારતીય બજારમાં રજૂ કરવામાં આવી હતી, જેની લંબાઈ 3099mm હતી. આનાથી તમે આ કારની લંબાઈનો સારો અંદાજ મેળવી શકો છો.

આ કાર જોવામાં ભલે નાની છે, પરંતુ કંપનીએ ફીચર્સ આપવામાં કોઈ કસર છોડી નથી. કારને પેનોરેમિક કાચની રૂફ પણ મળે છે અને વ્હીલ્સને પાંડાના પગના નિશાનથી ડિઝાઇન કરવામાં આવ્યા છે. કારના ફ્રન્ટ સાઇડમાં બોટમમાં બ્લેક ટેક્સ્ટ છે, જે પાંડા ઇયર જેવા દેખાય છે. એકંદરે, ડિઝાઇનના સંદર્ભમાં, કંપનીએ આ કારને ક્યૂટ લુક આપ્યો છે.

પાવર એન્ડ પર્ફોમન્સ

જ્યાં સુધી પાવરની વાત છે, ગીલી પાંડામાં, કંપનીએ 30kW કેપેસિટીની ઇલેક્ટ્રિક મોટર અને LFP બેટરી પેક આપ્યું છે, જે ચીની કંપની Guoxuan હાઇ-ટેક દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે આ કાર સિંગલ ચાર્જમાં 150 કિલોમીટર સુધીની મુસાફરી કરવામાં કેપેબલ છે. સિટી કાર તરીકે, તેને વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે, જે રોજિંદા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટૂંકા અંતર માટે વધુ સારી રેન્જ પ્રોવાઇડ કરે છે. 

કારને 9.2-ઇંચનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળે છે અને વધારાની 8-ઇંચ ડિસ્પ્લે મળે છે, જે સેન્ટર કંટ્રોલ સ્ક્રીન તરીકે સ્થિત છે. બ્લૂટૂથ ફોન કનેક્ટિવિટી, ઇન્ટરકોમ ફંક્શન, ડેસ્ટિનેશન શેરિંગ જેવા ફિચર્સ પણ આપવામાં આવ્યા છે. તમે ઓથોરાઇઝ મોબાઇલ એપ દ્વારા એર કંડિશન (AC), ડેકી અને કારના અન્ય ઘણા એટિમેન્ટ્સને રિમોટલી કંટ્રોલ કરી શકો છો. આ સિવાય તમે મોબાઈલ ફોનથી જ કારને લોક અને અનલોક પણ કરી શકો છો.

ગીલી પાંડા કિંમત  

ગીલી પાંડાને બે ડ્રાઇવિંગ મોડ મળે છે, જેમાં સ્પોર્ટ અને નોર્મલનો સમાવેશ થાય છે. તેનું કુલ વજન 797 કિગ્રા છે અને તેની ટોપ સ્પીડ 100 કિમી પ્રતિ કલાક છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની કિંમત 40 હજારથી 50 હજાર યુઆન (ચીની કરન્સી) વચ્ચે છે, જે ભારતીય ચલણમાં લગભગ 5 લાખ રૂપિયા છે. જો કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તેની કિંમત પણ $5,700 જણાવવામાં આવી છે, જે લગભગ 4.72 લાખ રૂપિયાની બરાબર હશે.

Geely Panda
Geely Panda

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending