google news

ધોરણ 12 સાયન્સની આન્સર કી જાહેર, ફટાફટ ચેક કરો તમે સિલેક્ટ કરેલ જવાબ સાચો છે કે નહિ

GSEB HSC Answer Key 2024 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ઉ.મા.પ્ર.પરીક્ષા, માર્ચ-૨૦૨૪, વિજ્ઞાન પ્રવાહ પ્રોવિઝનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવેલ છે.

ધોરણ 12 સાયન્સની આન્સર કી જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ઉ.મા.પ્ર.પરીક્ષા, માર્ચ-૨૦૨૪, વિજ્ઞાન પ્રવાહના ગણિત (૦૫૦), રસાયણ વિજ્ઞાન (૦૫૨), ભૌતિક વિજ્ઞાન (૦૫૪), જીવ વિજ્ઞાન (૦૫૬) વિષયના પ્રશ્નપત્ર સેટ (T.Q.P.) નંબર 1 થી 20 ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોવિઝનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવેલ છે.

ધોરણ 12 સાયન્સ આન્સર-કી અંગે કોઈ રજૂઆત કઈ રીતે કરશો ?

આન્સર-કી અંગે કોઈ રજૂઆત હોય તો બોર્ડની વેબસાઇટ ઉપર મૂકેલ નિયત નમૂનામાં વિષયવાર માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ અલગ રજૂઆત E-MAIL ID: gsebsciencekey2024@gmail.com ઉપર તા 30/03/2024 શનિવાર સાંજે ૧૮:૦૦ કલાક સુધીમાં કરવાની રહેશે. ત્યારબાદની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહી. રજૂઆત ફક્ત E-MAIL મારફતે સ્વીકારવામાં આવશે. જેની પ્રશ્નદીઠ નિયત ફી રૂ.૫૦૦/- ચલણથી “SBI BANK”માં ભરવાની રહેશે. ચલણનો નમૂનો બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે. રજૂઆત સાથે નાણાં ભરેલ ચલણની નકલ E-MAIL મારફતે અવશ્ય મોકલી આપવાની રહેશે. ચલણ સિવાયની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.વધુમાં જણાવવાનું કે જે પ્રશ્નની રજૂઆત કરેલ છે તે સાચી ઠરશે તો તે પ્રશ્નની ભરેલી ફી ઉમેદવારને પરત કરવામાં આવશે. જેની નોંધ લેશો.

ધોરણ 12 સાયન્સની આન્સર કી 2024 ડાઉનલોડ કેવી રીતે કરવી ?

  • સ્ટેપ I-  અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://www.gsebeservice.com/
  • સ્ટેપ II-  પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “News Highlights ” ટેબ પર ક્લિક કરો.
  • સ્ટેપ III – GSEB HSC Answer Key 2024
  • સ્ટેપ IIII – હવે તમારી આન્સર કી ડાઉનલોડ કરો

મહત્વપૂર્ણ લિંક: 

સત્તાવાર વેબસાઈટwww.gseb.org
જુઓ અખબાર યાદીઅહીં ક્લિક કરો
ધોરણ 12 સાયન્સ આન્સર કી ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો