Connect with us

Education

ધો.10ના છાત્રોને આ વખતે પ્રથમવાર ગણિત વિષયમાં પસંદગીની તક મળી

Published

on

  • બોર્ડનું પરિણામ નીચું આવતું હોવાથી આ વર્ષે લેવાયો નિર્ણય
  • સાયન્સમાં જવું હોય તો સ્ટાન્ડર્ડ ગણિત અને આર્ટ્સ-કોમર્સમાં જવું હોય તો બેઝિક ગણિત

કારકિર્દી ઘડતર માટે ધો.10 અગત્યનું વર્ષ ગણાય છે આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ વાંચન-લેખનની તૈયારીઓ પણ શરૂ કરી લીધી છે ત્યારે પ્રથમ વખત ગુજરાત બોર્ડ દ્વારા આ વર્ષે વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં પસંદગીની તક અપાઈ છે.

શિક્ષણ કચેરીના સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું કે,રાજ્યમાં દર વર્ષે બોર્ડનું પરિણામ ગણિત વિષયના કારણે ઓછું આવે છે,ગણિત વિષયમાં ઓછા માર્ક આવવાના કારણે વિદ્યાર્થીઓ નપાસ થતા હોય છે પૂરક પરીક્ષા આપનારા મોટાભાગના વિદ્યાર્થીઓ મેથ્સની જ પરીક્ષા આપે છે તે પણ એક હકીકત છે ત્યારે ગણિત પ્રત્યેનો હાઉ દૂર કરવા અને વિદ્યાર્થીઓ પોતાના મનપસંદ ક્ષેત્રમાં આગળ વધી શકે એ માટે આ વર્ષે પ્રથમ વખત ગણિતમાં પસંદગીની તક અપાઈ છે.

જો વિદ્યાર્થીને ધો.10 બાદ સાયન્સ પ્રવાહમાં આગળ વધવુ હોય તો તે સ્ટાન્ડર્ડ ગણિત અને જો તેને આર્ટ્સ કે કોમર્સમાં આગળ કારકિર્દી બનાવવી હોય તો તે બેઝિક ગણિત રાખી શકશે.ફરક એટલો છે કે,સ્ટાન્ડર્ડ ગણિતમાં અઘરું પ્રશ્નપત્ર આવશે જ્યારે બેઝિક ગણિતમાં સહેલું પેપર પૂછવામાં આવશે.આ માટે જિલ્લાની શાળાઓમાં હાલ વિદ્યાર્થીઓ પાસેથી ફોર્મ પણ ભરાઇ રહ્યા છે. શિક્ષકોએ વિષય પસંદગી મુદ્દે વાલીઓને પણ જાણ કરી દીધી છે.હાલ વિદ્યાર્થીઓ આ નિર્ણયથી ખુશ છે કારણકે ગણિતનો હાઉ દૂર થયો છે અને અન્ય વિષયોમાં તૈયારી માટે પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

પરીક્ષામાં અલગ – અલગ પેપર પણ ક્લાસમાં એકસમાન અભ્યાસ જ કરવો પડશે
વિદ્યાર્થી સ્ટાન્ડર્ડ કે બેઝિક ગમે તે ગણિત પસંદ કરે પણ આખા કોર્સનો અભ્યાસ તો કરવો જ પડશે. માત્ર પરીક્ષામાં જ બેઝિક અને સ્ટાન્ડર્ડ અલગ અલગ પેપર આવશે પણ ક્લાસમાં એક સમાન ગણિત જ ભણવું પડશે જેથી એકસૂત્રતા જળવાઈ રહે. અને જો બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા બાદ કોઈ વિદ્યાર્થી પોતે પસંદ કરેલ ફેકલટીના બદલે અન્ય સ્ટ્રીમમાં જવા માંગે તો જુલાઈમાં પૂરક પરીક્ષા માટેનો વિકલ્પ પણ ખુલ્લો રખાયો છે.

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending