Connect with us

SarkariYojna

ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર, જુઓ તમારું પરીક્ષાનું સ્થળ

Published

on

ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર: આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પ્રાયોગિક પરીક્ષા તા.20/02/2023 થી શરૂ થનાર છે.પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર (હોલટીકીટ) તા.09/01/2023 થી બોર્ડની વેબસાઇટ sciprac.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા Email ID દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે.ધોરણ 12 પ્રેક્ટિકલ પરીક્ષા હોલ ટીકીટ 2023

ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – GSEB
પરીક્ષાનું નામધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા
પરીક્ષા તારીખ20 ફેબ્રુઆરી 2023
સત્તાવાર વેબસાઈટwww.gseb.org

ધોરણ 12 પ્રેક્ટિકલ પરીક્ષા હોલ ટીકીટ 2023

પ્રવેશપત્ર(હોલટીકીટ)ની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના માર્ચ-૨૦૨૩ પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો/માધ્યમની ખરાઇ કરીને તેમાં પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યશ્રીના સહી-સિક્કા કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે. પ્રવેશપત્ર(હોલટીકીટ) સાથે ઓનલાઇન મૂકવામાં આવેલ પ્રવેશપત્ર વિતરણ યાદીની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીને પ્રવેશપત્ર(હોલટીકીટ) આપ્યા બદલની સહી પરીક્ષાર્થી પાસેથી લેવાની રહેશે.

જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા અને સમયમર્યાદામાં પરીક્ષાર્થીઓને પ્રવેશપત્ર(હોલટીકીટ) આપવા જણાવવામાં આવે છે. પરીક્ષાર્થીના વિષયો, માધ્યમ કે અન્ય કોઇ વિગતમાં વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની વિજ્ઞાનપ્રવાહ(ક) શાખાનો જરૂરી આધારો સાથે કચેરી સમય દરમિયાન રૂબરૂમાં તાત્કાલિક સંપર્ક કરવો.

ધોરણ 12 પ્રેક્ટિકલ પરીક્ષાની રિસીપ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવી

  • સ્ટેપ-1 સૌ પ્રથમ તો શાળાનો ઈન્ડેક્ષ નંબર અહીંયા એન્ટર કરો એટલે કે લખો.
  • સ્ટેપ-2 બીજા સ્ટેપમાં તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર અથવા તો ઈ-મેઈલ આઈ.જી જે GS & HSEB સાથે નોંધાવેલ છે તે અહિંયા એન્ટર કરો.
  • સ્ટેપ-3 શાળા દ્વારા નોંધાયેલ ફોન અથવા તો ઈ-મેઈલ આઈ.ડી. પર OTP મેળવવા Login બટન પર ક્લિક કર.
  • સ્ટેપ-4 GS & HSEB સાથે નોંધાવેલ મોબાઈલ નંબર અથવા તો ઈ-મેઈલ આઈ.ડી. આપને બદલાવો હોય તો આપની વિનંતી આપની શાળાના લેટર પેડ પર પ્રિન્સિપાલની સહી અને શાળાનો ઇન્ડેક્ષ નંબર સાથે [email protected] પર ઈ-મેઈલ કરવી.
  • સ્ટેપ-5 હેલ્પલાઈન નંબર – 84012 92014, 84859 92014
  • સ્ટેપ-6 પરીક્ષાર્થીઓએ Hall Ticket શાળામાંથી મેળવવાની રહેશે.
જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
હોલટીકીટ ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર
ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending