google news

અમદાવાદ – વડોદરા હાઈવે પર ધ્રુજારી છોડાવી નાખે એવો અકસ્માત:  ટ્રેલર પાછળ કાર ઘૂસી જતા 10 મોત

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અક્સમાતની ઘટના સામે આવી છે. નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા 10 લોકોના મોત થયા હતા. કાર વડોદરાથી અમદાવાદ તરફ જતી હતી.અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દુર્ઘટનાં સર્જાતા ફરી એક વખત હાઈવે રક્તરંજીત થવા પામ્યો હતા. આ અકસ્માતની જાણ થતાંજ 108ની બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી સાથે જ એક્સપ્રેસ હાઈવે ની પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

કાર વડોદરાથી અમદાવાદ તરફ જઇ રહી હતી ત્યારે અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે અર્ટિગા કારના પતરા કાપીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા. આ કારનો નંબર GJ-27-EC-2578 છે.

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત એટલો ભયાનક હતો કે અર્ટિગા કારના પતરા કાપીને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માતના કારણે ઘટના સ્થળે જ આઠ લોકોના મોત થયા હતા જ્યારે અન્ય બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભેટ્યા છે.

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો