google news

Biporjoy Cyclone Sahay 2023 : બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને કેશડોલ્સ સહાય ચૂકવાશે, વાંચો રાજ્ય સરકારનો પરિપત્ર

Biporjoy Cyclone Sahay 2023 : બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને કેશડોલ્સ સહાય ચૂકવાશે : ગુજરાત મહેસુલ વિભાગના આમુખ -૧ના ઠરાવથી કુદરતી આપત્તિઓના કારણે અસરગ્રસ્તોનેદૈનિક રોકડ સહાય (કેશડોલ્સ)ની સહાય ચૂકવવા માટેના ધોરણો ઠરાવવામાં આવેલ છે. ત્યારબાદ આમુખ-૨ના ઠરાવથી SDRF/NDRFઅન્વયે અપાતી તમામ પ્રકારની સહાય અસરગ્રસ્ત લાભાર્થીને બેંક એકાઉન્ટમાં DBT(Direct Benefit Transfer)અથવા PFMS (Public Fund Management System) મારફતે જ ચૂકવવાની સુચનાઓ અમલમાં છે.

Biporjoy Cyclone Sahay 2023

ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગે ઠરાવ કરીને બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે સહાયના ધોરણ જાહેર કર્યાં છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા 5 દિવસ લેખે સહાયની રકમ ચૂકવવામાં આવશે. જેમાં પુખ્ત વયના વ્યક્તિને દૈનિક 100 રૂપિયા અને બાળકોને દૈનિક 60 રૂપિયા ચૂકવવામાં આવશે.

બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને  કેશડોલ્સ સહાય ચૂકવાશે

પરંતુ, અસરગ્રસ્ત વિસ્તારમાં હાલના સંજોગોમાં બેન્કીંગ વ્યવહાર મુશ્કેલ બને. આ સંજોગોમાં કેશડોલ્સની રકમ અસરગ્રસ્ત ઇસમોના ખાતામાં જમા કરવી અને તેનો ઉપાડ કરવો તે પણ અતિકઠીન બને. આમ, અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક સહાયભૂત થવા સહાયની રકમ રોકડમાં આપવા અંગેની બાબત વિચારણા હેઠળ હતી. આથી, BIPORJOY વાવાઝોડામાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં આ બાબત વિચારણામાં લઇ સરકાર નીચે મુજબ ઠરાવે છે.

વહિવટીતંત્ર દ્વારા BIPORJOY વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારના રહીશોને અગમચેતીના ભાગરૂપે સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલ છે. વહિવટીતંત્ર દ્વારા આવા સ્થળાંતર પામેલા અસરગ્રસ્ત વિસ્તારના વ્યક્તિઓને રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા માટેની મુશ્કેલી નિવારવા રોકડ રકમની સહાય ચૂકવવાની જરૂરિયાત ઉદ્દભવતા મહેસૂલ વિભાગના તા.૧૮/૦૩/૨૦૨૧ ના સંદર્ભથી ઠરાવ્યા મુજબની સહાય ચૂકવવાની થાય છે.

બિપોરજોય વાવાઝોડા સહાય 2023

બિપોરજોય વાવાઝોડા દરમ્યાન સ્થળાંતર કરાવવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓને મહત્તમ ૫(પાંચ) દિવસ માટે પુખ્ત વયની વ્યક્તિ માટે રૂ.૧૦૦/-પ્રતિદિન અને બાળકદીઠ રૂ.૬૦/-પ્રતિદિનની સહાય રોકડમાં ચૂકવવા આર્થી ઠરાવવામાં આવે છે. ૨. આમુખ-૧ના ઠરાવની અન્ય તમામ શરતો યથાવત રહેશે.

  • આ ઠરાવ સરખા ક્રમાંકની ફાઇલ ઉપર સરકારશ્રીની મંજૂરી અન્વયે બહાર પાડવામાં
    આવે છે.
  • ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

મહત્વપૂર્ણ લિંક :

બિપોરજોય વાવાઝોડા કેશડોલ્સ સહાય નો પરિપત્રઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો