Connect with us

GPSC

GPSC પ્રીલિમની તારીખ બદલાઈ

Published

on

લગ્ન મૂર્હુતને કારણે હવે 12ને બદલે હવે 19 ડિસેમ્બરે પરીક્ષા લેવાશે; ઉમેદવારે ટ્વિટર પરથી રજૂઆત કરી હતી

જીપીએસસીએ મંગળવારે ગુજરાત સરકારની વિવિધ કચેરીઓમાં વર્ગ-1 અને વર્ગ-2ની ભરતીની જાહેરાત કરતા પ્રીલિમ પરીક્ષા 12 ડિસેમ્બરે જાહેર કરી હતી. આયોગના ચેરમેન દિનેશ દાસાએ સોશિયલ મીડિયા પર આ માહિતી મૂકતાં અનેક નોકરીવાંચ્છુ યુવાનોએ પ્રતિસાદમાં આ તારીખ બદલવાની લાગણી વ્યક્ત કરી હતી. તેને લઈને આયોગના ચેરમેન દાસાએ આ તારીખ બદલીને 19 ડિસેમ્બરે યોજવાની જાહેરાત કરી છે.

દિવેશ દાસાએ સોશિયલ મીડિયાના માધ્યમ થકી જણાવ્યું હતું કે ‘અગત્યની જાહેરાત અને જો કોઈએ 12-12ના રોજ લગ્ન માટેનું મુહૂર્ત જોવડાવી લીધું હોય, વાડી બેન્ડવાજા બુક કરાવી રાખ્યા હોય તો ચિંતા કર્યા વગર પ્રસંગ હેમખેમ ઊજવવો. જીપીએસસી આવા ઉમેદવારોના પોંખણા 19 તારીખે કરશે એટલે કે હવે આ પરીક્ષા 19 ડિસેમ્બર 2021ના રોજ યોજવામાં આવશે. સૌને શુભેચ્છાઓ.’

અગાઉ સોશિયલ મીડિયા યુઝરે કહ્યું હતું કે, ‘12 ડિસેમ્બરે લગ્ન માટેનું સારું મૂહુર્ત છે. ઘણા ઉમેદવારો કે તેમનાં સગાં સંબંધીઓમાં આ દિવસે પણ લગ્ન હશે તો પરીક્ષા એક સપ્તાહ માટે પાછળ ઠેલવામાં આવે તો સારું રહેશે.’

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending