Connect with us

Education

18થી 27 ઓક્ટો. સુધી ધો.9થી ધો. 12ની પ્રથમ કસોટી લેવાશે

Published

on

  • ધો.12 સાયન્સમાં 50 ગુણના MCQ પૂછાશે
  • ધોરણ-9થી 11 અને 12 સા.પ્ર.માં 20 ગુણના હેતુલક્ષી અને 80 ગુણના વર્ણનાત્મક પ્રશ્નો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9થી 12ની પ્રથમ કસોટીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ પ્રથમ કસોટી તા. 18થી 27 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાત બોર્ડ તૈયાર કરશે અને પછી સ્કૂલોને મોકલશે. તે પછી સ્કૂલોએ ફરજિયાત પ્રથમ કસોટી લેવાની રહેશે. આ પરીક્ષામાં અભ્યાસક્રમ જૂનથી સપ્ટેમ્બર સુધીનો રહેશે. સમગ્ર રાજ્યમાં લેવાનારી પ્રથમ કસોટીમાં ધોરણ-9થી 11 અને 12 સામાન્ય પ્રવાહમાં 20 ગુણના હેતુલક્ષી અને 80 ગુણના વર્ણનાત્મક પ્રશ્નો હશે.

જ્યારે ધો.12 સાયન્સમાં 50 ગુણના MCQ અને 50 ગુણના વર્ણનાત્મક પ્રશ્નો હશે. ધો.9 અને 10માં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, ધો.11 અને 12 સાયન્સમાં અંગ્રેજી, કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝીક્સ અને ગણિત તેમજ સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી, એકાઉન્ટ, વાણિજ્ય વ્યવસ્થા, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની પરીક્ષાના પ્રશ્નપત્રો અને સમયપત્રક બોર્ડ દ્વારા તૈયાર કરાશે. આ સિવાયના વિષયોના પેપર શાળા કક્ષાએ તૈયાર કરાશેે.

સમગ્ર રાજ્યમાં એક સાથે પરીક્ષા લેવાશે. પરીક્ષા માટે ડીઇઓએ એક અધિકારીની નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવાની રહેશે. નોડલ અધિકારીએ એક ગોપનીય ઈ-મેઈલ બનાવવાનો રહેશે. નોડલ ઓફિસરના વિષયોના ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પ્રશ્નપત્રોની સીલબંધ કોપી પરીક્ષાના 12 દિવસ પહેલા રૂબરૂ અપાશે.

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending