Connect with us

SarkariYojna

ગુજકેટ પરીક્ષા તારીખ 2023 જાહેર, જુઓ ક્યારે લેવાશે પરીક્ષા

Published

on

GUJCET Exam Date 2023 : ગુજકેટ પરીક્ષા તારીખ 2023, ગુજકેટ ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, GUJCETની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે. આગામી ૩ એપ્રિલના રોજ GUJCETની પરીક્ષા યોજાશે. મહત્વનું છે કે, જિલ્લા કક્ષાના કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે. આ પરીક્ષા સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે.

ગુજકેટ પરીક્ષા તારીખ 2023

રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12 SCIENCE પછી વિવિધ વિભાગો જેવા કે ડિગ્રી એન્જિનિયરિંગ,ડિગ્રી ડિપ્લોમા (Degree Deploma) અને ફાર્મસી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે GUJCETની પરીક્ષાનું આયોજન થતું હોય છે. વર્ષ 2023 માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ નક્કી કરવામાં આવી છે. જે અનુસાર આગામી 03 એપ્રિલના રોજ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે

જિલ્લાના કેન્દ્રો ખાતે પરીક્ષાનું આયોજન

આગામી 03 એપ્રિલ 2023ના રોજ સવારે 10 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાશે. જેમાં જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં GUJCET EXAMનું આયોજન

GUJCETનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવામાં આવશે. ગુજકેટ માટેની પરીક્ષાનો સત્તાવાર પત્ર 23 જાન્યુઆરીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયો છે

GUJCET નો અભ્યાસક્રમ 2023

ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે નીચે મુજબના વિષયના બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે અને તેની સામે દર્શાવેલ પ્રશ્નો, ગુણ અને સમય રહેશે

ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક – મશબ/૧૨૧૭/૧૦૩૬/૭ તા.૨૫/૧૦/૨૦૧૭ થી શૈક્ષણિક વર્ષ જૂન-૨૦૧૯ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાય ણવિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERT ના પાઠ્યપુસ્તકનો અમલ કરેલ છે. NCERT આધારીત ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ GUJCET-૨૦૨૩ ની પરીક્ષા માટે રહેશે.

અ.નં.વિષયપ્રશ્નોગુણસમય
1ભૌતિક વિજ્ઞાન4040120 મિનિટ
2રસાયણ વિજ્ઞાન4040120 મિનિટ
3જીવ વિજ્ઞાન404060 મિનિટ
4ગણિત404060 મિનિટ

ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે ૪૦ પ્રશ્નો ભૌતિકવિજ્ઞાન ના અને ૪૦ પ્રશ્નો રસાયણવિજ્ઞાનના એમ કુલ ૮૦ પ્રશ્નોના, ૮૦ ગુણ અને ૧૨૦ મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ ૮૦ પ્રત્યુત્તર માટેની રહેશે.
જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની OMR Answer Sheet પણ અલગ આપવામાં આવશે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending