SarkariYojna
અટલ બ્રિજ, રાજ્યનો સૌથી લાંબો શહેરી ઓવરબ્રિજ આજે લોકાર્પણ કરવામાં આવ્યું
અટલ બ્રિજ , રાજ્યના સૌથી લાંબા શહેરી ઓવરબ્રિજનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે વડોદરામાં આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, વડોદરા શહેરમાં 230 કરોડ રૂપિયાના ખર્ચે 3.5 કિ.મી. લાંબા ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી ફ્લાયઓવર તૈયાર કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ બ્રિજને ખુલ્લો મુક્યો
મુખ્યમંત્રી એરપોર્ટથી સીધા બ્રિજના ગેંડા સર્કલ તરફના છેડે પહોંચ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરી તક્તીનું અનાવરણ અને રીબીન કાપી બ્રિજને પ્રજા માટે ખુલ્લો મુક્યો હતો. છેલ્લા 5 વર્ષથી નાગરિકો બ્રિજની કામગીરી પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા હતા. તે બ્રિજનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો – ગુજરાત ઓનલાઈન નકશો જુઓ PDF, જુઓ તમામ ગામ કે શહેરના નવા નકશા ઓનલાઇન
4080 મકાન બને એટલુ સ્ટીલ વપરાયું
ફ્લાયઓવરમાં ઉપયોગમાં લેવામાં આવેલ 10,200 મેટ્રિક ટન સ્ટીલની સરખામણી મકાનમાં કરવામાં આવે તો 20.40 લાખ ચોરસ ફૂટનું બાંધકામ થઈ શકે છે અને 500 ચોરસ ફૂટના એક મકાન મુજબ 4080 મકાન બની શકે છે. તેવી જ રીતે સિમેન્ટનો પણ 35,200 મેટ્રિક ટન ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે મકાનમાં આટલો સિમેન્ટનો વપરાશ 14.08 લાખ ચોરસ ફૂટમાં થઈ શકે છે. જો એક મકાન 500 ચોરસફૂટનું ગણવામાં આવે તો તેવાં 2816 મકાન આટલા સિમેન્ટથી બની શકે છે.
ઉલ્લેખનીય છે કે, 148 પિલર ફ્લાયઓવર માટે ઊભા કરાયાં છે. ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના 3.5 કિલોમીટરના વિસ્તારને આવરી લેતો ફલાય ઓવર બ્રિજ માત્ર શહેરનો જ નહીં પણ રાજ્યનો પણ સૌથી લાંબો શહેરી ફ્લાયઓવર છે.
આ પણ વાંચો : તમારી જમીનના જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં ઘરે બેઠા
અટલ બ્રિજમાં 3.52 કરોડ કિલો સિમેન્ટ વપરાઈ
10200 મેટ્રિક ટન સ્ટીલની સરખામણી મકાનમાં કરવામાં આવે તો 20.40 લાખ ચોરસ ફૂટનું બાંધકામ થઈ શકે છે અને 500 ચોરસ ફૂટના એક મકાન મુજબ 4080 મકાન બની શકે છે. વડોદરા શહેરનો આ પ્રથમ ફ્લાયઓવર એવો છે કે, જ્યા સર્કલના વળાંકમાં ઊતરવા માટે અને ત્યાંથી ચડવા માટે બંને બાજુ એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા થશે. ગેંડા સર્કલથી શરૂ થતાં આ ફલાય ઓવરમાં વડીવાડી, રેસકોર્સ, અલકાપુરી, ચકલી સર્કલ, શિવમહલ, રોકસ્ટાર, દિવાળીપુરા તરફ ઉતાર અને ચઢાવ માટે 50 મીટર પહેલા સ્લોપ આપવામાં આવ્યો છે.
Content Source : divyabhaskar Com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in