Connect with us

SarkariYojna

ગુજરાતનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું, ‘કાઈપો છે…’ ના નાદ સાથે ગુંજી ઉઠ્યું આકાશ

Published

on

કોરોનાના 3 વર્ષ બાદ લોકો ઉત્તરાયણનો તહેવાર કોઈ પણ નિયંત્રણ વિના ઉજવી રહ્યાં છે. ગુજરાતભરમાં ધામધુમથી મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. લોકો વહેલી સવારથી જ સાઉન્ડ તેમજ પતંગો સહિતનો તમામ સામાન લઈ પોતાના ધાબા પર પહોંચી ગયા છે. આ સાથે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદમાં દર વર્ષની જેમ મકરસંક્રાંતિની ઉજવણી કરવા પહોંચી ગયા છે. આ ઉજવણી વચ્ચે કોઈ મોટી દુર્ઘટના કે કોઈ વાદવિવાદ ન સર્જાય તે માટે તંત્ર પણ એલર્ટ મોડમાં છે.

લોકોના જીવ બચાવવા પોલીસ રસ્તા પર

ઉતરાયણ પર્વને લઈ ઘાતક દોરીથી લોકોના જીવ જોખમમાં ન મુકાય તેને લઈ સુરતના તમામ ફ્લાય ઓવર પર ટુવિલર ચલાવવા માટે પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. જેને લઇ બ્રિજ પર કોઈ પણ ટુ-વ્હીલર ચાલક પસાર ન થઈ શકે તે માટે ખાસ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તમામ બ્રિજના છેડા ઉપર ખાસ પોલીસ તેનાત કરાવી છે અને તમામને બ્રિજ પર જવા માટે રોકવામાં આવી રહ્યા છે.

પવનની ગતિ ધીમી અને વીજ પુરવઠો ખોરવાતા ધાબા મસ્તીમાં બંધ

રાજકોટમાં પતંગ રસીકોની મસ્તીમાં બાધા આવી છે. પવનની ગતિ ધીમી અને વીજ પુરવઠો ખોરવાતા ધાબા મસ્તીમાં બંધ થઈ છે. પતંગ ઉડાડવાની સાથે લોકો મ્યુઝિક સાથે ઝૂમી રહ્યાં હતા. સવારથી જ બેથી ત્રણ વખત વીજળી ડૂલ થતા ડી.જે. સાથે મોજ માણતા લોકોના શહેરા પર નિરાશા જોવા મળી હતી.

સુરત શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું

સુરત શહેર બ્રિજ સીટી તરીકે જાણીતું છે અને શહેરમાં મોટી સંખ્યામાં લોકો બ્રિજ પરથી અવર-જવર કરે છે. ત્યારે ઉતરાયણ પર્વ દરમિયાન અકસ્માત કે ગળા કપાવવાના બનાવો ન બને તે માટે સુરત પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામાં મુજબ આજે અને આવતી કાલ સુધી શહેરના તમામ ફ્લાય ઓવરબ્રિજ પર ટુ-વ્હીલર પર અવર જવર કરવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ઈમરજન્સી કેસોમાં ગતવર્ષ કરતા વધારો

2022માં 698 સામે આવ્યા હતા, જેની સામે આજે સવારે 9 વાગ્યા સુધીમાં 807 ઈમરજન્સી કેસો મળી આવ્યા છે. 2022ની સરખામણીમાં 109 ઈમરજન્સી કેસો મળી આવ્યા.

ઉત્તરાયણની ઉજવણી સમગ્ર રાજ્યમાં લોકો કરી રહ્યા છે. ત્યારે આ પ્રસંગે લોક ગાયક કીર્તિદાન ગઢવીએ તેમના પત્ની સાથે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી.રાજકોટ-જેતપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.ઉતરાયણ પર્વને લઈ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા આજે લોકોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના નિવાસસ્થાનેથી પતંગ ચગાવી પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી અંતર્ગત અમદાવાદના દરિયાપુરની નવા તળીયાની પોળના રહીશો સાથે કરી હતી.

Source : Divyabhaskar Com

The sky of Gujarat is covered with colorful kites
The sky of Gujarat is covered with colorful kites

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending