Connect with us

SarkariYojna

મુહૂર્ત ટ્રેડિંગ 2022, જાણો વિશેષ સત્રનું મહત્વ

Published

on

મુહૂર્ત ટ્રેડિંગ 2022 : આમ તો દિવાળી(Diwali)ના દિવસે શેરબજાર સવારે બંધ રહે છે પરંતુ તે સાંજે વિશેષ સમયે ખુલે છે. વિક્રમ સંવત 2079 ના પ્રારંભ પ્રસંગે દિવાળી પર દેશના મુખ્ય સ્ટોક એક્સચેન્જો બોમ્બે સ્ટોક એક્સચેન્જ – BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જ – NSE માં મુહૂર્ત ટ્રેડિંગનો સમય(Muhurat Trading 2022 Time) આ વર્ષે સાંજે 6:15 થી 7:15 સુધીનો એક કલાકનો રહેશે.

BSE અનુસાર પ્રી-ઓપન સેશન 24 ઓક્ટોબરે સાંજે 6 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6.08 વાગ્યે સમાપ્ત થશે. આ પછી સામાન્ય રોકાણકારો માટે સવારે 6.15 વાગ્યાથી ટ્રેડિંગ શરૂ થશે જે એક કલાક સાંજે 7.15 સુધી ચાલશે. દિવાળીના દિવસે રોકાણને શુભ માનવામાં આવે છે અને આ દિવસે મોટા ભાગના મોટા રોકાણકારો અથવા કંપનીઓ શેરબજારમાં ખરીદી કરે છે.

વિક્રમ સંવત 2079 ના પ્રારંભ પ્રસંગે દિવાળી પર દેશના મુખ્ય સ્ટોક એક્સચેન્જો બોમ્બે સ્ટોક એક્સચેન્જ – BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જ – NSE માં મુહૂર્ત ટ્રેડિંગનો સમય(Muhurat Trading 2022 Time) આ વર્ષે સાંજે 6.15 થી 7.15 સુધીનો એક કલાકનો રહેશે.

મુહૂર્ત ટ્રેડિંગ 2022 સમય

  • બ્લોક ડીલ સત્ર:  સાંજે 5.45 થી 6.00 વાગ્યા સુધી
  • પ્રી ઓપન ટ્રેડિંગ સત્ર:  સાંજે 6.00 થી 6.08 વાગ્યા સુધી
  • સામાન્ય બજાર:  સાંજે 6.15 થી 7.15 વાગ્યા સુધી
  • હરાજી સત્રન કૉલ – Call Auction Session :  સાંજે 6.20 થી 7.05 વાગ્યા સુધી
  • બંધ સત્ર:  સાંજે 7.15 થી 7.25 સુધી

મંગળવારે ખુલ્લું રહેશે શેરબજાર

muhurat trading 2022 diwali મુહૂર્ત ટ્રેડિંગ સિવાય દિવાળીના દિવસે સવારે શેરબજાર ખુલશે નહીં. એટલે કે દિવાળીના દિવસે જેણે પણ રોકાણ કરવાનું છે તેની પાસે માત્ર એક કલાકનો સમય હશે. મંગળવારે શેરબજાર ફરી જૂના સમયે ખુલશે. 26 ઓક્ટોબર 2022 એટલે કે બુધવારે દિવાળી બલિપ્રદાના કારણે શેરબજારમાં કોઈ કારોબાર રહેશે નહીં. બીજી તરફ ગુરુવાર અને શુક્રવારે ફરી રોકાણકારો માટે બજાર ખુલ્લું રહેશે.

મુહૂર્ત ટ્રેડિંગ શું છે?

દિવાળી સાથે નવા વર્ષની શરૂઆત પણ થાય છે. આ વખતે દિવાળી સાથે સંવત 2077ની શરૂઆત થવા જઈ રહી છે. ભારતીય પરંપરા અનુસાર દેશના ઘણા ભાગોમાં દિવાળી નવા નાણાકીય વર્ષની શરૂઆત કરે છે. આ શુભ મુહૂર્તમાં શેરબજારના વેપારીઓ ખાસ શેરમાં વેપાર કરે છે તેથી તેને મુહૂર્ત ટ્રેડિંગ પણ કહેવામાં આવે છે. માન્યતા છે આ સમયે કરેલી ખરીદી શુભ સાબિત થાય છે.

મુહૂર્ત ટ્રેડિંગનું મહત્વ

મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન શેરબજારમાં રોકાણ કરવું શુભ માનવામાં આવે છે. મોટાભાગના રોકાણકારો આ એક કલાકના ટ્રેડિંગ સેશન દરમિયાન સ્ટોક ખરીદે છે. મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા લાંબો ઇતિહાસ ધરાવે છે. દર વર્ષે મુહૂર્ત ટ્રેડિંગ માટે એક નિશ્ચિત સમય હોય છે. રોકાણકારો આ શુભ અવસર પર મૂલ્ય આધારિત શેરો ખરીદે છે.

નિષ્ણાતો શું કહે છે?

બજારના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર મુહૂર્ત ટ્રેડિંગ દિવસોમાં વેપારીઓ ભારે રોકાણ કરે છે. પરંપરાગત રીતે પ્રથમ ઓર્ડર ખરીદીનો હોય છે. જો આપણે પાછલા વર્ષોમાં આ સમય દરમિયાન બજારની કામગીરી પર નજર નાખીએ, તો મોટા ભાગના પ્રસંગોએ શેરબજાર મુહૂર્ત ટ્રેડિંગના દિવસે દાયરામાં જ રહ્યું છે. બીજી તરફ બજારમાં પણ થોડા સમય માટે તેજી જોવા મળે છે.

પાંચ દાયકા જૂની પરંપરા

What is the time of Muhurat trading on Diwali? શેરબજારમાં દિવાળીના દિવસે એક કલાક માટે મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા પાંચ દાયકા કરતાં પણ જૂની છે. મુહૂર્ત વેપારની પ્રથા બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં 1957માં અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં 1992માં શરૂ થઈ હતી. નિષ્ણાતો કહે છે કે મુહૂર્ત વેપાર સંપૂર્ણપણે પરંપરા સાથે સંબંધિત છે. મોટાભાગના લોકો આ દિવસે શેર ખરીદવાનું પસંદ કરે છે જો કે આ રોકાણો સામાન્ય રીતે ખૂબ નાના અને પ્રતીકાત્મક હોય છે.

મુહૂર્ત ટ્રેડિંગ 2022
મુહૂર્ત ટ્રેડિંગ 2022

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending