Trending
કુવરબાઈનુ મામેરુ યોજના
કુંવરબાઈનું મામેરું યોજના નું હેતુ ગરીબ પરિવારને દીકરીના લગ્ન ખર્ચ રૂપિયા 10,000/- ની સરકારી રાહત મળી શકે એ દ્વારા સરકારે કુંવરબાઈનું મામેરું યોજના(Kuvarbai nu mameru Yojana in Gujarat) સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે
Kuvarbai nu mameru yojana Criteria in Gujarati
યોજનાનો લાભ કોણ લઈ શકે ?
કુવરબાઈનુ મામેરુ યોજનાનો લાભ એવા પરિવાર લઈ શકે છે કે જેમણે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તેમની આવક રૂપિયા 1,20,000/- હોય અને શહેર વિસ્તારમાં રહેતા હોય તેમની વાર્ષિક આવક 1,50,000/- હોય એવા પરિવારો કુવરબાઈનુ મામેરુ યોજનાનો લાભ લઇ શકે છે
પરિવારની ત્રણ કન્યા સુધીનો કુવરબાઈનુ મામેરુ યોજના માં લાભ લઇ શકે છે
અનુસૂચિત જન જાતિઓની કન્યા લાભ લઇ શકે છે
Kuvarbai nu mameru yojana Benefits in Gujarati
કુવરબાઈનુ મામેરુ ના યોજનાનો લાભ
કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત સરકાર રૂપિયા 10,000/- ની સહાય કરે છે જે સરકાર દ્વારા તેમને લાભ પ્રાપ્ત કરાવે છે જે કન્યાના બેંક એકાઉન્ટમાં સીધા જમા કરાવવા માં પણ આવે છે
Kuvarbai nu mameru yojana Documents
કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ
કન્યા ના પુરાવા
- રેશનકાર્ડની ઝેરોક્ષ તથા મકાન વેરાની પહોંચ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- જાતિ અંગેનો સક્ષમ અધિકારી શ્રી નો દાખલો
- લગ્ન કઈ તારીખે કર્યા ગામ?, કોના પુત્ર સાથે?, પુન: લગ્ન કર્યા નથી તે અંગેનું તલાટી કમ મંત્રી નું પ્રમાણપત્ર
- કન્યા તથા કન્યાના પિતા શું કરે છે તથા સરકારી કે અર્ધસરકારી નોકરી કરતા નથી તે અંગેનું તલાટી નું પ્રમાણપત્ર
- કંકોત્રી ની નકલ
- કન્યાના પિતા ની વાર્ષિક આવક અંગેનો દાખલો
કન્યા ના પતિ ના પુરાવા
- રેશનકાર્ડની ઝેરોક્ષ તથા મકાન વેરાની પહોચ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- જાતિ અંગેનું સક્ષમ અધિકારી શ્રી નો દાખલો
- કન્યાના પતિ હાલ શું કરે છે તથા સરકારી કે અર્ધસરકારી નોકરી કરતા નથી તે અંગેનું તલાટી કમ મંત્રી નું પ્રમાણપત્ર
- કન્યા તથા પતિ એ અભ્યાસના કરેલ હોય તો જન્મતારીખ અંગેનો દાખલો
- વર-વધૂનું લગ્ન સમયનો સંયુક્ત ફોટો
કુવરબાઈનુ મામેરુ યોજના નો લાભ આપ online https://esamajkalyan.gujarat.gov.in ની ઉપર ફોર્મ ભરીને પણ લઈ શકો છો
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in