Connect with us

SarkariYojna

કામની યોજના / SBI એ રજૂ કરી શાનદાર સ્કીમ, બાળકોના અભ્યાસથી લઈ લગ્ન સુધીનો ખર્ચ ફ્રી! જુઓ ડિટેલ્સ

Published

on

SBI એ રજૂ કરી શાનદાર સ્કીમ : SBI Scheme: વધતી જતી મોંઘવારીએ સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. બાળકોના ભણતરથી લઈને ખાવાપીવાનું બધું મોંઘું થઈ ગયું છે. આવી સ્થિતિમાં બાળકોને સારું શિક્ષણ (Education For Children) આપવું એક મોટો પડકાર છે. આવી સ્થિતિમાં તમારી ચિંતાઓને દૂર કરવા માટે SBI એ એક જબરદસ્ત સ્કીમ રજૂ કરી છે. તેમાં તમને ઘણી સુવિધાઓ મળશે.

SBI એ રજૂ કરી શાનદાર સ્કીમ

SBI લાઈફ ઈન્શ્યોરન્સે બાળકો માટે આવી સ્કીમ રજૂ કરી છે, જેમાં તમારા બાળકોના ભણતરથી લઈને લગ્ન સુધીના ખર્ચનું ટેન્શન સમાપ્ત થઈ જશે. SBI ચાઇલ્ડ પ્લાન ફિક્સ્ડ ડિપોઝિટ (SBI Child Plan Fixed Deposit) હેઠળ બે યોજનાઓ છે – પ્રથમ SBI લાઇફ – સ્માર્ટ ચેમ્પ ઇન્શ્યોરન્સ અને બીજી SBI લાઇફ – સ્માર્ટ સ્કોલર, જેમાં રોકાણ કરીને તમે તમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો.

SBI લાઈફ – સ્માર્ટ ચેમ્પ ઈન્શ્યોરન્સ

  • SBI લાઇફની આ સ્કીમ હેઠળ તમે 1 લાખ રૂપિયાનું રોકાણ કરીને 1 કરોડ રૂપિયા જમા કરાવી શકો છો.
  • જો તમે ઇચ્છો તો, તમે તેમાં માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક રોકાણ કરી શકો છો.
  • 21 થી 50 વર્ષની વયજૂથની કોઈપણ વ્યક્તિ આ સ્કીમ ખરીદી શકે છે.
  • આ પ્લાન ખરીદવા માટે, બાળકની ઉંમર 0-13 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • તેના માટે બાળકનો મેચ્યોરિટી પીરિયડ 21 વર્ષનો છે.
  • બાળક 18 વર્ષનું થાય ત્યારે વાર્ષિક 4 વાર્ષિક હપ્તામાં રકમ આપવામાં આવે છે.
  • આ સ્કીમ હેઠળ કમનસીબ અકસ્માતના કિસ્સામાં રોકાણકારને વીમા રકમના 105 ટકા સુધીની રકમની ચુકવણી કરવામાં આવે છે.

SBI લાઈફ – સ્માર્ટ સ્કોલર

  • SBI લાઇફ- સ્માર્ટ સ્કોલર એ એક ઈન્ડિવિઝ્યુઅલ, યૂનિટ લિંક, નોન પાર્ટિસિપેન્ટ લાઈફ ઈન્શ્યોરન્સ સ્કીમ છે.
  • તેમાં રોકાણ કરવા માટે માતા-પિતાની ઉંમર 18 થી 57 વર્ષની હોવી જોઈએ.
  • તેના માટે બાળકની ઉંમર 0 થી 17 વર્ષની હોવી જોઈએ.
  • તમે આ પોલિસીમાં 8 વર્ષથી 25 વર્ષ સુધી રોકાણ કરી શકો છો.
  • બાળકનો મેચ્યોરિટી પીરિયડ 18 થી 25 વર્ષનો છે.
  • માતાપિતાનો મેચ્યોરિટી પીરિયડ 65 વર્ષ છે.
  • આ સ્કીમમાં તમે ઈમરજન્સી સમયે રૂપિયા ઉપાડી શકો છો.
  • તેમાં પણ તમને અકસ્માત વીમો પણ આપવામાં આવે છે.
  • તેમાં તમને ટેક્સનો લાભ પણ મળે છે.
SBI એ રજૂ કરી શાનદાર સ્કીમ
SBI એ રજૂ કરી શાનદાર સ્કીમ

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending