Connect with us

SarkariYojna

ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય

Published

on

ખેડૂતોને નુકશાની વળતર સહાય : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આંગણે આવીને ઉભી છે, ત્યારે રાજકીય પક્ષો લોકોને આકર્ષવા માટે અવનવી જાહેરાતો કરી રહ્યા છે. તેવામાં હવે રાજ્ય સરકારે રૂ. 630 કરોડનું પેકેજ જાહેર કરીને ખેડૂત મતોનો પાક લણવાનો પ્રયાસ કર્યો છે. અતિવૃષ્ટીના કારણે અનેક વિસ્તારના ખેડૂતોનો પાક નાશ થઇ ચૂક્યો તેને મહિનાઓ વીતી ચૂક્યા છે, ચોમાસાની ઋતુ પણ પૂર્ણ થઇ ચૂકી છે, સહાય માગ કરતા પણ ખેડૂતો થાક્યા હતા, ત્યારે છેલ્લે છેલ્લે ખેડૂતોને રીઝવવા માટે સરકારે સહાય પેકેજ જાહેર કરી દીધું છે. ‘ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 8 લાખથી વધુ ખેડૂતોને આકર્ષવા માટે જાહેરાત કરી દીધી છે. જોકે જુલાઈમાં કૃષિમંત્રીએ આશ્વાસન રૂપે સહાય આપશે તેવું જણાવ્યું હતું. 2022ની ખરીફ ઋતુમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનને લઇને આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે મતોનું નુકસાન ન થાય તે માટે પણ આ પેકેજની જાહેરાત થઇ હોવાનું વિપક્ષ અને ખેડૂતો જણાવી રહ્યા છે.

ખેડૂતોને નુકશાની વળતર સહાય

દિવ્ય ભાસ્કરે 3 મહિના અગાઉ 18 જુલાઈના રોજ કૃષિ પેકેજમુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે વાતચીત કરી હતી, જેમાં કૃષિ પેકેજને લગતાં વિવિધ પાસાંની અને ખેડૂતોની માગને લઈને ચર્ચા કરી હતી. એમાં તેમણે કોને પેકેજ અપાશે અને કેટલું અપાશે એ સહિતના મુદ્દે વિગતે માહિતી આપી હતી.

ખેડૂતોને નુકશાની વળતર સહાય
ખેડૂતોને નુકશાની વળતર સહાય

આ 14 જિલ્લાનાં 2554 ગામના ખેડૂતોને મળશે સહાય

આ વર્ષે ભારે વરસાદને કારણે 14 જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું હતું. છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ, ખેડા જિલ્લાઓના કુલ 50 તાલુકાના 2554 ગામમાં પાક નુકસાની અંગેના અહેવાલો સંબંધિત જિલ્લા તંત્ર મારફત રાજ્ય સરકારને મળ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અહેવાલોના સર્વગ્રાહી આકલન અને ખેડૂતો, ખેડૂત સંગઠનોની તથા પ્રજા પ્રતિનિધિઓની રજૂઆતો સંદર્ભે સંવેદનાપૂર્ણ અભિગમ અપનાવીને આ 630.34 કરોડ રૂપિયાના માતબર સહાય પેકેજની ઘોષણા કરી છે. રાજ્યમાં અંદાજે 9.12 લાખ હેક્ટર જમીન વિસ્તારમાં 8 લાખથી વધુ ધરતીપુત્રોને આ પેકેજનો લાભ મળશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે જાહેર કરેલા આ સહાય પેકેજની વિસ્તૃત વિગતો આપી હતી.

ખેડૂતોને નુકશાની વળતર સહાય
ખેડૂતોને નુકશાની વળતર સહાય

કેળના પાક માટે હેક્ટરદીઠ રૂ.30 હજારની સહાય

રાઘવજી પટેલે જણાવ્યું હતું કે આ સહાય પેકેજ અંતર્ગત એવું નિર્ધારિત કરવામાં આવ્યું છે કે 33 ટકા અને એનાથી વધુ પાક નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને ખેતી પાકો માટે (કેળ સિવાયના) હેક્ટરદીઠ રૂ. 6800 સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં SDRF તેમજ સ્ટેટ બજેટમાંથી આપવામાં આવશે. જ્યારે કેળના પાકને થયેલા નુકસાન માટે કુલ રૂ. 30,000ની હેક્ટરદીઠ સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં (SDRF બજેટમાંથી રૂ.13500 પ્રતિ હેક્ટર ઉપરાંત રાજ્ય બજેટમાંથી વધારાની સહાય તરીકે રૂ.16500 પ્રતિ હેકટર) આપવાની જોગવાઈ આ પેકેજમાં કરવામાં આવેલી છે.

ઓછામાં ઓછી 4 હજારની સહાય તો મળશે જ

કૃષિમંત્રીએ વધુમાં કહ્યું હતું કે જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે SDRFનાં ધોરણો અનુસાર સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂ.4 હજાર કરતાં ઓછી થતી હોય તોપણ તેવા કિસ્સામાં ઓછામાં ઓછી રૂ.4 હજારની સહાય ચૂકવવાની રહેશે એવો મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ કરવામાં આવ્યો છે. આવા કિસ્સામાં SDRFમાંથી મળવાપાત્ર સહાય ઉપરાંતની ચૂકવવાપાત્ર થતી સહાયની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે. આ પેકેજનો લાભ ખેડૂતોને ત્વરિત અને વિનાવિલંબે મળે અને સંપૂર્ણ કાર્યવાહી ઓનલાઈન થાય એ હેતુસર સરકારે ડિજિટલ ગુજરાત માધ્યમ પર કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકવાની તથા આ માટે ખેડૂતો દ્વારા સાધનિક કાગળો સહિત નજીકના ઈ-ગ્રામ સેન્ટર પર ઓનલાઈન અરજી માટેની વ્યવસ્થા ઊભી કરેલી છે, એમ પણ રાઘવજી પટેલે ઉમેર્યું હતું.

આ રીતે કરવી પડશે અરજી

પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજીપત્રકના નમૂનામાં ગામ નમૂના નં.8-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. 7-12, આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય એ અંગેનો અન્ય ખાતેદારોની સહીવાળો “ના- વાંધા અંગેનો સંમતિપત્ર” વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને નિયત નમૂનામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ફી ચુકવણી કે ખર્ચ કરવાનો રહેશે નહીં એ માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે, એમ પણ કૃષિમંત્રીએ આ સહાય પેકેજની વિગતો આપતાં જણાવ્યું હતું.

નુકશાની સહાય મળવાપાત્ર ગામોની યાદી pdfClick Here
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Source : Divyabhaskar Com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending