Connect with us

SarkariYojna

પોલીસ ભરતી 2018 નું વેઇટિંગ લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે , જુઓ સંપૂર્ણ માહિતી

Published

on

પોલીસ ભરતી 2018 નું વેઇટિંગ લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. 2018 LRD વેઇટિંગનું લિસ્ટનું લિસ્ટ જાહેર કરવા મામલે મોટા સમાચાર મળી રહ્યા છે. વિકાસ સહાય દ્વારા ટવિટ કરી ને LRD વેઇટિંગનું લિસ્ટ ટૂંક સમયમાં જાહેર થશે એવી જાહેરાત કરવામાં આવી છે, જે બાદ હવે થોડા જ સમયમાં LRD 2018નું વેઇટિંગ લિસ્ટ જાહેર કરી તાત્કાલિકના ધોરણે જે જગ્યાઓ ખાલી છે તે ભરી દેવામાં આવશે

LRD અગત્યના સમાચાર

મહત્વનું છે કે,22 એપ્રિલના રોજ વર્ષ 2018 એલઆરડીની ભરતીનુ વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરવાની માંગ સાથે ગાંધીનગર ખાતે એલઆરડીના પરીક્ષાર્થીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ચર્ચા કરી હતી.અને વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરવા અંગે સરકારનુ સકારતમક વલણ અપનાવી 20 ટકા વેઈટીંગ લિસ્ટને રી ઓપન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. નોંધનિય છે કે, 1-08-2018ના પરીપત્રને લઈ એલઆરડીની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને અન્યાયની લાગણી થઈ હતી.

LRB/201819/1 વેઇટિંગ લિસ્ટ માહિતી

આપને એ પણ જણાવી દઈએ કે વર્ષ 2018 LRDની ભરતીમાં વેઈટિંગ લીસ્ટ જાહેર કરવાની માંગ કરી હતી ત્યારે રુપાણી સરકારે 20 ટકા વેઈટિંગ લીસ્ટ જાહેર કરવાની જાહેરાત કરી હતી. પરતુ તે અંગે કોઈ નિર્ણય લેવાયો ન હતો. આમ રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની નવી સરકારની રચના બાદ પણ આશ્વાસન અપાયું હતું. જેનો સુખદ નીવેડો આવ્યો હતો. અને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે 2018 એલઆરડી ભરતીનું વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામા આવશે પણ હજુ સુધી લિસ્ટ બહાર ન પડાતાં મીડિયાના સવાલ જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં જ LRD વેઇટિંગનું લિસ્ટ જાહેર થશે

LRD ઉમેદવારો ને અમુલ્ય તક

સામાન્ય રીતે વિવિધ ભરતી પ્રક્રિયામાં પસંદગી યાદી બાદ 10 ટકા જગ્યાની વેઇટિંગ લિસ્ટ (government job waiting list in gujarat) તૈયાર કરવામાં આવે છે, પરંતુ આશાસ્પદ યુવાનો-યુવતીઓને રોજગારી (Employment In Gujarat)ની તક મળે તે માટે હવે 10 ટકાને બદલે 20 ટકાની પ્રતીક્ષાયાદી તૈયાર કરવામાં આવશે. આ નિર્ણયને પરિણામે જે ઉમેદવારો નોકરી માટે અરજી કરવાની મહત્તમ વય મર્યાદા પૂરી કરી ચૂક્યા હતા અને નોકરી મેળવવાની આશાને તિલાંજલિ આપી ચૂક્યા હતા તેવા ઉમેદવારને સરકારી સેવામાં જોડવાની તક મળશે.હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું છે કે, વર્ષ 2018-19માં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષકના વિવિધ સંવર્ગોની કુલ 12,197 જગ્યાઓ પર સીધી ભરતીની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેનું અંતિમ પરિણામ વર્ષ 2020માં પ્રસિદ્ધ થયું હતું, પરંતુ વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવ્યું નહોતું. આ સંદર્ભે રાજ્ય સરકારની મળેલી વિવિધ રજૂઆતો અન્વયે ઉમેદવારોની માંગણી અને લાગણીને ધ્યાને લઇ ઉમેદવારોના હિતમાં આ ભરતીમાં વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

જુઓ ઓફિસિયલ ટવિટ

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર વેબસાઇટhttps://www.lrbgujarat2018.in/
LRD પ્રતીક્ષા યાદીખૂબ જ ટૂંક સમયમાં જાહેર થશે
LRD પ્રતીક્ષા યાદી GRઅહીં ક્લિક કરો
માહિતી એપ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

પોલીસ ભરતી 2018 નું વેઇટિંગ લિસ્ટ માટે વેબસાઈટ કઈ છે

LRD Waiting List Website Is – https://www.lrbgujarat2018.in/

પોલીસ ભરતી 2018 નું વેઇટિંગ લિસ્ટ કયારે જાહેર થશે ?

વિકાસ સહાય દ્વારા ટવિટ કરી ને LRD વેઇટિંગનું લિસ્ટ ટૂંક સમયમાં જાહેર થશે એવી જાહેરાત કરવામાં આવી છે

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending