મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022, મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત , Mukhyamantri Matrushakti Yojana Gujarat @MMY, વડા પ્રધાન 18 જૂન, 2022ના રોજ વડોદરામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) જે તંદુરસ્ત માતા જ સ્વસ્થ બાળકને જન્મ આપી શકે અને પોષણમાં સુધારો થઈ શકે તે મુખ્ય ઉદ્દેશ્યથી લોન્ચ કરી છે. કોઈપણ રાજ્ય કે દેશના વિકાસ માટે તે રાજ્યની માનવશક્તિનો વિકાસ થવો જોઈએ તે ખૂબ જ જરૂરી છે.આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી ગુજરાત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022 વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022
યોજનાનું નામ | મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના (MMY) 2022 (Mukhyamantri Matrushakti Yojana 2022 ) |
યોજના શરુ કરનાર વિભાગ: | મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર. |
યોજના લોન્ચ તારીખ | 18 જૂન 2022 |
હેતુ | માતા અને બાળકના પોષણમાં સુધારો |
આ MMY યોજનાના લાભો | આંગણવાડી કેન્દ્રોમાંથી દરેક લાભાર્થીને દર મહિને બે કિલો ચણા, એક કિલો તુવેર દાળ અને એક લિટર સીંગદાણાનું તેલ આપવામાં આવશે. |
યોજના અમલીકરણ તારીખ: | 01/06/2022 |
આર્ટિકલ બનાવનાર | માહિતીએપ |
લાભાર્થી રાજ્યનું નામ | ગુજરાત |
સત્તાવાર વેબસાઇટ | https://1000d.gujarat.gov.in/ |
યોજનાની ટૂંકી માહિતી – ગુજરાત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY)
માતાનું નબળું પોષણ સ્તર ગર્ભમાં રહેલ બાળકના વિકાસને અવરોધે છે જે આગળ જતાં બાળકના નબળા આરોગ્યમાં પરિણામે છે. સગર્ભા માતાઓમાં કુપોષણ અને પાંડુરોગ, એ બાળકના વૃદ્ધિ અને વિકાસ પર ગંભીર અસર કરે છે. માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધાર લાવવા માટે મહિલા ગર્ભ ધારણ કરે તે ૨૭૭ દિવસ અને બાળકના જન્મથી ૨ વર્ષ સુધીના ૭૩૦ દિવસના સમયગાળાને ૧૦૦૦ દિવસ “First Window of Opportunity“ તરીકે ઓળખાય છે. આ બાબતના મહત્વને સમજી ભારત સરકાર દ્વારા પોષણ અભિયાનના મહત્વના ધ્યેય અને કામગીરીમાં ૧૦૦૦ દિવસ ઉપર ફોકસ કરવા જણાવેલ છે. આ તબક્કા દરમ્યાન તેમના આહારમાં અન્ન સાથે પ્રોટીન, કેટ તેમજ સુક્ષ્મ પોષકતત્ત્વો પણ ઉપલબ્ધ થાય તે ખુબ અગત્યનું છે. આ બાબતની અગત્યતાને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા ૧૦૦૦ દિવસ માટે “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” ને મંજુર આપેલ છે.
આ પણ વાંચો– પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત (MMY) 2022 ના લાભો
મળવાપાત્ર લાભ : દરેક લાભાર્થીને દર માસે આંગણવાડી કેન્દ્ર ઉપરથી આંગણવાડીની વિવિધ
- સેવાઓની સાથે-સાથે રો-સશનમાં ૨ કિલો ચણા, ૧ કિલો તુવેર દાળ અને ૧ લીટર સીંગતેલ આપવાનું નક્કી કરેલ છે.
- લાભાર્થીઓને આ કીટનું વિતરણ આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્રમાંથી લાભાર્થીને OTP અથવા અન્ય સમાન માધ્યમથી કરવાનું રહેશે.
- આ યોજના 01/06/2022 થી લાગુ કરવામાં આવશે.
નાણાંકીય જોગવાઈ : યોજના અંતર્ગત ચાલુ વર્ષે રૂ. ૮૧૧.૦૦ કરોડની જોગવાઇ કરેલ છે. તેમજ આગામી પાંચ વર્ષ માટે રૂ. ૪૦૦૦ કરોડથી વધુ રકમની જોગવાઇ કરવામાં આવનાર છે.
આ પણ વાંચો- બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2022, ઓનલાઈન અરજી
યોજનાના અપેક્ષિત પરિણામો
- માતા અને બાળકના પોષણની સ્થિતિમાં સુધારો
- અપુરતા મહિને જન્મ કે ઓછુ વજનવાળા બાળકોના જન્મનો વ્યાપ ઓછો કરવો.
- IMR અને MMR માં ઘટાડો
અરજી ફોર્મ નીચે મુજબ રહેશે:
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા – How to Apply for Matrushakti Yojana Gujarat Online Registration Process
અરજદારે https://1000d.gujarat.gov.in/ પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.
- સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “ https://1000d.gujarat.gov.in/ ” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://1000d.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.

- વ્યક્તિગત માહિતી જેવી કે આધાર કાર્ડ નંબર લાભાર્થીનું નામ , રેશન કાર્ડ મેમ્બર આઈ.ડી ભરવાની રહેશે.
- ત્યારબાદ આ ઉપરાંત લાભાર્થીના આધાર કાર્ડ, સરનામું, મોબાઈલ નંબરની વિગતો ભરવાની રહેશે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત (MMY) નો સમયગાળો:
યોજનાનું અમલીકરણ સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષ માટે કરવામાં આવશે, ત્યારબાદ યોજનાની સક્ષમ કક્ષાએથી સમીક્ષા કરી આગળનો નિર્ણય કરવામાં આવશે.
આ પણ વાંચો- મફત સિલાઈ મશીન યોજના 2022, ઓનલાઈન અરજી
નીચેની લિંકથી સત્તાવર માહિતી: મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત (MMY) 2022
સત્તાવાર પરિપત્ર | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022 ક્યા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ?
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર. યોજના ચલાવવામાં આવે છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં કેટલો લાભ મળશે ?
૨ કિલો ચણા, ૧ કિલો તુવેર દાળ અને ૧ લીટર સીંગતેલ આપવાનું નક્કી કરેલ છે. સહાય મળશે
Mukhyamantri Matrushakti Yojana Gujarat 2022 નો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?
અરજદારે https://1000d.gujarat.gov.in/ પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે.
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.