google news

પાલીતાણા ઢેબરીયા તેરસનાં મેળા નિમિત્તે રસ્તાઓને વન વે જાહેર કરતું જાહેરનામું, જુઓ સંપૂર્ણ માહિતી

પાલીતાણા ઢેબરીયા તેરસનાં મેળા નિમિત્તે ૨૧/૦૩/૨૦૨૪ સવારે ૮ વાગ્યાથી તા. ૨૩/૦૩/૨૦૨૪ રાત્રે ૧૨ વાગ્યા સુધી દિવસ -૩ સુધી એકમાર્ગીય રસ્તો જાહેર કરવામાં આવેલ છે.

પાલીતાણા ઢેબરીયા તેરસનાં મેળા

પાલીતાણા શહેરમાં આગામી તા. ૨૨/૦૩/૨૦૨૪  તથા તા. ૨૩/૦૩/૨૦૨૪  ના રોજ જૈન ઢેબરીયો મેળો યોજાનાર હોય, જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી વાહન વ્યવહાર સ્થગિત ન થાય તેમજ અકસ્માત નિવારી શકાય તે માટે ટ્રાફીક નિયમન કરવાનું જરૂરી જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૩૩ (૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂઇએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પાલીતાણા શહેરમાં આવેલ રસ્તાઓને તા. ૨૧/૦૩/૨૦૨૪  સવારે ૮ વાગ્યાથી તા. ૨૩/૦૩/૨૦૨૪  રાત્રે ૧૨ વાગ્યા સુધી દિન-૩ સુધી એકમાર્ગીય રસ્તો જાહેર કરવામાં આવેલ છે.

જુઓ કયા રસ્તાઓ વન વે રહેશે

જેમાં ભાવનગર થી પાલિતાણા, ગારીયાધાર, ઘેટી, આદપુર તરફ જતા વાહનોને ભાવનગર રોડ રેલ્વે ક્રોસીંગથી જમણી બાજુ જતાં બાયપાસ રોડ થઇ, સરદારનગર ચોકડી થઇ, ગારીયાધાર રોડ ત્રણ રસ્તા થઇ સિંધી કેમ્પ મહાવીર પેટ્રોલ પંપ થઇને છેલ્લા ચકલા પાલિતાણા હાઇસ્કુલ પાર્કીંગ મેદાન સુધી, પાલીતાણા શહેરમાં પ્રવેશતા વાહનો માટે પાલીતાણા ભૈરવનાથ ચોકથી મહાવીર પેટ્રોલપંપ માનસિંહજી હોસ્પીટલ છેલ્લા ચકલાથી પાલીતાણા હાઇસ્કુલ પાર્કીંગ મેદાન સુધી, પાલીતાણાથી આદપુર પાલમાં જવા માટે વાયા સર્વોદય સોસાયટી થઇ આદપુર પાલનાં સ્થળે, પાલીતાણા હાઇસ્કુલથી આરીસાભુવન સામે થઇ સાદડી ભુવન ધર્મશાળા સામે થઇ ભીલવાડા થઇ વણકર વાસ, લાવારીસ એસ.ટી.સ્ટેન્ડ, ઓવરબ્રીજ ઉપરથી થઇ સીધા જ બજરંગદાસ બાપા ચોકડી થઇને બહાર જવાનું રહેશે. આદપુર પાલથી પરત આવવા માટે વાયા કંઝરડા ગામની ચોકડીથી ઘેટી રોડ થઇ ગારિયાધાર રોડ ઉપર પરત, પાલીતાણા હાઇસ્કુલથી છેલ્લા ચકલા સુધી કોઇ વાહન પાછું આવી શકશે નહિં કે પાર્ક કરી શકશે નહી.

આ જાહેરનામાની જોગવાઇમાંથી પોલીસ વિભાગના, મહેસુલ વિભાગના તેમજ જાહેર સુખાકારી માટે નગરપાલિકાએ મુકેલા વાહનોને મુકિત આપવામાં આવે છે. જાહેરનામાની અવિધ દરમ્યાન વૃધ્ધ, અશકત, યાત્રીકોને લાવવા/ લઇ જવા માટે વાહનોનાં ઉપયોગની પરવાનગી સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ, પાલીતાણા આપી શકશે. આ હુકમની ભંગ અગર ઉલ્લંઘન કરનારને અધિનિયમની કલમ -૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાનો અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા ફોજદારી કામ માંડવા માટે હેડકોન્સ્ટેબલથી નીચેના દરજજના ન હોય તેવા ફરજ ઉપરના કોઇપણ અધિકારીશ્રી અધિકૃત રહેશે.

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો