Connect with us

SarkariYojna

સુકન્યા સમૃદ્ધિ યોજના

Published

on

બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત ભારત સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના 22 મી જાન્યુઆરી ૨૦૧૫માં શરૃ કરી હતી આ યોજના આપણા દેશમાં બાળકીની સમૃદ્ધિ માટે  છે તેમના મુખ્ય ભવિષ્ય ના ખર્ચ જેવા કે શિક્ષણ અને લગ્ન ના સમયે સહાય કરવા માટે આ યોજના નો ઉદ્દેશ છે 

આ યોજનાનો લાભ કોણ લઈ શકે? Sukanya samriddhi yojana Eligibility

  • ભારતમાં રહેતી કોઈપણ દીકરી તેની ઉંમર 10 વર્ષ કરતા ઓછી છે તે સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ લઇ શકે છે
  •  એક કન્યા એક જ ખાતું ખોલાવી શકાય છે એક પરિવારમાં વધુમાં વધુ બે ખાતા ખોલાવી શકાય છે 
  • અપવાદરૂપે જો જોડિયા બાળકોમાં બંને બાળકી હોય તો આવા અપવાદમાં તમે બંને નું ખાતું ખોલાવી શકો છો
  •  પોસ્ટ ઓફિસ અથવા વિકૃત બેંકોની શાખાઓમાં ખાતુ ખોલાવી શકાય છે ખાતુ ખોલાવવાની ઓછામાં ઓછી 250 રૂપિયા થી ખાતું ખોલાવી શકાય છે 
  • માતા પિતા બંનેમાંથી કોઈ પણ એક ખાતું ખોલાવી શકે છે જો માતા-પિતા હયાત ના હોય તો કાનૂની વાલી પણ ખાતું ખોલાવી શકે છે
  •  10 વર્ષની વય થયા પછી દીકરી જાતે જ ખાતુ ચલાવી શકે છે
  • સુકન્યા સમૃદ્ધિ યોજના નું બેન્ક એકાઉન્ટ ટ્રાન્સફર  એક જગ્યાએથી બીજી જગ્યાએ કરાવી શકો છો 

સુકન્યા સમૃદ્ધિ યોજના નું બેંકમાં ખાતું ખોલાવવા માટે ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે? Sukanya samriddhi yojana Documents

બાળકી નું  જન્મ પ્રમાણપત્ર 

માતા-પિતા વાલીનો સરનામાનો પુરાવો

 માતા પિતા વાલીનું ઓળખનો પુરાવો

 બાળક અને માતા પિતા વાલીના ત્રણ ફોટા

 પાનકાર્ડ અને માતા-પિતા વાલીની આધાર કાર્ડ ની ઝેરોક્ષ

સુકન્યા સમૃદ્ધિ યોજના ની પ્રક્રિયા 

વાર્ષિક ઓછામાં ઓછા 250  અને મહત્તમ રૂપિયા 1,50,000 એકાઉન્ટમાં ભરી શકો છો

ખાતુ ખોલાવવાની તારીખ થી ૧૪ વર્ષ સુધી તમે બેંક એકાઉન્ટમાં પૈસા ભરી શકો છો (નહીં કે કન્યાની ઉમર ૧૪ વર્ષ)

ખાતુ ખોલવાની તારીખ થી ૨૧ વર્ષ બાદ તમે એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકો છો (નહીં કે કન્યાની ઉમર 21 વર્ષ)

સુકન્યા સમૃદ્ધિ યોજના ના ફાયદાઓ Sukanya samriddhi yojana Benefits

સરકાર સૌથી વધારે વ્યાજ દર પી.પી.એફ એકાઉન્ટમાં આપતી હોય છે જે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પી.પી.એફ એકાઉન્ટ થી વધારે વ્યાજ દર આપે છે 

ભારત સરકાર વાર્ષિક ધોરણે વ્યાજ દરની જાહેરાત કરશે એટલે કે દર વર્ષે અલગ વ્યાજ દર હોઈ શકે છે

બાળકી ની ઉંમર 18 વર્ષની થાય ત્યારે ૫૦ ટકા સુધીની આંશિક ઉપાડ ની સુવિધા અને ૨૧ વર્ષની ઉંમર બાદ ખાતું બંધ કરી શકાય છે 

કલમ ૮૦-સી અંતર્ગત income tax માંથી કર રાહતનો લાભ મેળવી શકાય છે

બાળકીના મૃત્યુના કિસ્સામાં એકાઉન્ટ બંધ થઈ જશે અને બેલેન્સ ની રકમ ઉપાડેલ વ્યાજની સાથે માતા-પિતા અથવા કાનૂની વાલીને ચૂકવવામાં આવશે 

શા માટે આ યોજના માં ખાતું ખોલાવવું જોઈએ ?

રૂપિયા ૫૦ લાખ સુધી ની રકમ તમને મળી શકે છે 

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર વર્ષે તમે 1,00,000/- રૂપિયાનું રોકાણ કરો છો તો તમારે કુલ ૧૪ લાખ રૂપિયાનું રોકાણ કરવાનું થશે જે આ ખાતા પર જો સરકાર 8.5% વાર્ષિક કમ્પાઉન્ડના હિસાબથી વ્યાજ આપે છે એવામાં ૨૧ વર્ષ બાદ જ્યારે ખાતું મેચ્યોર થઈ જશે તો તમારું રોકાણ 46,00,000/-  આસપાસ થઇ જશે વાર્ષિક 1,50,000/- જમા કરાવવા પર રૂપિયા 70,23,249/- તમને મળી શકે છે

સરકાર શ્રી વ્યાજ દરમાં ફેરફાર કરી શકે છે જે વ્યાજ દર અમુક સમયે બદલાતો રહે છે

નીચે આપેલી એક્સેલ ફાઈલ દ્વારા તમે વ્યાજ દર નો calculate કરી શકો છો
Sukanya-Samriddhi-Account-Excel-calculator- Download

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending