Updates
Talati Exam : તલાટી પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થવાના સમયે એટલે કે 12:30 વાગે જ આપવામાં આવશે , હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી
Talati Exam : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ઈન્ચાર્જ હસમુખ પટેલે ટ્વિટ કરીને તલાટીની પરીક્ષા અંગે મહત્વની જાણકારી આપી છે. હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થવાના સમયે એટલે કે 12:30 વાગે જ આપવામાં આવશે.’
તલાટી પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થવાના સમયે એટલે કે 12:30 વાગે જ આપવામાં આવશે
અંગૂઠાની તથા ઉમેદવારની સહી પ્રશ્નપત્ર વહેંચતા પહેલા થઈ જાય તેવું આયોજન કરવામાં આવશે. વર્ગખંડ નિરીક્ષક ની સહી પ્રશ્નપત્ર વહેચ્યા બાદ કરવામાં આવશે જેથી તેઓ પ્રશ્નપત્રની સીરીઝ બરાબર લખાયેલ છે કે કેમ તેની ખાતરી કરી શકે આમ કરવા માટે ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર પર વહેલા પહોંચવું પડશે.
તલાટી પરીક્ષા સંમતિ ફોર્મ 2023
આમ ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઈ જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી “પરીક્ષા આપવા માટેની સંમતિ” મેળવવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે માટે ઉમેદવારે OJAS વેબસાઇટ ઉપરના HOME PAGE ઉપર NOTICE BOARD સેકશનમાં જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા.૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા અહિં કલીક કરો”. ઉપર કલીક કરી લોગીન કરવાનું રહેશે. ઉમેદવારે ઓજસ વેબસાઇટ ઉપર ઉમેદવારે પોતાના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખથી લોગીન કરીને જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા આપવા માટેની પોતાની સંમતિ અંગેનું ફોર્મ તા. ૧૩.૦૪.૨૦૨૩ ના રોજ બપોરે ૧૬.૦૦ કલાકથી તા.૨૦.૦૪.૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક દરમ્યાન ભરવાનું રહેશે. છેલ્લી તારીખ : ૦.૦૪.૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક બાદ કોઇપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહિ.
આ પણ વાંચો : સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરતી 2023 : ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
તલાટીની પરીક્ષાની તારીખ જાહેર
7 મેના રોજ તલાટીની પરીક્ષા : સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે માટે સરકારનો નવો નિર્ણય, પહેલા ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવશે, જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે
ઉમેદવારોની સંખ્યાઓને ધ્યાનમાં રાખી આયોજન
સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈને આયોજન કરવું પડતુ હોય તે માટે ખુબ વિશાળ પ્રમાણમાં વ્યવસ્થાઓ કરવાની થાય છે. જેમાં પરીક્ષા કેન્દ્રો, વર્ગખંડ, ઇન્વીજીલેટર, કેન્દ્ર નિયામક વગેરે તેમજ પોલીસ સ્ટાફ પણ મોટા પ્રમાણમાં રોકાયેલ રહે છે. પરીક્ષામાં ગેરહાજર રહેતા ઉમેદવારોની મોટી સંખ્યાને કારણે તે પ્રમાણમાં કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓનો બિનજરૂરી ખર પણ થાય છે. આથી જે ઉમેદવારો પરીક્ષા આપવા ઈચ્છતા ન હોય તેવા ઉમેદવારોની આગાઉથી જાણ થઇ જાય અને તેમના માટેની પરીક્ષા વ્યવસ્થા કરવાની ન થાય તો બાકી રહેતા ઉમેદવારો માટેની પરીક્ષા વ્યવસ્થા વધારે સારી રીતે લરી શકાય.
મહત્વપૂર્ણ લિંક :
GPSSB જુનિયર ક્લાર્કની સત્તાવાર વેબસાઇટ | http://gpssb.gujarat.gov.in/ |
સંમતિ ફોર્મ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
તલાટી પરીક્ષા સંમતિ ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો : તલાટી અભ્યાસક્રમ 2022, આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે ઉપયોગી
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
તલાટી પરીક્ષા સંમતિ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?
તલાટી પરીક્ષા સંમતિ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ 2023 છે
તલાટી સંમતિ ફોર્મની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
તલાટી સંમતિ ફોર્મની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ojas2/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=# છે

-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in