Connect with us

SarkariYojna

તમારા વિશે કહો ઇન્ટરવ્યૂમાં આ સવાલનો જવાબ કઈ રીતે આપવો ?

Published

on

કોઈપણ વ્યક્તિ ઈન્ટરવ્યૂ આપવા આવે તો સૌથી પહેલા સેલ્ફ માહિતી આપવાનું જણાવવામાં આવે છે. આ પ્રશ્નના જવાબથી ઉમેદવારની કમ્યુનિકેશન સ્કિલ, પ્રેઝન્ટેશન સ્કિલ અને કરિઅર વિશે જાણવાની કોશિશ કરવામાં આવે છે.

અનુભવી ઉમેદવાર આ પ્રશ્નનો જવાબ કેવી રીતે આપી શકે છે?

અનુભવી અને બિનઅનુભવી ઉમેદવાર આ પ્રશ્નનો જવાબ સમાન રીતે આપી શકે છે. અનુભવી ઉમેદવાર આ પ્રશ્નના જવાબમાં પોતાના અનુભવ વિશે જણાવી શકે છે. ઉમેદવારોએ સૌથી પહેલા પોતાના વિશે બેઝીક માહિતી, અનુભવ, અચિવમેન્ટ્સ, શિક્ષણ અને કન્ક્લુઝન વિશે જાણકારી આપવાની રહેશે. આ પ્રકારે ઉમેદવાર આ પ્રશ્નનો સરળતાથી જવાબ આપી શકે છે.

અનુભવી ઉમેદવારે ઈન્ટરવ્યૂમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

શું કરવું જોઈએ?

  • ટૂંકમા જવાબ આપો
  • ઈન્ટરવ્યૂ આપતા પહેલા તૈયારી કરી લો
  • એક મિનિટ અથવા ઓછા સમયમાં જવાબ આપો.
  • અગાઉના અનુભવ વિશે અને અચિવમેન્ટ વિશે સ્પષ્ટ જાણકારી આપો
  • કરિઅર અચિવમેન્ટને હાઈલાઈટ કરો.
  • ઈન્ટરવ્યૂ આપતા સમયે વિનમ્રતા જાળો

શું ના કરવું જોઈએ?

  • કોઈપણ સવાલનો લાંબો જવાબ ના આપો
  • જવાબ આપવામાં વધુ સમય ના લેશો.
  • યોગ્ય પ્રકારે અને સ્પષ્ટતાથી જવાબ આપો.
  • અંગત જાણકારી પણ આપો.
  • તમે જે જગ્યાએ કામ કરો છો, ત્યાંની ખરાબ બાબતો હાઈલાઈટ ના કરશો.

આ સવાલના જવાબ અલગ અલગ કેવી રીતે આપી શકાય તે અંગે જાણકારી આપવામાં આવી છે.

સવાલ- ઈન્ટરવ્યૂ લેનાર સૌથી પહેલા એક જ સવાલ પૂછે છે કે, તમારા વિશે જણાવો.

જવાબ 1-

  • સૌથી પહેલા તમારું નામ જણાવો, તમારી શૈક્ષણિક લાયકાત અને અચિવમેન્ટ વિશે જણાવો. તમે કઈ જગ્યાએ, કેટલો સમય અને શું કામ કર્યું છે, તે અંગે જણાવો. તમને કઈ બાબતોમાં વધુ રસ છે, તે અંગે જણાવો. હવે તમે કયા ક્ષેત્રે કાર્ય કરવા ઈચ્છો છો, તે અંગે જણાવો. ત્યારબાદ ઈન્ટરવ્યૂ લેનારનો આભાર વ્યક્ત કરો.

જવાબ 2-

  • તમારું નામ અને ક્યાંથી આવો છો, તે અંગે જણાવો. ક્યાંથી શું અભ્યાસ કર્યો છે, તે અંગે જાણકારી આપો. તમે કઈ કંપનીમાં શું કામ કર્યું છે, તે અંગે જણાવો. તમે તે કંપનીમાં કેટલા સમય સુધી કામ કર્યું તે અંગે જણાવો. તમે આ નોકરીથી શું શીખ્યા તે અંગે અને તમારામાં શું લાયકાત છે, તે અંગે જણાવો. તમારી સ્કિલ વિશે જણાવો.

જવાબ 3-

  • તમારું નામ જણાવો અને તમારી પાસે શું અનુભવ છે, તે અંગે જણાવો. કેટલા સમયથી કઈ કંપનીમાં કામ કરો છો, તે અંગે જણાવો. તમારા સૌથી સારા પોઈન્ટ વિશે જણાવો. તમે કઈ બાબતે નિષ્ણાંત છો, તે અંગે જણાવો. તમારા પ્રોજેક્ટ વિશે અને પ્રોજેક્ટના હેતુ વિશે જણાવો. તમે કોઈપણ બાબત શીખવા માટે ફ્લેક્સિબલ છો, તે જણાવો. તમારા વીક પોઈન્ટ વિશે જણાવીને અને તે કઈ રીતે ઈમ્પ્રુવ થઈ શકે છે, તે અંગે જણાવો તથા આભાર વ્યક્ત કરો.

જવાબ 4-

  • તમારું નામ જણાવો અને તમારી પાસે શું અનુભવ છે, તે અંગે જણાવો. તમારા અનુભવ વિશે જણાવો. તમારા પ્રોજેક્ટ વિશે જણાવો અને તે પ્રોજેક્ટ કેવો રહ્યો તથા તેમાંથી શું શીખ મેળવી તે અંગે જણાવો. તમારા રસના વિષયો વિશે જાણકારી આપો. તમે શા માટે આ સેક્ટર પસંદ કર્યું તે અંગે જાણકારી આપો.

જવાબ 5-

  • તમારું નામ અને તમારા અનુભવ વિશે જણાવો. તમારા અચિવમેન્ટ વિશે જાણકારી આપો. તમે હાલ કયા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો અને હવે આગળ શું કરવા માગો છો, તે અંગે જાણકારી આપો.

જવાબ 6-

  • તમારું નામ અને તમારી ઉંમર જણાવો. તમે છેલ્લા કેટલા વર્ષોથી કયાં અને શું કામ કરો છો, તે અંગે જાણકારી આપો. આ ક્ષેત્રમાં કામ કરીને તમે શું અચિવ કર્યું તે અંગે જાણકારી આપો. તમારી ઈન્ટર્નશીપ વિશે જાણકારી આપો. તમે હવે ક્યા ક્ષેત્રે આગળ વધીને શું કામ કરવા માગો છો, તે અંગે જાણકારી આપો. તમારા પગારધોરણ વિશે જાણકારી આપો.

જવાબ 7-

  • તમારું નામ જણાવો અને હાલ કેટલા વર્ષથી શું કામ કરો છો, તે અંગે જાણકારી આપો. તમે શું અચિવ કર્યું છે, તે અંગે જાણકારી આપો. તમારા કારણે કંપનીને શું ફાયદો થયો છે અને શું સુધારો થયો છે, તે અંગે જાણકારી આપો. અન્ય કઈ કંપનીમાં કામ કર્યું છે, તે અંગે પણ જણાવો. તમારા રસના વિષયો અને ખાલી સમયમાં શું કામ કરો છો, તે અંગે જાણકારી આપો.
તમારા વિશે કહો ઇન્ટરવ્યૂમાં આ સવાલનો જવાબ કઈ રીતે આપવો ?
તમારા વિશે કહો ઇન્ટરવ્યૂમાં આ સવાલનો જવાબ કઈ રીતે આપવો ?

Trending