Connect with us

SarkariYojna

14 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

Published

on

14 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 14/07/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 14/07/2022

ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? વગેરે.

Gujarat Gyan Guru Quiz Questions Bank 14/07/2022

School Quiz Bank No. 1 To 125

  • 1. ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધનના વર્તમાન મંત્રીશ્રી કોણ છે ?
  • 2. બગીચાની ખેતી અને વ્યવસ્થાપનની કળા કે પ્રથાને શું કહે છે ?
  • 3. પ્રાચીન સુમેરિયનો તેમના પાકને જંતુઓથી બચાવવા માટે કયા તત્વનો ઉપયોગ કરતા હતા?
  • 4. ગુજરાત રાજ્યમાં પ્રગતિ સેતુ કાર્યક્રમ કયા નિયત વારે પ્રસારિત કરવામાં આવે છે ?
  • 5. ચાલુ વર્ષે (૨૦૨૨-૨૩)કયા જિલ્લાને ૧૦૦% સેન્દ્રીય ખેતી હેઠળ આવરી લેવામાં આવ્યો છે?
  • 6. નીચેનામાંથી ગુજરાત રાજ્યમાં કૃષિ યુનિવર્સિટી કયા સ્થળે આવેલી છે?
  • 7. ભારતના કયા મહાન વૈજ્ઞાનિકના સન્માનમાં આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરીએ છીએ?
  • 8. સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી 2.0 કયા વર્ષમાં અને કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે ?
  • 9. નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 હેઠળ ધોરણ-6 થી 12ના અભ્યાસક્રમમાં કયા પુસ્તકનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે?
  • 10. કુદરતી ખેતી વિષયનો સમાવેશ કરીને કયું અભિયાન ફળદાયી સાબિત થાય છે ?
  • 11. કયું રાજ્ય લર્નિંગ આઉટકમ આધારિત સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ બનાવનારું ભારતનું પ્રથમ રાજ્ય છે ?
  • 12. ગુજરાતના કયા મુખ્યમંત્રીએ ‘શાળા પ્રવેશોત્સવ 2022’ કાર્યક્રમની શરૂઆત કરી ?
  • 13. ભારતીય અદ્યતન અભ્યાસ (IIAS) સંસ્થા ક્યાં આવેલી છે?
  • 14. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વડોદરામાં કઈ યુનિવર્સિટીના કેમ્પસની શિલાન્યાસ વિધિ જૂન-2022 માં કરવામાં આવી ?
  • 15. ગુજરાતમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી ?
  • 16. GETCOનું પૂરું નામ શું છે ?
  • 17. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે પાવર જનરેશન માટે શેનો ઉપયોગ થાય છે?
  • 18. વીજ પુરવઠો દિવસભર, ખેડૂતો માટે હવે રાતની ઉંઘ હરામ નહીં થાય’ કઈ સરકારી યોજનામાં આ ટેગલાઇન છે?
  • 19. ઉન્નત જ્યોતિ યોજના’ ભારતના કયા વડાપ્રધાને શરૂ કરી હતી ?
  • 20. પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ક્યાં આવેલી છે?
  • 21. ગુજરાતનો પ્રથમ ઓવરબ્રિજ રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ કયા પુલ પર સ્થાપવામાં આવ્યો છે ?
  • 22. ફેમ ઇન્ડિયા સ્કીમનો બીજો તબક્કો કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે?
  • 23. પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) હેઠળ કેટલી રકમનું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે ?
  • 24. GSTNનું પૂરું નામ શું છે ?
  • 25. ગુજરાત રાજ્યના વર્તમાન નાણામંત્રી કોણ છે ?
  • 26. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમાનું પ્રીમિયમ બેંક ખાતાધારકના બચત ખાતામાંથી બેંક દ્વારા કઈ સુવિધાના માધ્યમથી ભરાઈ જાય છે ?
  • 27. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં મૃત્યુ અથવા સંપૂર્ણ અપંગતના કિસ્સામાં વારસદાર/નૉમિનીને કેટલી રકમ મળવાપાત્ર થાય છે ?
  • 28. કઈ વ્‍યવસ્‍થા હેઠળ ગુજરાત રાજયના ગરીબોને અન્‍ન સલામતી માટે ભારત સરકાર ઘઉં અને ચોખાની ફાળવણી કરે છે ?
  • 29. ભારતની વિશ્વધરોહર (World Heritage) અજંતા-ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?
  • 30. રાણકી વાવમાં કેટલા માળ આવેલ છે ?
  • 31. એપ્રિલ-2022 દરમિયાન માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉદ્ઘાટિત ભારતનો સૌથી મોટો લાઇટ એન્ડ સાઉન્ડ શો ક્યાં આવેલો છે ?
  • 32. હડપ્પા સંસ્કૃતિની લિપિ કઈ હતી ?
  • 33. વસંત મહોત્સવ ગુજરાતમાં ક્યાં ઉજવામાં આવે છે ?
  • 34. ઝવેરચંદ મેઘાણીની 125મી જયંતી નિમિત્તે ગુજરાત સરકારે કયા સ્થળે ‘મેઘાણી સ્મારક મ્યુઝિયમ’નું નિર્માણ કરવાનું જાહેર કર્યું છે ?
  • 35. ગ્રામ્ય વિસ્‍તાર માટે કુટુંબની સરેરાશ માથાદીઠ માસિક આવક રૂ. 324/-થી ઓછી હોય તેવા કુટુંબને ગુજરાત સરકાર દ્વારા કયું કાર્ડ આપવામાં આવે છે ?
  • 36. ભારતીય શાસ્ત્રીય નૃત્યનો વાર્ષિક ઉત્સવ ગુજરાતમાં દર વર્ષે કેટલા દિવસ માટે યોજવામાં આવે છે ?
  • 37. ગુજરાતી સાહિત્યમાં ‘સવાઈ ગુજરાતી’નું બિરુદ કયા સર્જકને આપવામાં આવ્યું છે ?
  • 38. માંગલ્યવન’ ક્યાં આવેલું છે ?
  • 39. ‘આમ્રવન’ ક્યાં આવેલું છે ?
  • 40. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનની મુખ્ય પ્રજાતિ કઈ છે ?
  • 41. વનવિભાગની અંગભૂત યોજના અંતર્ગત ખાતા દ્વારા રોપ ઉછેર યોજનામાં ઉછરેલ રોપાનું વિતરણ કોણ કરશે ?
  • 42. વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 43. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
  • 44. બરડા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  • 45. વિશ્વ પર્યાવરણ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 46. વિશ્વ પૃથ્વી દિવસ’ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 47. CFCનું પૂરું નામ શું છે ?
  • 48. વીર મેઘમાયા બલિદાન’ પુરસ્કાર યોજનાની ઘોષણા કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમ્યાન કરવામાં આવેલ હતી ?
  • 49. PHC નું પૂરું નામ આપો.
  • 50. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 51. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા દેશવ્યાપી અભિયાન ‘સ્વચ્છ ભારત મિશન’નો ઉદ્દેશ શું છે ?
  • 52. યોગિક પ્રેક્ટિસની મદદથી નીચેનામાંથી કયો રોગ નિયંત્રિત કરી શકાય છે ?
  • 53. નીચેનામાંથી ગુજરાત સરકારે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત કયો નિર્ણય કર્યો છે ?
  • 54. જન્મ સમયે લિંગ ગુણોત્તર સુધારવા માટે દેશમાં હાલમાં કયો કાર્યક્રમ અમલમાં છે ?
  • 55. આયુષ્યમાન ભારત યોજના’ બીજા કયા નામથી ઓળખાય છે ?
  • 56. કઈ યોજના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ટેલિફોન મારફત / ઓનલાઈન નિ:શુલ્ક ટેલીકન્સલ્ટેશન સેવાઓ આપવા માટે શરૂ કરવામાં આવી છે ?
  • 57. વિટામિનથી કેટલી ઊર્જા મળે છે ?
  • 58. રક્તદાન કરવા માટે વ્યક્તિની ઉંમર કેટલી હોવી જોઈએ ?
  • 59. તંદુરસ્ત તરુણીનું બી.એમ.આઈ. કેટલું હોવું જોઈએ ?
  • 60. વેપાર નીતિમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ?
  • 61. PCPIR નું પૂરું નામ શું છે?
  • 62. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP)માં કયા ક્ષેત્રનું મહત્તમ ભારણ છે ?
  • 63. નેશનલ હેન્ડલૂમ દિવસ’ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
  • 64. ગુજરાતમા અકીક ઉદ્યોગનું કેન્દ્ર ક્યાં આવેલું છે?
  • 65. કોના નેતૃત્વ હેઠળ 2003માં પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરવામાં આવી હતી?
  • 66. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિ માટે કોણ અરજી કરી શકે છે?
  • 67. કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે ?
  • 68. મોબાઈલ મેડિકલ વાન યોજનામાં નીચેનામાંથી કઈ સુવિધા ઉપલબ્ધ હોય છે ?
  • 69. શૈક્ષણિક પુરસ્કાર યોજના નીચેનામાંથી કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે ?
  • 70. ભારત સરકારની પીએમ સુરક્ષા વીમા યોજના હેઠળ આકસ્મિક વીમા યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ દર વર્ષે કેટલા રુપિયાનું પ્રીમિયમ ભરવું પડે છે ?
  • 71. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડનું ઈમેઈલ આઈડી શું છે ?
  • 72. પરપ્રાંતીય શ્રમયોગીઓ માટે વતનમાં જવા માટે ભાડું મેળવવા ગુજરાત સરકારની કઈ યોજના છે ?
  • 73. ગુજરાત સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમયોગીને કેટલા રૂપિયામાં ભોજન મળે છે ?
  • 74. ભારત સરકારના ઈ-શ્રમ કાર્ડ યોજના અન્વયે લાભાર્થીઓનું વીમા કવર કઈ યોજના હેઠળ બેંક ખાતામાં જમા કરવામાં આવે છે?
  • 75. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના’ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
  • 76. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના’ કયા કામદાર વર્ગ માટે છે ?
  • 77. રાજ્ય વિધાન પરિષદના સભ્ય બનવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ ?
  • 78. ભારતની સંસદમાં શેનો સમાવેશ થાય છે ?
  • 79. વિધાન પરિષદના સભ્ય પોતાનું રાજીનામું કોને સોંપશે?
  • 80. મહિલા આરક્ષણ વિધેયક લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામત રાખવા માંગે છે?
  • 81. સીટી સર્વે સ્કીમમાં એગ્રીકલ્ચર સર્વે નંબર જાણવા માટે કોને એપ્લિકેશન કરવી પડે છે ?
  • 82. ભારતમાં નેશનલ ઈ-ગવર્નન્સ પ્લાન હેઠળ કયા રાજ્યે પ્રથમ સ્ટેટ ડેટા સેન્ટર શરૂ કર્યું હતું?
  • 83. GWSSB’નું પૂરું નામ શું છે ?
  • 84. ભારતની સૌથી લાંબી નદીનું નામ શું છે ?
  • 85. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજદારના કુટુંબની વાર્ષિક આવક MIG-I (મધ્યમ આવક જૂથ-1) કેટેગરી માટે કેટલી રાખવામાં આવી છે ?
  • 86. વણાકબોરી ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
  • 87. ગામમાં શાંતિ અને સામાજિક સમરસતા જળવાય તે માટે ગુજરાતમાં કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?
  • 88. ગ્રામ પંચાયતના સભ્ય બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી અનિવાર્ય છે?
  • 89. ગુજરાત રાજયમાં ગરીબ કલ્યાણ મેળાની પરિકલ્પના કોની છે?
  • 90. ગુજરાત રાજયમાં સમરસ અવોર્ડ કેવી પંચાયતને આપવામાં આવે છે?
  • 91. ગોબરધન યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી?
  • 92. કઈ યોજના પાકની કાપણી પછીના વ્યવસ્થાપન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પ્રોજેક્ટ અર્થે નાણાકીય સહાય આપે છે ?
  • 93. તીર્થગ્રામ યોજના ગુજરાતમાં ક્યારે શરૂ કરવામાં આવી હતી?
  • 94. ગ્રામ પંચાયતનું બજેટ પસાર કરતાં પહેલાં કોને મોકલીને સલાહ-સૂચનો મેળવવાં પડે છે ?
  • 95. પાલિતણા તીર્થધામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
  • 96. ગુજરાતમાં નળસરોવર શેના માટે પ્રખ્યાત છે?
  • 97. અક્ષરધામ મંદિર ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે?
  • 98. ધોળાવીરા અને લોથલ પછી ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિનું ત્રીજું સ્થળ કયું છે?
  • 99. ફિલ્મ ટુરિઝમથી કયા ઉદ્યોગોને ફાયદો થઈ શકે છે?
  • 100. વાહન સંબંધિત સેવા માટે પરિવહન મંત્રાલયે કઈ વેબસાઈટ લોન્ચ કરી છે?
  • 101. PMGSYનું પૂરું નામ શું છે ?
  • 102. ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે ?
  • 103. PMAY-U નું પૂરું નામ શું છે ?
  • 104. ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીની નવી ઇમારત ક્યાં બનાવવામાં આવશે?
  • 105. ચાર ધામ પરિયોજના’ કયા રાજ્યમાં અમલમાં આવનાર છે ?
  • 106. વિશ્વનું સૌથી મોટું ડાયમંડ કોમર્શિયલ કોમ્પ્લેક્સ કયું છે ?
  • 107. સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યારે કરવામાં આવી હતી?
  • 108. ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર શાળાનું નામ શું છે?
  • 109. પ્રધાનમંત્રી e-VIDYA પ્રોજેક્ટ કયા પ્લેટફોર્મ હેઠળ શરૂ કરવામાં આવ્યો હતો?
  • 110. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પાઈલોટ તાલીમ માટે લોન સહાય હેઠળ કેટલી લોન મળે છે?
  • 111. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણનો મહત્તમ સમયગાળો કેટલો છે?
  • 112. કૌશલ્ય વર્ધન કેન્દ્રનો મુખ્ય હેતુ શું છે?
  • 113. ફિટ ઈન્ડિયા મુવમેન્ટ કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી?
  • 114. સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, ઉમરપાડામાં કઈ પાણી પુરવઠા યોજના કાર્યરત છે?
  • 115. ગુજરાત રાજ્યમાં કઈ યોજના અંતર્ગત મહિલાલક્ષી સરકારની વિવિધ યોજનાઓ, કાર્યક્રમો અને કાયદાઓ અંગેની માહિતી આપવામાં આવે છે ?
  • 116. ગુજરાત રાજ્ય મહિલા આયોગ’ અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ?
  • 117. મહિલાઓના સશક્તિકરણ માટે 2014 -2015થી ગુજરાત સરકાર દ્વારા કયું બજેટ લાગુ કરવામાં આવ્યું છે ?
  • 118. દીકરો ન હોય અને ફક્ત એક કે બે દીકરીઓ હોય તેવા દંપતીને કઈ યોજનાનો લાભ મળવાપાત્ર છે ?
  • 119. અનુસૂચિત જનજાતિની મહિલાને ‘બકરાં એકમની સ્થાપના’ માટેની યોજનાનો અમલ કરતી કચેરી કઈ છે ?
  • 120. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપી 100% કન્યાઓને શાળામાં પ્રવેશ કરાવવા માટે કઈ યોજના છે ?
  • 121. ગુજરાત સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે કેટલું આરક્ષણ રાખેલ છે ?
  • 122. સ્ત્રીઓ જાતીય સતામણી વિશે કયા અધિનિયમ અંતર્ગત ફરિયાદ કરી શકે છે ?
  • 123. સ્મશાનગૃહમાં અગ્નિદાહ કરાવનાર ગુજરાતની પ્રથમ મહિલા કોણ છે ?
  • 124. પ્રથમ ગુજરાતી મહિલા પર્વતારોહી કોણ છે ?
  • 125. એમએસએમઇ અંતગર્ત SAATHI નું પૂરું નામ શું છે?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 14 જુલાઈ 2022

Collage Quiz Bank No. 1 To 125

  • 1. ગુજરાત રાજ્યમાં ગ્રામકક્ષાએ પીવાના પાણીની સમસ્યા માટેનો હેલ્પ લાઇન નંબર કયો છે ?
  • 2. ગુજરાત સરકારે દેશમાં પ્રથમ વખત ખેડૂતો માટે ક્યા મહોત્સવની શરૂઆત કરી ?
  • 3. સરેરાશ વરસાદ, જમીનના ઉપયોગના આંકડા, ચોખ્ખો વાવેતર વિસ્તાર, કુલ પાક વિસ્તાર, લણણીની કિંમત અને મજૂરીની કિંમતનો સમાવેશ કયા અહેવાલમાં થાય છે ?
  • 4. કૃષિના સંબંધમાં CIBRCનો અર્થ શો થાય છે ?
  • 5. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ ડેરી સહકાર યોજના કયા ઉદ્દેશોને પહોંચી વળવા માટે અમલમાં મૂકવામાં આવી ?
  • 6. ગુજરાત રાજ્યમાં કયા વર્ક પ્લાન હેઠળ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગો કાર્યરત કરવામાં આવ્યું છે ?
  • 7. RUSAએ MHRD દ્વારા ક્યા શિક્ષણક્ષેત્રને સુધારવા માટે શરૂ કરવામાં આવેલ કાર્યક્રમ છે ?
  • 8. NPTELનું પૂરું નામ શું છે?
  • 9. ગુજરાત સરકારની કઈ યોજના ઈજનેરી કોલેજોના વિદ્યાર્થીઓને રાજ્યનાં ગામડાંઓના વિકાસ માટે તક આપે છે?
  • 10. ટીચર્સ સેન્સેશન ઇન કોરોના ટ્રાન્ઝિશન’ પુસ્તકમાં કયા સ્તરના શિક્ષકની અભિવ્યક્તિ રજૂ કરવામાં આવી છે ?
  • 11. નીચેનામાંથી કઈ સંસ્થા શિક્ષણ મંત્રાલય (એમઓઈ) સાથે સંકળાયેલી નથી ?
  • 12. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020નો ઉદ્દેશ કયો છે ?
  • 13. તાલીમાર્થી વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવાની યોજના કઈ છે ?
  • 14. દીનદયાલ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજનાની શરૂઆત ક્યારે થઈ ?
  • 15. ગુજરાત રેસિડેન્સીયલ ‘સૂર્ય ઊર્જા રૂફ ટોપ યોજના’ કયા નામથી ઓળખાય છે ?
  • 16. ગુજરાત સરકારની નવી ‘ગુજરાત સોલર પાવર પોલીસી 2021’નો ઉદ્દેશ જણાવો.
  • 17. સરદાર કૃષિ જ્યોતિ યોજનાના લાભાર્થીઓ કોણ છે?
  • 18. કિશાન સૂર્યોદય યોજના ગુજરાત રાજ્યમાં ક્યારે શરૂ કરવામાં આવેલ છે ?
  • 19. સૂર્યશક્તિ કિસાન યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
  • 20. PFMSનું પૂરું નામ શું છે ?
  • 21. નીચેનામાંથી કયા લાભો જીએસટીના છે ?
  • 22. યોગ્ય અધિકારી દ્વારા કમ્પોઝિશન સ્કીમ હેઠળ નોંધાયેલ વ્યક્તિએ કેટલા ગાળામાં ટેક્સ રિટર્ન ભરાયેલ ન હોય તો તેનું જીએસટી રજિસ્ટ્રેશન રદ થઈ શકે છે ?
  • 23. શ્રી વાજપેયી બેંકેબલ યોજનામાં ગ્રામીણ વિસ્તારની સામાન્ય કેટેગરીને આપવામાં આવેલી લોનની રકમ પર સબસિડીનો દર કેટલો છે ?
  • 24. માતા અને બાળકની સ્વાસ્થ્યસુધારણા માટે ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે ?
  • 25. ભારતીય ઉદ્યોગો, વ્યાપાર, ઉત્પાદકો, ખેડૂતો અને લોકો ભારતના વર્તમાન પ્રધાનમંત્રીશ્રીની કઈ મહત્ત્વાકાંક્ષી યોજનાના કેન્દ્રમાં છે ?
  • 26. અન્ન બ્રહ્મ યોજના હેઠળ કેટલા મહિના માટે અનાજ મફત આપવામાં આવે છે ?
  • 27. નેશનલ બાયોફયુલ પોલિસી-૨૦૧૮ હેઠળ ગુજરાત સરકાર દ્વારા કયા બાયોડીઝલના ઉત્પાદકોને પ્રોત્સાહન આપવામાં આવેલ છે ?
  • 28. ગુજરાતના ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કયા વર્ષમાં સ્થાન મળ્યું હતું ?
  • 29. RIDFનું પૂરું નામ શું છે ?
  • 30. ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ નિલમબાગ પેલેસના નિર્માણ માટેની ખાસ સામગ્રી ક્યાંથી મંગાવી હતી ?
  • 31. કિસાન નર્સરી યોજના હેઠળ ખેડૂત દ્વારા કેટલા છોડ ઉગાડી શકાય ?
  • 32. વન મહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત સીમાંત ખેડૂત અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી મહત્તમ કેટલા રોપાઓ વેચાણ કરવામાં આવે છે ?
  • 33. આદિવાસીઓ દ્વારા વૃક્ષ ખેતી યોજના અંતર્ગત રોપા ખેડૂત જાતે લાવે તો પ્રતિ હેક્ટરે કેટલી રકમ મળવાપાત્ર થાય છે ?
  • 34. પર્યાવરણ વાવેતર યોજના અન્વયે ઈચ્છુક સંસ્થાઓએ વાવેતર લેવાના એક વર્ષ અગાઉ કયા મહિનાની ત્રીસ તારીખ સુધીમાં અરજી આપવાની રહે છે ?
  • 35. માંગલ્ય વનનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
  • 36. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
  • 37. રજિસ્ટર્ડ મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓને 5000 રોપા કેટલા પૈસા લેખે મળે છે ?
  • 38. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ?
  • 39. ગુજરાતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની લીલ જોવા મળે છે ?
  • 40. ગુજરાતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની ત્રિઅંગી વનસ્પતિ જોવા મળે છે ?
  • 41. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Rotifera જોવા મળે છે ?
  • 42. કયું રાજ્ય ભારતનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય છે જેણે ક્લાઈમેટ ચેન્જ માટે સ્વતંત્ર વિભાગની સ્થાપના કરી છે ?
  • 43. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
  • 44. આકાશવાણી પર રજૂ થતા પર્યાવરણ જાગૃતિ માટેના કાર્યક્રમનું નામ જણાવો.
  • 45. ISRનું પૂરું નામ શું છે ?
  • 46. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે ?
  • 47. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
  • 48. કચ્છના કયા ગામને ભારત સરકારે ‘હેરિટેજ વિલેજ’ જાહેર કર્યું છે ?
  • 49. JSYનું પૂરું નામ આપો.
  • 50. RT-PCR નું પૂરું નામ શું છે ?
  • 51. કુપોષણ અને એનિમિયાથી થતી બીમારી અટકાવવા કઇ યોજના કાર્યરત છે ?
  • 52. સ્ટીલથી બનેલી દેશની પ્રથમ અને સૌથી મોટી જાહેર હોસ્પિટલ કઈ છે ?
  • 53. ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ ન્યુટ્રિશન સેન્ટર (સીડીએનસી)નો હેતુ શો છે?
  • 54. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાથી શું લાભ થશે ?
  • 55. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલી ઈલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન (ઈએફએફએ)-2નો હેતુ શો છે ?
  • 56. આયુષ્માન ભારતનો શુભારંભ કોણે કર્યો ?
  • 57. તાલીમ સંસ્થાઓને સહાય (એટીઆઈ) યોજનાનો ઉદ્દેશ શો છે ?
  • 58. ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ લેધર યોજના માટે કોણ પાત્ર છે?
  • 59. મહિલા કોયર વિકાસ યોજનાનો ઉદ્દેશ શો છે ?
  • 60. ગુજરાતમાં રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbની મુખ્ય ભૂમિકા કઈ છે ?
  • 61. સેન્ટ્રલ સોલ્ટ અને મરીન કેમિકલ્સ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયાં આવેલી છે ?
  • 62. મધ્યપ્રદેશમાં કોરબાનું મહત્ત્વ શેના માટે છે?
  • 63. શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોના વિકાસ માટે ધી બોમ્બે લેબર વેલ્ફેર ફંડ એક્ટ કઈ સાલમાં ઘડવામાં આવ્યો ?
  • 64. કેટલી ઉંમરથી લાભાર્થીને ભારત સરકારની અટલ પેન્શન યોજના હેઠળ પેન્શન મળવાપાત્ર બને છે ?
  • 65. ગુજરાત સરકારની માનવગરિમા યોજનામાં વ્યવસાય કરવા માટે કેટલા પ્રકારની ટુલ કિટનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
  • 66. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના કયા વર્ષમાં શરૂ થઈ ?
  • 67. રાજ્ય સરકારનાં જાહેર સાહસો તેમજ ખાનગી એકમોમાં મેનેજર અને સુપરવાઈઝરી કક્ષામાં કેટલા ટકા સ્થાનિકોને રોજગારી આપવાની જોગવાઈ છે ?
  • 68. મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજનાનો ઉદ્દેશ શો છે?
  • 69. નીચેનામાંથી કઈ સંસ્થા મહિલા ટેલરીંગ વર્ગોનું આયોજન કરે છે ?
  • 70. રાજ્યસભાની રચના ક્યારે થઈ ?
  • 71. નીચેનામાંથી કોની પાસે ભારતમાં ગમે ત્યાં કેસ ટ્રાન્સફર કરવાની સત્તા છે ?
  • 72. યુનિયનની ઔપચારિક કારોબારી સત્તા કોના હાથમાં હોય છે ?
  • 73. વિધાન પરિષદના સભ્યનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ?
  • 74. ભારતના રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો છે?
  • 75. ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના દ્વારા ખાતું ખોલાવવા માટે જમા થયેલી પ્રારંભિક રકમ કેટલી હોય છે ?
  • 76. ભારતમાં GST ક્યારે લાગુ કરવામાં આવી હતી ?
  • 77. કેટલાં શહેરોને Urban wifi અંતર્ગત કવર કરવામાં આવ્યાં હતાં ?
  • 78. અગ્નિપથ યોજના દ્વારા સેનામાં ૪ વર્ષ માટે જોડાયેલ સૈનિક ક્યા નામથી ઓળખાશે ?
  • 79. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સુજલામ સુફલામ જલ અભિયાનના કયા તબક્કાનો પ્રારંભ કર્યો ?
  • 80. જર્મનીની કઈ નદીનું સફાઈ કામ, ગંગા નદીની સફાઈ કાર્યક્રમ સાથે સહયોગથી કરાવવામાં આવે છે?
  • 81. ગુજરાતના નાગરિકોને તમામ સરકારી સેવાઓનીઓનલાઇન બિલ ચૂકવણી કઈ યોજના અંતર્ગત કરવામાં આવે છે ?
  • 82. સિંચાઈની સુવિધા માટે ગુજરાતથી નર્મદા કેનાલ કયા રાજ્ય સુધી વિસ્તરેલ છે ?
  • 83. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ સરકારની કઈ યોજનાનું અમલીકરણ કરે છે ?
  • 84. ભારત સરકારના જળ શક્તિ અભિયાન અંતર્ગત ‘કેચ ધ રેઈન’ ઝુંબેશ ક્યા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
  • 85. સ્માર્ટ સિટી મિશન કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું ?
  • 86. ગુજરાતમાં વ્યક્તિગત પાણી પુરવઠા યોજના શું છે ?
  • 87. સ્વજલધારા કાર્યક્રમ કોની અધ્યક્ષતા હેઠળ અમલમાં આવે છે ?
  • 88. લાભાર્થીને મકાન બાંધવા માટે ગુજરાત રાજ્ય સરકાર તરફથી ૧૦૦ ચો.મી.નો પ્લોટ વિના મૂલ્યે કઈ યોજના હેઠળ આપવામાં આવે છે ?
  • 89. કયા કાર્યક્રમના પ્રથમ ચરણમાં 2000 (બે હજાર) ગ્રામ પંચાયતોમાં 22 (બાવીસ) સેવાઓને ઑનલાઇન કરવામાં આવી છે ?
  • 90. ગુજરાત રાજયમાં સ્માર્ટ વિલેજ યોજનાની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી ?
  • 91. પંચાયતોની નાણાકીય સ્થિતિનો અભ્યાસ કરવા અને જરૂરી ભલામણો કરવા માટે રાજ્ય નાણાપંચની રચના કરવાની જોગવાઈ દર કેટલાં વર્ષે કરવામાં આવે છે ?
  • 92. રૂર્બન ડ્રેનેજ પ્રોજેકટના ભંડોળનો 100 ટકા હિસ્સો કોના તરફથી ઉપલબ્ધ થાય છે ?
  • 93. નર્મદા મૈયા પુલ ગુજરાતના કયા શહેરમાં આવેલો છે ?
  • 94. અમદાવાદ જનમાર્ગમાં કેટલા કિ.મી.નો માર્ગ કાર્યરત છે?
  • 95. વડનગરનું પ્રખ્યાત કીર્તિતોરણ શેનું બનેલું છે ?
  • 96. ગુજરાતના દરિયાકાંઠે વ્હેલ-શાર્ક સંરક્ષણના હેતુ માટે એમ્બેસેડર (દૂત ) તરીકે કોને જોડવામાં આવ્યા હતા ?
  • 97. કયું બંદર એશિયાનું પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) છે ?
  • 98. પ્રવાસન મંત્રાલયનું કયું અભિયાન ડિજિટલ અને સોશિયલ મીડિયા તેમજ યોગ, સુખાકારી, વૈભવ, ભોજન, વન્યજીવન સહિત વિશિષ્ટ પ્રવાસન ઉત્પાદનોના પ્રચાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
  • 99. ગુજરાતનુ પ્રથમ હેરિટેજ સ્થળ જણાવો.
  • 100. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  • 101. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ કયા રસ્તાઓ બનાવવામાં આવે છે ?
  • 102. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પર કેટલી ટ્રેનોની અવરજવર હશે ?
  • 103. રૂ. 1200001થી રૂ. 1800000 વાર્ષિક પારિવારિક આવક ધરાવતા પરિવારો PMAY (U) હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS)ના લાભ માટે કયા જૂથમાં ગણવામાં આવે છે ?
  • 104. ચંબલ નદી પર બનેલ કોટા-ચંબલ પુલનું ઉદઘાટન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા વર્ષમાં કર્યું હતું ?
  • 105. બીસીકે -29 યોજના હેઠળ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં દ્વિતીય ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે ?
  • 106. દિવ્યાંગના સંદર્ભમાં UDIDનું પૂરું નામ શું છે ?
  • 107. બાળકોને સુરક્ષા પૂરી પાડવાના સંદર્ભમાં GSCPS નું પૂરું નામ શું છે?
  • 108. નેશનલ રેલ અને ટ્રાન્સપોર્ટેશન ઈન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે ?
  • 109. e-VIDYA યોજના ક્યારે જાહેર કરવામાં આવી હતી ?
  • 110. અનુસૂચિત જનજાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન લેવા કૌટુંબિક આવકમર્યાદા કેટલી છે ?
  • 111. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત સ્નાતક કક્ષાનાં મેડિકલ અને ડેન્ટલના સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે પ્રથમ વર્ષે પુસ્તક સહાય કેટલી આપવામાં આવે છે ?
  • 112. અનુસૂચિત જાતિ અને જનજાતિના સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે શાળા યુનિફોર્મ યોજનાનો લાભ મેળવવા માટે વાલીની વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે?
  • 113. ITI શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારના અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કેટલી આવક મર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે ?
  • 114. ડોક્ટર પી.જી. સોલંકી ડોક્ટર અને વકીલ લોન સહાય તથા ટાઈપિંગ યોજના હેઠળ કાયદાના સ્નાતકોને આપવામાં આવતી લોન કેટલા ટકા વ્યાજના દરે આપવામાં આવે છે ?
  • 115. અનુસૂચિતજાતિ માટેની ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ?
  • 116. સ્વામી વિવેકાનંદ સમરસ છાત્રાલયનો પ્રારંભ ક્યારથી કરવામાં આવ્યો ?
  • 117. ધોરણ 10 અને ધોરણ 12ના સફાઈ કામદારનાં બાળકોને ઇનામ /પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારની યોજના હેઠળ ધોરણ 10માં તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે ?
  • 118. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો પ્રારંભ ક્યારે થયો ?
  • 119. ગુજરાતમાં ગંગા સ્વરૂપા બહેનોના પુન: વસવાટ માટે આર્થિક સહાય કયા વયજૂથની મહિલાઓને આપવામાં આવે છે ?
  • 120. ગુજરાત રાજ્યમાં કાર્યરત માતા યશોદા એવોર્ડના લાભાર્થી કોણ છે ?
  • 121. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલયલ સ્કૂલ કોને લાભકારક છે ?
  • 122. મહિલાઓ અને બાળકોનું ગેરકાયદે જાતીય શોષણ અને દેહવ્યાપાર અટકાવવા માટેની યોજના કઇ છે ?
  • 123. કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત લાભ લેવા ગ્રામીણ વિસ્તારમાં કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી છે ?
  • 124. કઈ પ્રાથમિક શાળામાંથી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે 12-14 વર્ષનાં બાળકો માટે કોવિડ રસીકરણ શરૂ કર્યું ?
  • 125. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ભારતની કેટલામી સ્પોર્ટ્સ યુનિવર્સિટી છે?

મહત્વપૂર્ણ લિંક

પ્રેસ નોટ જુઓઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ પરિપત્ર વાંચોઅહીં ક્લિક કરો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશનઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
14 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
14 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો કઈ તારીખ ના છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો 14 જુલાઈ 2022ના છે

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 પર ગૂગલ પર સર્ચ કરો.
સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
સ્ટેપ 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is g3q.co.in

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending