Connect with us

News

ગુજરાત સરકાર 3300 વિદ્યા સહાયકોની ભરતી કરશે, ટેટ પાસ ઉમેદવારોને પ્રાથમિકતા

Published

on

ગુજરાત સરકાર આગામી સમયમાં 3300 વિદ્યાસહાયકોની ભરતી કરશે. જેમાં ધોરણ 1થી 5માં 1300 અને ધોરણ 6થી 8માં 2000 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. જેનો લાભ ટેટ પાસ કરનારા ઉમેદવારોને મળશે. આ અંગે શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ જાહેરાત કરી હતી.

જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વિદ્યા સહાયકની ભરતીને લઇને માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન નીચે અલગ અલગ વિભાગો દ્વારા યુવાનોની ભરતી થાય તે માટે સૂચનાઓ આપી હતી. શિક્ષણ વિભાગ દ્વારા પણ અગાઉ વિદ્યા સહાયક અંગેની વાત કરવામાં આવી હતી. દિવ્યાંગ માટે 3 ટકાને બદલે 4 ટકા કરવાની વહીવટી પ્રોસેસ પૂર્ણ થઈ છે, ત્યારે હવે આગામી દિવસોમાં 3300 જેટલા વિદ્યાસહાયકોની ભરતી થશે. જેમાં 1થી 5માં 1300 વિદ્યાસહાયકોની ભરતી થશે અને 6થી 8માં 2000 શિક્ષકની ભરતી થશે. ટૂંક સમયમાં આ ભરતી પ્રક્રિયાઓ હાથ ધરાશે. જેનો ટેટના ઉમેદવારોને લાભ મળશે.

આ સિવાય શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ ડિપ્લોમા કોમ્યુનિકેશનના નવા અભ્યાસક્રમ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, વડનગર, અમરેલી, મોરબીમાં ડિપ્લોમામાં કોમ્યુનિકેશનનો કોર્ષ શરૂ કરાશે. કન્યા માટેની પોલિટેકનિક કોલેજોમાં પણ ડિપ્લોમામાં અભ્યાસક્રમ શરૂ કરાશે. પ્રધાનમંત્રી ડિજિટલ ભારતના સપનાને સાકાર કરાશે.

JOIN US ON WHATSAPP Join Now

  • ધો. 1થી 5માં 1300 અને ધો. 6થી 8માં 2000 વિદ્યા સહાયકોની ભરતી
  • દિવ્યાંગ માટે 3 ટકાને બદલે 4 ટકા કરવાની વહીવટી પ્રોસેસ પૂર્ણ થઈ છે
  • આગામી દિવસોમાં 3300 જેટલા વિદ્યાસહાયકોની ભરતી થશે
  • ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયાઓ હાથ ધરાશે

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ-3ની 373 જગ્યાઓ માટે ભરતી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની 373 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા મંડળી વેબસાઇટ પર આ જાહેરાત મૂકવામાં આવી છે. જેમાં વિસ્તરણ અધિકારી, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, સ્ટાફ નર્સ અને ડેપ્યૂટી એકાઉન્ટન્ટ સહિતની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ તમામ જગ્યા માટે ઓનલાઇન અરજી 11 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી વચ્ચે કરવાની રહેશે. Apply Here

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending