Connect with us

Updates

5 રાજ્યોમાં 7 તબક્કામાં થશે મતદાન, આ તારીખે આવશે પરિણામ

Published

on

5 રાજ્યોમાં 7 તબક્કામાં થશે મતદાન, આ તારીખે આવશે પરિણામ : ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબમાં ચૂંટણી યોજાવાની છે

 • આ વખતે 5 રાજ્યોની 690 માટે ચૂંટણી થશે
 • કુલ 8.55 કરોડ મહિલાઓ મતદાન કરશે: EC
 • કોરોના નિયમોના પાલન સાથે ચૂંટણી યોજાશે : EC

આ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબમાં ચૂંટણી યોજાવાની છે. CEC સુશીલ ચંદ્રે કહ્યું કે આ વખતે 5 રાજ્યોની 690 વિધાનસભા ક્ષેત્રો માટે ચૂંટણી થશે. તેમણે કહ્યું કે કોવિડ સેફ ઇલેક્શન કરવું ચૂંટણી પંચનો ઉદ્દેશ્ય છે. CECએ કહ્યું કે કોરોના કાળામાં ચૂંટણી કરવી મોટો પડકાર છે. હાલમાં ચૂંટણી કમિશનની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે.

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી જાહેર

 • 10 માર્ચના રોજ મત ગણતરી થશે
 • યૂપીમાં પહેલા તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીના રોજ થશે
 • યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા, મણિપુરની ચૂંટણી
 • 5 રાજ્યની 690 વિધાનસભા બેઠકની ચૂંટણી
 • કોરોના વચ્ચે ચૂંટણી કરાવવી પડકાર: EC
 • 18.34 કરોડ મતદાર કરશે મતદાન
 • 8.55 કરોડ મહિલાઓ મતદાન કરશે
 • કોવિડ ગાઈડલાઈન પ્રમાણે ચૂંટણી યોજાશે
 • કુલ 2 લાખ 15 હજાર 368 મતદાન મથક
 • 1620 મતદાન કેન્દ્રોનું મહિલાઓ સંચાલન કરશે
 • 80 વર્ષથી વધુના, દિવ્યાંગો માટે પોસ્ટલ બેલેટ
 • કોવિડ સંક્રમિતો માટે પોસ્ટલ બેલેટ સુવિધા
 • ઉમેદવારોની આપરાધિક જાણકારી આપવી પડશે
 • ઉમેદવાર રૂ.40 લાખ સુધીનો ખર્ચ કરી શકશે
 • ગોવા, મણિપુરમાં રૂ.28 લાખના ખર્ચની મર્યાદા
 • રાજકીય પક્ષો માટે સુવિધા એપ બનાવાઈ
 • ઉમેદવાર ઓનલાઈન ફોર્મ ભરી શકશે
 • બધા ચૂંટણી અધિકારીઓ વેક્સિનેટેડ હશે
 • ડોર ટૂ ડોર કેમ્પેન માટે 5 લોકોને પરવાનગી
 • કેમ્પેનમાં કોરોના ગાઈડલાઈનનું પાલન જરૂરી

વિજય સરઘસ પર પ્રતિબંધ

ચૂંટણી કમિશને કહ્યું કે,ચૂંટણીનો પ્રચાર ડિજિટલ, વર્ચુઅલ,મોબાઈલ દ્વારા કરવો. ફિજિકલ પ્રચાર માટે પારંપરિક સાધનોનો ઉપયોગ ઓછોમાં ઓછો કરો. આ ઉપરાંત રાત્રે આઠ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી કોઈ પ્રચાર, જન સંપર્ક રાજકીય પાર્ટીઓ નહીં કરી શકે. વિજય સરઘસ પણ નહીં કાઢી શકે. વિજેતા ઉમેદવારો બે લોકો સાથે પ્રમાણપત્ર લેવા જશે. પાર્ટીઓને નક્કી કરેલા સમયે જ સભા કરવાની પરવાનગી હશે. આજથી 15 જાન્યુઆરી સુધી રોડ શો,રેલી, સાઈકલ રેલી,પદ યાત્રા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કમિશને કહ્યું કે, 15 જાન્યુઆરી બાદ આના પર વિચાર કરવામાં આવશે.

દેશમાં કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. કોરોનાને જોતા ચૂંટણી સ્થગિત કરવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ હવે મળતી માહિતી પ્રમાણે યોગ્ય સમયે જ ચૂંટણી યોજાશે . ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબમાં ચૂંટણી થવાની છે.

5 રાજ્યોમાં 18.34 કરોડ મતદારો

CEC સુશીલ ચંદ્રએ કહ્યું કે આ વખતે પાંચ રાજ્યોની ચૂંટણીમાં કુલ 18.34 કરોડ મતદારો છે, જેમાં સર્વિસ વોટરનો પણ સમાવેશ થાય છે. જેમાંથી 8.55 કરોડ મહિલા મતદારો છે. કુલ 24.9 લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરશે. તેમાંથી 11.4 લાખ છોકરીઓ પ્રથમ વખત મતદાતા બની છે. તમામ બૂથ ગ્રાઉન્ડ ફ્લોર પર હશે, જેથી લોકોને સુવિધા મળી રહે. બૂથ પર સેનિટાઈઝર, માસ્ક ઉપલબ્ધ રાખવામાં આવશે.

90 ટકા મતદાન કરાવવાનું લક્ષ્ય

સુશીલ ચંદ્રએ કહ્યું કે, મોડલ કોડ ઓફ કંડક્ટ લાગુ થઈ ગયો છે. ચૂંટણી કમિશન અનુસાર પહેલીવાર મતદાન કરનારને વોટર ગાઈડ પણ મળશે. કમિશન તેમને ખાનગી રીતે ચિઠ્ઠી પણ મોકલશે. તેમણે કહ્યું કે, 60થી 70 ટકા મતદાન સંતોષકારક નથી, કમિશનનું લક્ષ્ય 90 ટકાથી ઉપર કરવાનું છે.

પાંચ રાજ્યોમાં એવા સમયે વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે જ્યારે દેશમાં કોરોનાના ત્રીજી લહેરનો ખતરો છે અને છેલ્લા કેટલાક દિવસોથી 1 લાખથી વધુ કેસો બહાર આવી રહ્યા છે. મુંબઈ-દિલ્હી જેવા શહેરો પહેલાથી જ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી પીડિત છે. હવે બાકીના શહેરોમાં જોખમ વધતા કોરોના અને તેના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને કારણે દેશભરમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending