google news

ખેડૂતોને તાડપત્રી ખરીદી પર સરકાર દ્વારા સહાય યોજના 2023 : રૂ 1875 ની સહાય, જાણો સંપૂર્ણ માહિતી

Tadpatri Sahay Yojana 2023 : ગુજરાતના ખેડૂતોને તાડપત્રી સહાય યોજના 2023 , રાજ્યના ખેડુતોને તાડપત્રી ખરીદીની પર સહાયની યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ 07/08/2023 ના રોજ સવારે 10:30 કલાકે થી ખેડુતો દ્વારા ઓનલાઇન તાડપત્રીની ખરીદી પર સહાયની અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. કિસાન પરિવહન યોજનાનો લાભ લેવા માટેતા. 07/08/2023 થી તા. 06/09/2023 સુધી આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે. આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી તાડપત્રી સહાય યોજના 2023 વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

તાડપત્રી સહાય યોજના 2023 વિગતો

યોજનાનું નામતાડપત્રી સહાય યોજના 2023
હેઠળગુજરાત રાજ્ય સરકાર
યોજનાનો હેતુખેતીવાડી ની યોજનાઓ
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકારઓનલાઇન
સત્તાવાર પોર્ટલhttps://ikhedut.gujarat.gov.in
છેલ્લી તારીખ06/09/2023

ગુજરાતમાં તાડપત્રી ખરીદી સબસિડી યોજના 2023

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. જેમાં બાગાયતી વિભાગ દ્વારા  તાડપત્રી પર સહાય આપવામાં આવે છે. Tadpatri Sahay Yojana Subsidy Scheme in Gujarat નો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી, કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીશું

તાડપત્રી ખરીદી સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

ગુજરાત સરકાર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી આઈ-ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે. ખેડૂતોને આ તાડપત્રી સહાય યોજનાનો લાભ મેળવવા માટે બાગાયતી વિભાગ દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.

  1. ખેડૂત ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.
  2. લાભાર્થી ખેડૂત હોવો જોઈએ..
  3. ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.
  4. ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે.

તાડપત્રી ખરીદી સબસિડી યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા અત્યારે આઈ-ખેડૂત પોર્ટલ પર ચાલતી તાડપત્રી સહાય યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની કરવાની હોવાથી. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ અરજદાર પાસે પાસે હોવા જોઈએ.

  1. જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
  2. સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
  3. જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ
  4. આધારકાર્ડ ની નકલ
  5. બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક

તાડપત્રી ખરીદી સબસિડી યોજનાની ઓનલાઈન કરવાની પ્રક્રિયા – How to Apply for Tadpatri Sahay Yojana Online Registration Process

 ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.

  • સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “ikhedut Portal ” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • આઈ-ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવું. ત્યારબાદ ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” જમણી બાજુ પર લખેલ – વિગતો માટે અહીં ક્લિક કરો પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કર્યા પછી તમને વિવિધ ખેતીવાડી ની યોજનાઓ લિસ્ટ તમને બતાવશે.
  • જેમાં અનુક્રમ નં 1 – “તાડપત્રી” માં “અરજી કરો” લખેલ આવે તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • નવું વેબ પેજ પછી તમને પૂછવામાં આવશે તમે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હો કે ના ધરાવતા હો, તો પણ અરજી કરી શકો છો.
  • જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
  • “નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
  • અરજીમાં સુધારા વધારા માટે “અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
  • અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી
  • જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.
  • અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
  • જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો.
  • અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
  • જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
  • અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ

તાડપત્રી સહાય યોજનામાં અરજદારે 07/08/2023 થી 06/09/2023 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.

મહત્વપૂર્ણ લિંક :

આઇ ખેડુત પોર્ટલhttps://ikhedut.gujarat.gov.in/
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપ જોડાઓઅહીં ક્લિક કરો
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો