Connect with us

SarkariYojna

કરુણા અભિયાન 2023 , ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં અભિયાન

Published

on

કરુણા અભિયાન 2023 : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરીથી પક્ષીઓની ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં તા.20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન 2023 યોજવામાં આવશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

કરુણા અભિયાન 2023

રાજ્ય સરકારે મકરસંક્રાંતિના તહેવાર પર પક્ષીઓને લઈને કરુણા અભિયાનની (karuna abhiyan in gujarat) શરૂઆત કરી છે. આ અભિયાનમાં 8,000 જેટલા સ્વયંસેવકો જોડાયા છે. આ ઉપરાંત (Uttrayan 2023) પક્ષીઓની સારવાર કેન્દ્રોની વિગત માટે વોટસએપ પર કોલ કરીને લીંક મેળવી શકાશે. (Makar Sankranti 2023)

અબોલ જીવોના રક્ષણ માટેનું આ અભિયાન દેશ અને દુનિયામાં ગુજરાત પ્રથમ રાજ્ય છે ત્યારે આ અભિયાનમાં સૌને સહભાગી થવા તેમજ સવારે 09:00 વાગ્યા પહેલા અને સાંજે 05:00 વાગ્યા પછી પતંગ ન ઉડાડવા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે અપીલ કરી છે.

પોસ્ટ નામકરુણા અભિયાન 2023
રાજ્યગુજરાત
હેલ્પલાઈન નંબર1962
વોટ્સએપ હેલ્પલાઈન8320002000
કરુણા અભિયાન 2023
કરુણા અભિયાન 2023

કરુણા અભિયાન 2023 મુખ્ય મુદ્દા :

  • ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં કરુણા અભિયાન શરૂ – પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ.
  • પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને તેની સારવાર કરવા તારીખ 20મી જાન્યુઆરી સુધી યોજાશે કરૂણા અભિયાન 2023.
  • જીવ દયાના આ અભિયાનમાં સૌને સહભાગી થવા તેમજ સવારે 09:00 પહેલા અને સાંજે 05:00 પછી પતંગ ન ઉડાડવા પ્રવક્તા મંત્રીશ્રીની અપીલ.
  • ઉત્તરાયણના પર્વમાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવા મંત્રી શ્રી ઋષિકેશ પટેલનો રાજ્યની જનતાને અનુરોધ

મહત્વપૂર્ણ નોંધ :

  • દેશભરમાં અબોલ જીવના સંરક્ષણ માટે આ અનોખું અભિયાન ગુજરાતમાં છેલ્લા 6 વર્ષથી ચલાવવામાં આવી રહ્યું છે.
  • હેલ્પલાઇન નંબર 1962 ઉપરથી કરુણા એમ્બ્યુલન્સની સેવા પ્રાપ્ત થશે : વોટ્સએપ નંબર 8320002000 ઉપર પણ સેવા ઉપલબ્ધ કરાવાઈ.
  • રાજ્યભરમાં જરૂરિયાત મુજબ 865 થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો બનાવ્યા
કરુણા અભિયાન 2023
કરુણા અભિયાન 2023

કરૂણા અભિયાન– Karuna abhiyan in Gujarat

મંત્રીશ્રીએ કહ્યું કે, આગામી તારીખ 20 જાન્યુઆરી સુધી કાર્યરત આ કરૂણા અભિયાન 2023 દરમિયાન દરરોજ સવારે 07:00 કલાકથી સાંજે 06:00 કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલ રૂપ કાર્યરત કરાશે એટલું જ નહી, 33 જીલ્લાઓમાં 333 એન.જી.ઓ. આ સેવાયજ્ઞમાં જોડાઈ છે. ચાલુ વર્ષે રાજ્યમાં 865થી વધારે પક્ષી નિદાન કેન્દ્ર, 750થી વધારે ડોક્ટર તથા 8 હજારથી વધારે સ્વયંસેવકો કાર્યરત રહીને પક્ષી બચાવવાનું કામ કરી રહ્યા છે. આ માટે જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગત વોટ્સએપ નંબર 8320002000 ઉપર કોલ કરીને ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઈ શકાશે.

મહત્વપૂર્ણ લિંક

વાંચો પરિપત્રઅહીં ક્લિક કરો
Mahiti App એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

કરુણા અભિયાન 2023 હેલ્પલાઇન નંબર કયો છે?

કરુણા અભિયાન 2023 હેલ્પલાઈન નંબર 1962 છે

પક્ષી સારવાર કેન્દ્રોની વિગત વોટ્સએપ નંબર કયો છે?

પક્ષી સારવાર કેન્દ્રોની 8320002000 વોટ્સએપ નંબર છે

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending