google news

18 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

18 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 18/07/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 18/07/2022

ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? વગેરે.

Gujarat Gyan Guru Quiz Questions Bank 18/07/2022

18 July School Quiz Bank Question No. 1 To 125

 • 1. ગુજરાત રાજ્યમાં પશુપાલન ક્ષેત્રે કાર્યરત યુનિવર્સિટી કઈ છે?
 • 2. કઈ યોજના હેઠળ ખેડૂતોને કુદરતી આફતો, જીવાત અને રોગોના પરિણામે કોઈપણ સૂચિત પાક નિષ્ફળ જવાની સ્થિતિમાં આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?
 • 3. કઈ સંસ્થા ખેડૂતોને તેમના ઉત્પાદન માટે યોગ્ય ભાવ અને સમયસર ચુકવણીની ખાતરી આપે છે?
 • 4. નીચે પૈકી નફા માટે શું ઉગાડવામાં અને લણવામાં આવે છે?
 • 5. ખેડૂતોની આવક બમણી કરી તેમને આત્મનિર્ભર બનાવવાના હેતુથી ડેરી સહકાર યોજનાની જાહેરાત કયા જિલ્લામાંથી કરવામાં આવી હતી?
 • 6. ગુજરાત રાજ્યમાં ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ- 2021 કયા મહિનામાં યોજવામાં આવ્યો હતો ?
 • 7. શાળા પ્રવેશોત્સવ 2022’નો પ્રારંભ કયા સ્થળેથી થયો?
 • 8. ગુજરાતના ક્યાં મહિલા શિક્ષણમંત્રી પાછળથી ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યાં ?
 • 9. અમદાવાદમાં મંદબુદ્ધિનાં બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઈ છે ?
 • 10. એટેમિક શિક્ષણ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે ?
 • 11. દૂરવર્તી શિક્ષણ માટેની ગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઈ છે ?
 • 12. ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે?
 • 13. ગુજરાતમાં જામનગર નજીક સૈનિકશાળા ક્યાં આવેલી છે ?
 • 14. ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞએ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે ?
 • 15. શિક્ષક દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 • 16. ‘KHUSY’નું આખું નામ જણાવો.
 • 17. સૂર્ય શક્તિ કિશાન’ યોજના બીજા કયા નામથી ઓળખાય છે?
 • 18. SKYનું પૂરું નામ શું છે?
 • 19. સોલર રૂફ ટોપ યોજનાનું અમલીકરણ કરનાર ભારતનું સૌપ્રથમ રાજ્ય કયું છે?
 • 20. પાંચ વર્ષ માટે ભરેલા વીજ કર ઉપર કેટલા ટકા વળતર મળે છે ?
 • 21. ગુજરાતનો પ્રથમ ઓવરબ્રિજ રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ કયા શહેરમાં સ્થાપવામાં આવ્યો છે ?
 • 22. EV(ઈલેક્ટ્રિક વાહનો) માટે બેટરી સ્વેપિંગ પોલિસી કયા વર્ષમાં જાહેર થઈ?
 • 23. કઈ યોજના હેઠળ ગરીબોનું ખાતું બેંકો, પોસ્ટઑફિસ અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં ઝીરો બેલેન્સ પર ખોલવામાં આવે છે ?
 • 24. અટલ પેન્શન યોજના અંતર્ગત નિયમિત પ્રીમિયમ ભર્યા બાદ કયા વર્ષની ઉંમરથી પેન્શન મળવાનું ચાલુ થાય છે ?
 • 25. ઇ-ગ્રામ મોડ્યુલ કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે ?
 • 26. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો મુખ્ય હેતુ શો છે ?
 • 27. અગ્નિપથ યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી છે ?
 • 28. ભૂખમરા અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા ઘરવિહોણા વ્યક્તિ/કુટુંબ તથા અન્ય બાળકોને (સ્ટ્રીટ ચિલ્ડ્રન) અન્ન સલામતી આપવા માટે ગુજરાત સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે ?
 • 29. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે ?
 • 30. AYY નું પૂરું નામ શું છે ?
 • 31. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કયા સ્થળ અને નામ સાથે જોડાયેલુ છે ?
 • 32. માધવપુર ઘેડ મેળાનું આયોજન કોના વિવાહના અવસર પર કરવામાં આવે છે ?
 • 33. લક્ષિત જાહેર વિતરણ વ્‍યવસ્‍થા હેઠળ ગુજરાત રાજયના ગરીબોની અન્‍ન સલામતી માટે ભારત સરકાર શેની ફાળવણી કરે છે ?
 • 34. ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે ?
 • 35. કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ?
 • 36. આર્ય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે પાંગરેલી હતી ?
 • 37. આંખ આ ધન્ય છે’ કોનો કાવ્યસંગ્રહ છે ?
 • 38. ‘પુનિત વન’ ક્યાં આવેલું છે ?
 • 39. ‘વિરાસત વન’ ક્યાં આવેલું છે ?
 • 40. ભારતમાં પ્રથમ વન સંશોધન સંસ્થા ક્યાં સ્થાપવામાં આવી હતી ?
 • 41. વન વિભાગના વન મહોત્સવ યોજના અંર્તગત ખાતાકીય નર્સરીઓ દ્વારા મોટી થેલીના રોપાદીઠ કેટલા પૈસા લેખે વેચાણ કરવામાં આવે છે ?
 • 42. ગુજરાતના જામનગર જિલ્લામાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ?
 • 43. પરવાળાં અને દરિયાઈ જીવ સૃષ્ટિ ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે ?
 • 44. બાલારામ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
 • 45. ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત’ નો વિચાર કોણે આપ્યો છે ?
 • 46. નીચેનામાંથી કયા ઉત્પાદનોમાં હાનિકારક સી.એફ.સી. હોય છે ?
 • 47. વાતાવરણનું સૌથી ઠંડુ સ્તર કયું છે ?
 • 48. કયો વિભાગ નાગરિક સંરક્ષણની પ્રવૃત્તિઓને નિર્દેશિત કરે છે?
 • 49. ASHA નું પૂરું નામ આપો.
 • 50. કઈ એપ્લિકેશન દ્વારા બ્લૂટૂથ આધારિત કોન્ટેક્ટ ટ્રેસિંગનો ઉપયોગ કરીને કોવિડ-19 માટે સકારાત્મક પરીક્ષણ કરનાર વ્યક્તિની નિકટ આવેલા સંભવિત વપરાશકર્તાને ઓળખી શકાય છે ?
 • 51. ભારતમાં કઈ માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ સૌથી વધુ જોવા મળે છે ?
 • 52. NMHPનું પૂરું નામ શું છે ?
 • 53. NACOનું પૂરું નામ શું છે ?
 • 54. કોઈ અંગ અથવા જીવંત પેશી લેવાની અને તેને શરીરના બીજા ભાગમાં અથવા અન્ય શરીરમાં રોપવાની પ્રક્રિયાને શું કહે છે ?
 • 55. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએફડબ્લ્યુ) દ્વારા ડબ્લ્યુએચઓ કન્ટ્રી ઓફિસના સહયોગથી ડાયાબિટીસના નિવારણ અને સંભાળ માટે કઈ પહેલ કરવામાં આવી છે?
 • 56. ઇ-મમતા શું છે ?
 • 57. નાગરિકોને અનુકૂળ વેબ-આધારિત નેશનલ ટેલિકન્સલ્ટેશન સર્વિસ ઇ-સંજીવની ઓપીડીની મુખ્ય લાક્ષણિકતાઓ નીચેનામાંથી કઇ છે ?
 • 58. કોવિડ રસીકરણના સેલ્ફ-રજિસ્ટ્રેશન માટે કઈ વેબસાઇટનો ઉપયોગ થાય છે ?
 • 59. વિટામમિનના અભ્યાસને શું કહેવાય ?
 • 60. દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજનાના લાભાર્થી નીચેનામાંથી કોણ બની શકે છે ?
 • 61. SFURTI યોજના અંતર્ગત નીચેના કયા ઉદ્યોગો શામેલ છે ?
 • 62. ગુજરાતમાં કયો સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીઅન વિશ્વના સૌથી મોટા ઓટો-હબ તરીકે ઉભરી આવશે ?
 • 63. ગુજરાતમાં હીરાના વેપારને પ્રોત્સાહન આપવા માટે કયા સ્થળની નજીક સ્માર્ટ સિટી – ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (ડ્રીમ) સિટી વિકસાવવામાં આવી રહ્યું છે?
 • 64. નીચેનામાંથી કઈ વેપાર નીતિઓ ટેરિફ દરે આયાત કરવા માટે માલની માત્રાને મર્યાદિત કરે છે ?
 • 65. કયું મંત્રાલય સમર્થ યોજના સાથે સંબંધિત છે?
 • 66. નીચેનામાંથી કયા રાજ્યમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આવેલ છે ?
 • 67. મીઠી ક્રાંતિ શેની સાથે સંબંધિત છે ?
 • 68. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડની ગો-ગ્રીન યોજના કોના માટેની યોજના છે ?
 • 69. ભારત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ કયા વર્ષમાં શરૂ થઈ હતી?
 • 70. ગુજરાત સરકારના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોને કામના સ્થળે જવા માટે કઈ વસ્તુની ખરીદીમાં સબસિડી આપવામાં આવે છે ?
 • 71. રાજ્ય શ્રમ રત્ન,રાજ્ય શ્રમ ભૂષણ,શ્રમ દેવી જેવાં વિવિધ પારિતોષિકો ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા આપવામાં આવે છે ?
 • 72. ભારત દેશમાં પિરિયોડિક લેબર ફોર્સના સર્વે મુજબ કયું રાજ્ય સૌથી ઓછો બેરોજગારી દર ધરાવે છે ?
 • 73. ગુજરાત સરકારની વિવિધ શ્રમયોગી કલ્યાણ યોજના માટે કયું શહેર ન્યાય માટેનું કાર્યક્ષેત્ર રહેશે ?
 • 74. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના’ હેઠળના બાંધકામ કામદારોને કયો લાભ આપવામાં આવે છે ?
 • 75. ગુજરાત સરકારશ્રીના ક્યા મુખ્યમંત્રી દ્વારા શ્રમ નિકેતન યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
 • 76. T.C.W.C.G ( ડિપ્લોમા કોર્સમાં) પ્રવેશ મેળવવા માટે મહિલાની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ ?
 • 77. ભારત સરકારનું NCS પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ?
 • 78. ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા?
 • 79. લોકસભાનું પ્રતિનિધિત્વ કોના પર આધારિત છે ?
 • 80. રાજ્યનું સંચાલન કરવા માટે ચૂંટણી દ્વારા ચૂંટાયેલા સભ્યોની સભાને શું કહેવામાં આવે છે ?
 • 81. બંધારણ સભાના પ્રથમ પ્રમુખ કોણ હતા?
 • 82. ઇ-ધરા કઈ રીતે મદદરૂપ થઈ શકે છે ?
 • 83. ગુજરાતમાં કયા જિલ્લાઓ ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ’માં સામેલ છે ?
 • 84. જલ જીવન મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
 • 85. સરદાર સરોવર ડેમ ગુજરાતના કયા સ્થળે આવેલો છે?
 • 86. ગંગા અને યમુના નદીનો સંગમ કયા શહેરમાં થાય છે ?
 • 87. અમૃત યોજનાના’ અપેક્ષિત પરિણામ શું છે?
 • 88. મિશન અમૃત સરોવર’ની શરૂઆત કોણે કરી હતી?
 • 89. ગ્રામ્ય વિસ્તારનાં કુટુંબોને ‘પોતાના સ્વપ્નનું ઘર’ મળે તે હેતુ કઈ યોજનાનો છે?
 • 90. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી?
 • 91. ગ્રામ પંચાયત કયા વર્ગના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખે છે?
 • 92. પંચાયતી રાજ સંસ્થાઓની મુદ્દત કેટલા વર્ષની હોય છે?
 • 93. જલ જીવન મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું?
 • 94. ગ્રામ્ય કક્ષાએ છેલ્લાં પાંચ વર્ષમાં ગુનો નોંધાયેલો ન હોય તેવા ગામ માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?
 • 95. ગામમાં શાળાના ઓરડા અથવા સ્માર્ટ ક્લાસ, પુસ્તકાલય, સ્મશાનગૃહ, તળાવ બ્યુટિફિકેશન, એસ.ટી.સ્ટેન્ડ વગેરે કામો કઈ યોજના અંતર્ગત લઈ શકાય એમ છે?
 • 96. ગુજરાતમાં કેટલા દરિયાકાંઠાના SEZs (Special Economic Zones) છે?
 • 97. ડાયનાસોર મ્યુઝિયમ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
 • 98. ભારતમાં સૌપ્રથમ ‘સી પ્લેન’ સર્વિસ કોણે શરૂ કરી?
 • 99. ભારતના 7,500 કિમી લાંબા દરિયાકિનારા, 14,500 કિ.મી.સંભવિત નેવિગેબલ જળમાર્ગો અને ચાવીરૂપ આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માર્ગો પર વ્યૂહાત્મક સ્થાનનો ઉપયોગ કરવા માટે ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કઈ યોજના શરૂ કરવામાં આવી હતી?
 • 100. વિશ્વમાં કયા બંદરને પૂર્વ ભારતના પ્રવેશદ્વાર તરીકે ગણવામાં આવે છે
 • 101. ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે કયો છે?
 • 102. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્યાં આવેલું છે ?
 • 103. ગુજરાતનો પ્રથમ એક્સપ્રેસ વે કયો છે?
 • 104. નીચેનામાંથી કોને ગ્રીન હાઇવે પોલિસીના લાભ તરીકે ગણી શકાય નહીં ?
 • 105. આસામના ધોલા-સાદિયા બ્રિજ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
 • 106. ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન’ કયા રાજ્યમાં આવેલી છે ?
 • 107. બાળકોના સર્વાંગી વિકાસ માટે સંશોધન કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતમાં કઈ યુનિવર્સિટી વિકસાવવામાં આવી છે?
 • 108. ટ્રાંસજેન્ડર વ્યક્તિઓ (અન્ય જાતિ)ના અધિકારનું રક્ષણ કરતો કાયદો ક્યારે પસાર થયો?
 • 109. કઈ યોજનાનો હેતુ ટ્રાન્સજેન્ડર સમુદાય અને ભીખ માંગવાના કાર્યમાં રોકાયેલા લોકોને કલ્યાણનાં પગલાં પૂરા પાડવાનો છે?
 • 110. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ધ્રુવ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી?
 • 111. સૌપ્રથમ ભારતીય થલસેનાના વડા કોણ હતા ?
 • 112. લોકસભાના સૌપ્રથમ દલિત સ્પીકર કોણ હતા ?
 • 113. કોઈ પણ પ્રકારની હિંસાનો ભોગ બનનાર મહિલાને તાત્કાલિક તબીબી,કાયદાકીય, મનોવૈજ્ઞાનિક અને પરમેશ્વરની સેવા એક છત્ર હેઠળ મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા શેની સ્થાપના કરવામાં આવેલ છે?
 • 114. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે?
 • 115. મેક ઇન ઇન્ડિયાની માહિતી મેળવવા માટે કઈ વેબસાઇટનો ઉપયોગ કરવામાં આવે છે?
 • 116. ગુજરાતમાં કૌટુંબિક સમસ્યાઓનું નિરાકરણ કરવા શું કાર્યરત છે ?
 • 117. આપેલ યોજના પૈકી કઈ યોજના કન્યાઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરે છે ?
 • 118. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના’ સંચાલકની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઇએે ?
 • 119. ગુજરાત રાજ્યમાં માતા અને બાળકનો મૃત્યુદર ઘટાડવા માટે કઈ યોજનાનો પ્રારંભ કરવામાં આવેલ છે ?
 • 120. મહિલાઓમાં થતી આત્મહત્યાના કિસ્સાઓને અટકાવવા માટે કઈ હેલ્પ લાઈનની રાજ્ય સરકારે વ્યવસ્થા કરેલ છે ?
 • 121. બાલિકા પંચાયત’ની કઇ ઝુંબેશ હેઠળ રચના કરવામાં આવી હતી ?
 • 122. ગુજરાતની પ્રથમ મહિલા મર્ચન્ટ નેવી ઓફિસર કોણ છે ?
 • 123. પ્રથમ ગુજરાતી મહિલા આઇ.પી.એસ. કોણ છે ?
 • 124. સંસ્કૃતમાં પી.એચ.ડી. કરનાર પ્રથમ ગુજરાતી મુસ્લિમ મહિલા કોણ છે ?
 • 125. ગુજરાતની પ્રથમ મહિલા સનદી અધિકારી કોણ છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 18 જુલાઈ 2022

18 July Collage Quiz Bank Question No. 1 To 125

 • 1. ગુજરાત રાજ્યમાં છેલ્લા દાયકામાં કૃષિક્ષેત્રે કેટલા ટકા વધુ વિકાસદર નોંધાયો છે ?
 • 2. સરકારશ્રી દ્વારા પંચમહાલના આદિવાસી વિસ્તારોમાં કઈ યોજના હેઠળ સિંચાઈ માટે પાણી પહોંચી રહ્યું છે ?
 • 3. ખેતરમાં વીજળી ઉત્પન્ન કરવા કઈ યોજના હેઠળ સહાય મળે છે ?
 • 4. ગુજરાત રાજ્યમાં મત્સ્યપાલન સહાય યોજના ચલાવતી સંસ્થા કઈ છે ?
 • 5. ગુજરાતના ખેડૂત વિનોદભાઈ વેકરિયાને કયા પાક માટે રાજ્યસ્તરનો પ્રથમ ‘આત્મા એવોર્ડ’ આપવામાં આવ્યો ?
 • 6. માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા ભારતમાં રાષ્ટ્રીય પશુ રોગનિયંત્રણ કાર્યક્રમ (NADCP) ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ?
 • 7. BISAGનું પૂરું નામ શું છે ?
 • 8. ભારત સરકારે TET લાયકાત પ્રમાણપત્રની માન્યતા અવધિ લંબાવવાનો નિર્ણય ક્યારે લીધો ?
 • 9. વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન અને ડિજિટલ રૂપમાં માહિતી આપતું પ્લેટફોર્મ કયું છે ?
 • 10. કયા રાજ્યના શિક્ષણ વિભાગને SSIPના વધુ સારા અમલીકરણ માટે કલામ ઇનોવેશન એન્ડ ગવર્નન્સ એવોર્ડ (KIGA-2017) આપવામાં આવ્યો હતો ?
 • 11. ગુજરાત સરકાર દ્વારા 1998-99થી 2011-12ના સમયગાળામાં પ્રાથમિક શાળાઓના કેટલા વર્ગખંડો બાંધવામાં આવ્યા છે ?
 • 12. ભારતમાં કઈ સંસ્થા પરમાણુ ભૌતિકશાસ્ત્રમાં અગ્રણી સંશોધન કરી રહી છે ?
 • 13. એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ શાળા યોજના અંતર્ગત પ્રવેશ સમયે મહત્તમ કેટલી ઉંમર હોવી જોઈએ ?
 • 14. ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી કયા વર્ષમાં દાખલ કરવામાં આવી ?
 • 15. કયા વિભાગે ‘સૂર્ય ઊર્જા રૂફ ટોપ યોજના’ અમલમાં મૂકી ?
 • 16. કઈ યોજના અંતર્ગત વનબંધુઓ અને બીપીએલ પરિવારોને વિનામૂલ્યે વીજજોડાણ આપવાની જોગવાઈ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે ?
 • 17. i-create કેમ્પસ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
 • 18. ‘પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજનાની જાહેરાત કોણે કરી છે ?
 • 19. રાજ્યની ઊર્જાનીતિ, 2015 મુજબ કઈ ઊર્જાનો મહત્તમ ઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ?
 • 20. કયા પ્રકારની કપાત મુખ્યત્વે આવકવેરા અધિનિયમ1961ની કલમ 80 EE સાથે સંબંધિત છે ?
 • 21. GST નોંધણી પ્રમાણપત્રની માન્યતા ક્યાં સુધીં હોય છે ?
 • 22. નીચેનામાંથી કઈ વ્યક્તિ માટે GSTની નોંધણી જરૂરી નથી ?
 • 23. જે વ્યક્તિની સ્વ-દરખાસ્તથી તેની GST નોંધણી યોગ્ય અધિકારી દ્વારા રદ કરવામાં આવે તે રદહુકમની સેવાની તારીખથી કેટલા દિવસોની અંદર ફરીથી નોંધણી કરવા માટે નિયત પત્રકમાં અરજી કરી શકાય છે ?
 • 24. શ્રી વાજપેયી બેંન્કેબલ યોજનામાં બેંક લોન માટેની મહત્તમ મર્યાદા કેટલી છે ?
 • 25. PM – ગતિશક્તિ’ યોજનાની જાહેરાત કોના દ્વારા કરવામાં આવેલ છે ?
 • 26. ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે ?
 • 27. મા અન્નપૂર્ણા યોજના હેઠળ મધ્યમ વર્ગનાં ગરીબ કુટુંબોને જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વાજબી ભાવની દુકાનેથી પ્રતિ માસ કેટલાં કિલો અનાજ આપવામાં આવે છે ?
 • 28. ગુજરાત રાજ્યમાં ગ્રાહકનાં માર્ગદર્શન તથા તેમના વિવાદોના નિકાલમાં મદદરૂપ થવા માટે ‘ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર’ ક્યાં આવેલ છે ?
 • 29. આચાર્ય આનંદશંકર ધ્રુવે કયું સામયિક શરૂ કર્યું હતું ?
 • 30. કયા દિવસને ‘વિશ્વ રંગભૂમિ દિન’ તરીકે ઓળખવામાં આવે છે ?
 • 31. કિસાન નર્સરી યોજના હેઠળ ખેડૂત દ્વારા ઉગાડવામાં આવતા છોડ દીઠ ગુજરાત વનવિભાગ કેટલા રૂપિયા આપે છે ?
 • 32. છાત્રાલયો બળતણનાં લાકડાં મેળવવાની યોજનાનો લાભ ક્યાંથી મેળવશે ?
 • 33. વનમહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓને મહત્તમ કેટલા રોપાઓ આપવામાં આવે છે ?
 • 34. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત પ્રથમ વર્ષે 50% રોપા જીવંત હોય તો રોપા દીઠ કેટલા રૂપિયા મળે છે ?
 • 35. ગીર તથા બૃહદ ગીરમાં કૂવામાં પડી મૃત્યુ પામતાં વન્ય પ્રાણીઓને અટકાવવા માટેની યોજનામાં ગુજરાત સરકાર દ્વારા પેરાપીટ વોલ બનાવવા માટે કેટલા ટકા રકમની સહાય આપવામાં આવે છે ?
 • 36. ફળાઉ વૃક્ષ વાવેતર યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
 • 37. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામવન ઉછેર યોજનાનો આશય શો છે ?
 • 38. સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત શહેરની નજીકમાં પ્રદૂષણ નિવારણ માટે કઈ યોજના અમલમાં છે ?
 • 39. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત સુધારેલ સ્મશાન સગડી યોજનાનો લાભ કોણ લઈ શકે ?
 • 40. અનુસૂચિત જાતિ તથા જનજાતિના નાના અને સીમાંત ખેડૂતોને જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરતા વ્યક્તિગત કેટલા રોપાની મર્યાદામાં 10 પૈસા લેખે રોપા મળે છે ?
 • 41. વન વિભાગની બીજ વિતરણ યોજના અન્વયે કઈ જાતિના લોકોને વૃક્ષ ઉછેર અર્થે બીજનું વિતરણ કરવામાં આવે છે ?
 • 42. ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગની સ્થાપના કોના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી ?
 • 43. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
 • 44. દેશનું કયું રાજય સોલાર રૂફ ટોપ યોજનાના અમલીકરણમાં પ્રથમ છે ?
 • 45. પ્રવાસન મંત્રાલય દ્વારા વિકસાવેલ હેરિટેજ સર્કિટ હેઠળ કયા સ્થળોને આવરી લેવામાં આવ્યા છે ?
 • 46. વીર મેઘમાયા બલિદાન’ પુરસ્કાર ક્યા દિવસે એનાયત કરવામાં આવે છે?
 • 47. બી.એ.ડી.પી.નું પૂરું નામ શું છે ?
 • 48. વીર મેઘમાયા બલિદાન’ પુરસ્કાર અર્પણ કરવાની યોજનાની ઘોષણા ક્યારે કરવામાં આવી ?
 • 49. JSSKનું પૂરું નામ આપો.
 • 50. MA(મા) યોજના હેઠળ કયા તબીબી ખર્ચને આવરી લેવામાં આવે છે ?
 • 51. રાષ્ટ્રીય સુરક્ષા વીમા યોજના કઈ સેવા પૂરી પાડે છે ?
 • 52. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાથી કયા ફાયદા થાય છે ?
 • 53. ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી ?
 • 54. વિનામૂલ્યે ચશ્મા કયા કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવે છે ?
 • 55. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કયા મંત્રાલય હેઠળ કાર્યરત છે ?
 • 56. ABHA- IDનું પૂરું નામ શું છે ?
 • 57. ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ યોજનાનો ઉદ્દેશ શો છે ?
 • 58. સ્કીમ ઑફ ફંડ ફોર રીજનરેશન ઑફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજનાનો ઉદ્દેશ શો છે ?
 • 59. તાલીમ સંસ્થાઓને સહાય (એટીઆઈ) યોજનાની અસરકારક બાબત કઈ છે ?
 • 60. PM ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન (PMGS-NMP) કયા હેતુ માટે 13મી ઑક્ટોબર, 2021ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો ?
 • 61. ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઑફ લેધર યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ શો છે ?
 • 62. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો ઉદ્દેશ શો છે ?
 • 63. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પી.એમ. એસ.વાય.એમ. યોજનામાં લાભાર્થી કેટલા રૂપિયાનું યોગદાન આપી શકે છે ?
 • 64. ભારત સરકારની અટલ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જરૂરી છે ?
 • 65. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમયોગીઓનાં બાળકોને ટેબ્લેટ માટે કઈ વિશેષ જોગવાઈ છે ?
 • 66. ગુજરાત સરકાર દ્વારા અકસ્માત જૂથ વીમા યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારોના કામદારોની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
 • 67. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ સહાય યોજના હેઠળ બાંધકામ કામદારન પત્ની કેટલી ઉંમર સુધી યોજનાનો લાભ મેળવી શકે છે ?
 • 68. ગુજરાત રાજ્યના રોજગારવાંછુ યુવાનો રોજગારલક્ષી માહિતી મેળવી શકે તે માટેનો ઓનલાઈન કોલ સેન્ટર નંબર કયો છે ?
 • 69. ભારત સરકાર દ્વારા ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન કેટલા દિવસ માટે યોજાયુ હતું ?
 • 70. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન સંસદ દ્વારા રાજ્ય વિધાનસભાની મુદત કેટલા સમય માટે વધારી શકાય છે ?
 • 71. નીચેનામાંથી કોણ મૂળભૂત અધિકારોને સ્થગિત કરી શકે છે ?
 • 72. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ?
 • 73. કટોકટીની ઘોષણા કાર્યરત હોય ત્યારે રાજ્ય સરકારની મર્યાદાઓમાંની એક કઈ છે ?
 • 74. અમદાવાદને કયા વર્ષમાં મેગા સિટી જાહેર કરવામાં આવ્યું હતું ?
 • 75. સાંસદ આદર્શ ગ્રામયોજનાના અમલ માટે નોડલ ઑફિસર તરીકે કોણ હોય છે ?
 • 76. આમાંથી કયું ડાયરેક્ટ ટેક્સનું સ્વરૂપ છે ?
 • 77. મુદ્રા કાર્ડ કયા પેમેન્ટ પ્લેટફોર્મ પરનું ડેબિટ કાર્ડ છે ?
 • 78. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કયો લાભ મળે છે ?
 • 79. દરિયાકાંઠાની નદીઓને એકબીજા સાથે જોડવા માટે ગુજરાતમાં કેટલા કિમીની સ્પ્રેડિંગ ચેનલની સ્થાપના કરવામાં આવી છે ?
 • 80. કેન્દ્ર સરકારની કઈ યોજના ગ્રામીણ આવાસના નામે ઓળખાય છે ?
 • 81. નીચેનામાંથી કઈ નદી તિબેટમાં નેપાળ-ચીન સરહદેથી નીકળી હાજીપુર (બિહાર) પાસે ગંગાને મળે છે ?
 • 82. વિંધ્યા અને સાતપુરા પર્વતમાળા વચ્ચે કઈ નદી વહે છે ?
 • 83. અટલ ભુજલ યોજના અંતર્ગત ગુજરાતના કેટલા જિલ્લાઓનો સમાવેશ થાય છે ?
 • 84. નીચેના પૈકી કયું શહેર ‘સ્માર્ટ સિટી મિશન’નો ભાગ છે ?
 • 85. નર્મદા નદીની મુખ્ય નહેરની લંબાઈ કેટલી છે ?
 • 86. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત લાભાર્થીઓની સંખ્યા આશરે કેટલી છે ?
 • 87. ઇ- નગર યોજના શું છે?
 • 88. કઈ યોજના હેઠળ ઘરનું કદ 20 ચોરસ મીટરથી વધારીને 25 ચોરસ મીટર કરવામાં આવ્યુ છે ?
 • 89. કઈ યોજના ગ્રામીણ રસ્તાઓ બાંધવા માટે ‘ગ્રીન ટેક્નોલોજી’ના ઉપયોગને પ્રોત્સાહિત કરે છે ?
 • 90. બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામ સોંપવામાં આવે છે ?
 • 91. જીવન અને આજીવિકાને બદલતાં પરિમાણો અને પરિણામો માટે એકરૂપતાનું માળખું કઈ યોજનામાં રહેલ છે ?
 • 92. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી સામાન્ય સમરસ ગ્રામ પંચાયતને બીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે ?
 • 93. ગુજરાત વહાણ માટે કઈ નીતિ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય હતું ?
 • 94. તીથલ બીચ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
 • 95. સાગરમાલા કાર્યક્રમ હેઠળ કઈ પર્યટન પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે ?
 • 96. વિશ્વની સૌથી વધુ ઊંચાઇ પર આવેલી લાંબી હાઈવે સુરંગ કઈ છે ?
 • 97. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રવાસીઓને અમદાવાદના જૂના શહેરના ઇતિહાસ અને સ્થાપત્યનો પરિચય કરાવવા માટે થતી વોકનું નામ શું છે ?
 • 98. ભારતના પ્રવાસન મંત્રાલય દ્વારા ભારતના વિવિધ રાજ્યોના ભોજન અને સંસ્કૃતિને પ્રદર્શિત કરવા માટે આયોજિત પાંચ દિવસીય ઉત્સવનું નામ શું છે?
 • 99. ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે ?
 • 100. મહાત્મામંદિરમાં કેટલા સેમિનાર હોલ છે ?
 • 101. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રસિદ્ધ સોમનાથ મંદિર પાસે નવા બનેલા સરકીટ હાઉસનું ઉદ્ઘાટન ક્યારે કર્યું ?
 • 102. રૂ. 300001 થી રૂ. 600000 પારિવારિક વાર્ષિક આવક ધરાવતા પરિવારોને PMAY (U) હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS)ના લાભ માટે કયા જૂથમાં ગણવામાં આવે છે ?
 • 103. રીજિયોનલ રેપિડ રેલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે પ્રથમ માર્ગ કયો છે ?
 • 104. અમદાવાદમાં સરદાર પટેલ રિંગરોડનું નિર્માણ કઈ સંસ્થાએ કર્યું છે ?
 • 105. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લાયક લાભાર્થીને પશુપાલન યોજના અંતર્ગત કેટલા રૂપિયાની લોન આપવામાં આવે છે ?
 • 106. દિવ્યાંગજનો માટે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયને સંલગ્ન ALIMCOનું પૂરું નામ શું છે ?
 • 107. આર્થિક રીતે વંચિત અનુસૂચિત જાતિ (SCs) અને અન્ય પછાત વર્ગો (OBC)ના ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સારું કોચિંગ મેળવે તે હેતુ કઈ યોજનાનો છે ?
 • 108. સર્વ શિક્ષા અભિયાનનો હેતુ કયા વયજૂથને પ્રાથમિક શિક્ષણ આપવાનો છે ?
 • 109. વર્ષ 2015માં માતા-પિતાને છોકરીના ભાવિ અભ્યાસ અને લગ્નના ખર્ચ માટે રોકાણ કરવા અને ભંડોળ ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરતી કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
 • 110. અનુસૂચિત જનજાતિના લોકોને વિવિધ પ્રકારના વ્યવસાય માટે કઈ સંસ્થા દ્વારા ટૂલ કિટ આપવામાં આવે છે?
 • 111. MYSY યોજના અંતર્ગત સરકારમાન્ય સ્વ-નિર્ભર સંસ્થાના B.A,. B.Sc. B.Com. અભ્યાસક્રમ માટે વધુમાં વધુ કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ?
 • 112. સરકારશ્રીની વિધવા સહાય યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી વિધવા મહિલાને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે?
 • 113. અનુસૂચિત જાતિના યુવાનો માટેની સરકારશ્રીની કોમર્શિયલ પાયલોટ તાલીમ યોજનાનો લાભ મેળવવા માટે કઈ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે ?
 • 114. સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (SAI) દ્વારા કેટલા નેશનલ સેન્ટર્સ ઑફ એક્સેલન્સની (NCOE) સ્થાપના કરવામાં આવી છે ?
 • 115. સરસડી-વાંછલા ડુંગરજૂથ પાણી પુરવઠા યોજના કયા જિલ્લામાં કાર્યરત છે ?
 • 116. સ્કીલ ઇન્ડિયા યોજનાનો પ્રારંભ કયારે થયો ?
 • 117. યુવાનો ગુજરાત રાજ્યના હેરિટેજને જાણે, તેનું સંરક્ષણ કરે, અને સાથેસાથે હેરિટેજ ટુરિઝમ દ્વારા રોજગારીનું સર્જન થાય તેવા ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા કઈ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે ?
 • 118. સ્વામી વિવેકાનંદની જન્મજયંતી ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે ?
 • 119. રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 • 120. ગુજરાત રાજ્યમાં કાર્યરત પૂર્ણા યોજનાનો લાભ મેળવવા માટેની આવકમર્યાદા કેટલી છે ?
 • 121. બેટી બચાવો બેટી પઢાવો યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
 • 122. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજનાના અમલીકરણ માટેનો વિભાગ કયો છે ?
 • 123. નીચેનામાંથી કયું / શું નીતિ આયોગ દ્વારા તાજેતરમાં લોન્ચ/ શરૂ કરવામાં આવેલ મહિલા ઉદ્યોગ સાહસિક પ્લેટફોર્મનો આધાર નથી ?
 • 124. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં બાળમૃત્યુદર તેમજ માતા મૃત્યુદર ઘટાડવા માટે કઈ યોજના છે ?
 • 125. સગર્ભા અને ધાત્રી માતાઓને સગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ માસ બાદ IFAની ગોળી કોના દ્વારા આપવામાં આવે છે ?

મહત્વપૂર્ણ લિંક

પ્રેસ નોટ જુઓઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ પરિપત્ર વાંચોઅહીં ક્લિક કરો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશનઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો કઈ તારીખ ના છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો 18 જુલાઈ 2022ના છે

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 પર ગૂગલ પર સર્ચ કરો.
સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
સ્ટેપ 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is g3q.co.in

18 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
18 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો