Connect with us

SarkariYojna

બે સીમનો ઉપયોગ કરતા યૂઝર્સ માટે કામના સમાચાર, નંબર ચાલૂ રાખવા માટે આ છે સસ્તા રીચાર્જ પ્લાન

Published

on

ટેલિકોમ કંપનીઓના સતત મોંઘા રિચાર્જ પ્લાન બે સિમનો ઉપયોગ કરતા યુઝર્સ માટે મોટી સમસ્યા બની ગયા છે. આવા યૂઝર્સ માટે એક સાથે બે સિમનો ઉપયોગ કરવો ખૂબ મોંઘો બની ગયો છે. જો કે, થોડી રાહત આપતા ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનમાં કેટલાક સસ્તા પ્લાન પણ ઉમેર્યા છે અને તેમની કિંમત રૂ. 100થી ઓછી છે. જો તમે પણ તમારા સેકન્ડરી સિમને એક્ટિવ રાખવા માટે સસ્તું રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો, તો આ રિપોર્ટ તમારા માટે છે. આ રિપોર્ટમાં, તમને Jio, Airtel, VI (Idea-Vodafone) અને BSNLના સૌથી સસ્તા પરંતુ ઉચ્ચ માન્યતા ધરાવતા રિચાર્જ પ્લાન વિશે માહીતી આપવામાં આવી છે. 

Jioનો સસ્તો રિચાર્જ પ્લાન

Jio સસ્તા રિચાર્જ પ્લાનના સંદર્ભમાં શ્રેષ્ઠ પ્લાન ઓફર આપે છે. Jio 26 રૂપિયામાં સૌથી સસ્તો પ્લાન ઓફર કરે છે. આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી અને 2 GB ઇન્ટરનેટ ડેટા ઉપલબ્ધ છે. Jio રૂ. 26ના પ્લાનમાં કૉલિંગ અને SMSની સુવિધા ઉપલબ્ધ નથી. Jio ના બીજા સૌથી સસ્તા પ્લાન વિશે વાત કરીએ તો, 28 દિવસની વેલિડિટી સાથે આવે છે તે રૂ. 62 રિચાર્જ પ્લાન તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ પ્લાનમાં 6 GB ડેટા ઉપલબ્ધ છે. આ પ્લાનમાં કોલિંગ અને એસએમએસની સુવિધા પણ ઉપલબ્ધ નથી.

Airtelનો સસ્તો રિચાર્જ પ્લાન

Airtelના સસ્તા પ્રીપેડ રિચાર્જ પ્લાન વિશે વાત કરીએ તો, 99 રૂપિયાનો પ્લાન તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ પ્લાન સાથે 28 દિવસની વેલિડિટી સાથે 99 રૂપિયાનો ટોક ટાઈમ પણ ઉપલબ્ધ છે. આ પ્લાનમાં આખા 28 દિવસ માટે 200 MB ડેટા પણ ઉપલબ્ધ છે. જો આપણે 3 મહિનાના સસ્તા રિચાર્જ પ્લાનની વાત કરીએ તો એરટેલ રૂ. 455નું રિચાર્જ શ્રેષ્ઠ વિકલ્પ છે. 455 રૂપિયાનો પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે અમર્યાદિત કૉલિંગ, 900 SMS અને 6 GB ડેટા પણ ઑફર કરે છે.

viનો સસ્તો રિચાર્જ પ્લાન

VI વપરાશકર્તાઓ માટે સેકન્ડરી સિમનો રૂ. 98નો રિચાર્જ પ્લાન સૌથી સારો વિકલ્પ છે. આ પ્લાનમાં તમને 15 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કૉલિંગ અને 200 MB ડેટા મળે છે. આ પ્લાનમાં કોઈ SMS સુવિધા નથી. VIનો 99 રૂપિયાનો પ્લાન પણ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. આ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી સાથે 99 રૂપિયાનો ટોક ટાઈમ અને 200 MB ડેટા મળે છે. આ પ્લાન સાથે કૉલિંગ અને લાંબી વેલિડિટી ઉપલબ્ધ છે.

BSNLનો સસ્તો રીચાર્જ પ્લાન 

BSNLનો 49 રૂપીયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન તમારા માટે સારો વિકલ્પ છે. આ પ્લાન સાથે 20 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે. પ્લાનમાં તમને 100 મિનિટ વોઈસ કોલિંગ અને 2 GB ડેટા મળે છે. જો તમે લોંગ વેલિડિટી, વોઈસ કોલિંગ અને ઓછી કિંમતે ઈન્ટરનેટ સુવિધા ઈચ્છો છો, તો આ પ્લાન તમારા માટે યોગ્ય રહેશે. BSNLના રૂ. 87 પ્રીપેડ રિચાર્જ પ્લાન સાથે, 1 GB ડેટા અને અમર્યાદિત વૉઇસ કૉલિંગ ઉપલબ્ધ છે. આ પ્લાનની વેલિડિટી 14 દિવસ સુધીની છે. પ્લાન સાથે દરરોજ 100 SMS પણ ઉપલબ્ધ છે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending